આપણા જીવનમાં તથા દરેક ધર્મમાં સૂર્યનું મહત્વ વધારે છે. સૂર્ય પ્રકાશ વગર અને સૂર્યની શકિત વગર જીવન અશક્ય છે. સૂર્યથી જ માનવ જીવન શકય છે. જયોતિષમાં પણ સૂર્ય ગ્રહ સૌથી મહત્વનો ગણવામાં આવે છે. સૌ પ્રથમ પુરાણોમાં નજર નાખીએ તો રામાયણમાં રામ ભગવાન રાવણ સાથે યુધ્ધ કરતાં થાકે છે ત્યારે સૂર્યના આદિત્ય હૃદયસ્રોતના પાઠ કરે છે અને ત્યારબાદ પાછું યુધ્ધ કરી અને રાવણને મારે છે. આમ સુર્યની શક્તિનો ઉલ્લેખ રામાયણમાં આવે છે. જયારે પિતૃઓને તૃપ્ત કરવા હોય તો પિતૃકાર્યમાં તર્પણ પછી સુર્ય ઉસ્થાન સુર્યને નમસ્કાર કરવામાં આવે આમ સુર્ય દેવના મધ્યમથી પિતૃઓ તૃપ્ત થાય છે. ખાસ કરીને સુર્યની શક્તિ વગર આપણું મનુષ્ય જીવન શક્ય જ નથી. એક શ્લોક છે આદીત્યસ્ય નમસ્કાર યે કર્વતી દીને દીને જન્માતર સહસ્ત્રઓ દરીદ્રો ન ઉપજાય તે દરરોજ સુર્યને જળ ચડાવવાથી હજારો જન્મ સુધી દરીદ્રતા આવતી નથી. દરરોજ સવારે સૂર્ય ઉદય થયા પછી ત્રાંબાના કળશમાં કંકુ પાણી પધરાવા ત્યારબાદ ઘરની છત ઉપર એક તુલસીનું કુંડી રાખવું અને ત્યારપછી સવારના સુર્યોદય બાદ તુલસીનાં કુંડામાં પાણી પડે તે રીતે સુર્યને જળ ચડાવવું, ત્રાંબાના લોટામાં કંકુ પધરાવેલ પાણી સુર્ય સામે જોઈ અને ઓમ આદિત્યાય નમઃ બોલતા બોલતાં સુર્યને જળ ચડાવવું સુર્યને જળ ચડાવવાથી આંખોનું તેજ વધે છે. હાડકા મજબૂત થાય, આરોગ્ય સારું રહે, આત્મબળ મજબૂત થાય. સુર્યગ્રહ બળવાન બને વિદ્યાર્થી વર્ગખાસ અર્ધ આપવો જેથી અભ્યાસમાં એકાગ્રતા આવે દુઃખ અને દરિદ્રતાનો નાશ થાય

– શાસ્ત્રી રાજદીપ જોષી, વૈદાંતરત્ન.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.