મોટા ભાગની ફરિયાદો ગંદકીની સમસ્યા અંગે: જરૂરિયાત મંદોને માળીયામાં કોંગ્રેસે તાત્કાલિક સહાય કરી
મોરબી માળીયા માં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિમાં કોંગ્રેસે શરૂ કરેલા કંટ્રોલરૂમમાં ફરિયાદોનો ધોધ વહયો હતો,કોંગ્રેસ કંટ્રોલરૂમમાં મળેલી મોટાભાગની ફરિયાદો પૂર બાદ ગંદકીને લગતી હોય આવી ફરિયાદો તંત્ર સુધી પહોંચાડી કોંગ્રેસે માલિયામાં જરૂરિયાતમંદોને ફોન કોલ ને આધારે મદદ પણ પહોંચાડી હતી.
કોંગ્રેસ કંટ્રોલરૂમના ઇન્ચાર્જ વિજયભાઈ સરડવાના જણાવ્યા મુજબ પૂરની પરિસ્થિતિ બાદ લોકોને મદદરૂપ થવા કોંગ્રેસે શરૂ કરેલા કંટ્રોલરૂમમાં અસંખ્ય ફરિયાદો મળી હતી જેમાં મોટાભાગની ફરિયાદોનો કોંગ્રેસ પક્ષ જે-તે વિભાગ સુધી પહોંચાડી નિકાલ કરવામાં આવ્યો હતો.દરમિયાન વિજયભાઈએ વધુમાં જણાવ્યું હતું કે કંટ્રોલરૂમમાં માળીયા વાંઢ વિસ્તારના રહેવાસી દ્વારા મદદ ન મળી હોવાનો કોલ આવતા કોંગ્રેસ આગેવાનો દ્વારા સ્વ-ખર્ચે જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદ કરી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશભાઈ મેરજા સહિતના આગેવાનોએ લોકોને હાથો હાથ મદદ પહોંચાડી હતી.