લાખો લીટરની કેપેસીટીવાળી ટાંકીમાંથી પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યું, બેફામ પાણી વેડફાટથી રોષ
મોરબી પંથકમાં હજુ વિધિવત ચોમાસાનો પ્રારંભ થયો નથી અને હજુ મેઘરાજાની મહેરની રાહ જોઈ રહ્યા છે ત્યારે આજે મોરબીના સુરજબાગની પાણીની ટાંકીમાં વાલ્વ તૂટવાને પગલે લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો
મોરબીના સુરજબાગમાં લાખો લીટર કેપેસીટીની પાણીની ટાંકી આવેલી છે જે ટાંકીના વાલ્વમાં આજે ભંગાણ થતા વાલ્વ બદલવાની ફરજ પડી હતી જોકે વાલ્વ બદલવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ના હોવાથી પાણીની ટાંકીમાંથી પાણી ખાલી કરવાની ફરજ પડી હતી જેને પગલે હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો અને પાણીની ટાંકીમાંથી પાણી ખાલી કરતા આસપાસના અંબિકા રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા હજુ ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે અને ચોમાસું વહેલું મોડું થાય તો પાણીની તંગીની સ્થિતિ સર્જાઈ સકે છે
તેવામાં પાણીના વેડફાટથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને પાલિકા તંત્ર છાશવારે થતા પાણીના વેડફાટને રોકવા ગંભીરતા દાખવે તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે