મણિપુરમાં રહેતા 9 વર્ષીય પર્યાવરણ એક્ટિવિસ્ટ લિકિપ્રિયા કંગુજમે વિશ્વની પાણીની સમસ્યા ઉકેલી શકે એવું ઉપકરણ ડિઝાઇન કર્યું છે. આ ઉપકરણ હવાને પાણીમાં ફેરવી શકે છે. આ માટે સોલર એનર્જીની મદદ લે છે.

કંગુજમે આ ડિવાઇસનું નામ સુકીફુ-2 રાખ્યું છે. આ ઉપકરણનો ઉપયોગ કોઈપણ સ્થળે થઈ શકે છે. 1 કલાકની અંદર 150 મિલિલીટર પાણી બનાવી શકે છે અને એક લિટર પાણી તૈયાર કરવામાં 7-8 કલાકનો સમય લે છે.

નોંધનીય છે કે ગ્લોબલ વોર્મિંગ અને જળવાયું પરિવર્તન જેવા જોખમો વચ્ચે ભારતમાં પાણીની સમસ્યા સતત વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. દેશના ઘણા ભાગોમાં ભૂગર્ભ જળની સ્થિતિ કથળી છે અને એનઆઈટીઆઈ આયોગના અહેવાલ મુજબ, આગામી સમયમાં 600 મિલિયન લોકો આ સમસ્યાથી ભારે અસરગ્રસ્ત થઈ શકે છે. ત્યારે આ પ્રકારનું યંત્ર પાણીની સમસ્યાનું નિવારણ કરી શકે છે તેવી આશા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.