સરેરાશ વાર્ષિક 11,871 મીમી વરસાદની સાથે મૌસીનરામ વિશ્વનો સૌથી વધુ ભેજવાળો વિસ્તાર !!
મેઘાલયનું મૌસીનરામ એક એવું સ્થળ છે, જેને વિશ્વનું સૌથી વરસાદી સ્થળ માનવામાં આવે છે. મૌસીનરામે નવો રેકોર્ડ બનાવ્યો છે. અહીં 16 જૂનને ગુરુવારે સવારે 8:30 વાગ્યે શરૂ થયેલો મુશળધાર વરસાદ બીજા દિવસે સવારે 8:30 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. આ વરસાદ એટલો જબરદસ્ત હતો કે માત્ર 24 કલાકમાં 1003.46 મીમી એટલે કે 40 ઇંચ વરસાદ પડ્યો હતો. અગાઉ, 16 જૂન 1995 ના રોજ દેશમાં એક જ દિવસમાં 1563.3 મીમી ચેરાપુંજીમાં વધુ ભારે વરસાદ પડ્યો હતો.
7 જૂન 966ના રોજ મૌસીનરામમાં એક દિવસમાં 945.4 મિલી વરસાદ થયો હતો, જે એક દિવસમાં સૌથી વધુ વરસાદ હતો. આ સ્થળ ચેરાપુંજીની બાજુમાં છે. વિચારવા જેવી વાત છે કે જ્યાં આટલો વરસાદ પડે છે ત્યાં લોકો કેવી રીતે જીવતા હશે. મેઘાલયના મૌસીનરામનું નામ વિશ્વમાં સૌથી વધુ ભેજવાળા સ્થળ તરીકે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. બંગાળની ખાડીના કારણે અહીં ભેજનું પ્રમાણ ઘણું છે. ઉપરાંત, અહીં સરેરાશ વાર્ષિક વરસાદ 11,871 મીમી છે પરંતુ તેનો 10 ટકા વરસાદ 16 જૂને જ થયો હતો.
આખા વર્ષ દરમિયાન અહીં વરસાદનું પ્રમાણ એટલું છે કે રિયો ડી જાનેરોમાં સ્થિત 30 મીટર ઊંચી સ્ટેચ્યુ ઑફ ક્રાઇસ્ટના ઘૂંટણ સુધી પાણી આવી જાય છે. ચેરાપુંજી હવે મૌસીનરામ દ્વારા બદલવામાં આવ્યું છે, જે તેનાથી લગભગ 15 કિમી દૂર સ્થિત છે. ગિનિસ બુકમાં નોંધાયેલું છે કે વર્ષ 1985 માં મૌસીનરામમાં 26000 મીમી વરસાદ પડ્યો હતો, જે પોતાનામાં એક રેકોર્ડ હતો.
ચેરાપુંજીને સ્થાનિક લોકો સોહરા તરીકે પણ ઓળખે છે, ત્યાં મૌસીનરામ કરતાં 100 મીમી ઓછો વરસાદ પડે છે. આ રીતે તે વિશ્વનું બીજું સૌથી વધુ વરસાદ ધરાવતો વિસ્તાર છે. હકીકતમાં જો ઇતિહાસમાં સૌથી વધુ વરસાદની વાત કરીએ તો ચેરાપુંજી હજુ પણ તેમાં નંબર વન પર છે. ઓગસ્ટ 2014 ના મહિનામાં ચેરાપુંજીમાં 26,470 મીમી વરસાદ પડ્યો હતો, જે મૌસીનરામ કરતા વધુ હતો પરંતુ જો આપણે વર્ષની સરેરાશ લઈએ તો ખૂબ જ ઓછા માર્જિન સાથે પરંતુ માસીનરામને વિશ્વનું સૌથી વરસાદી સ્થળ ગણી શકાય.
ફક્ત વરસાદ જ નહીં પરંતુ કુદરતના રમણીય દ્રશ્યો માટે પણ વિશ્વ વિખ્યાત !!
મૌસીનરામ તેની પ્રાકૃતિક સુંદરતા માટે પણ ખૂબ પ્રખ્યાત છે. વરસાદમાં ઊંચાઈએથી પડતા પાણીના ફુવારા અને ઝાકળ જેવા ઘનઘોર વાદળોને નજીકથી જોવાનો પોતાનો જ આનંદ છે. મૌસીનરામની નજીક માવજિમ્બુઈનની કુદરતી ગુફાઓ છે, જે તેમના સ્ટેલાગ્માઈટ માટે પ્રખ્યાત છે. સ્ટેલાગ્માઇટ એ ગુફાની છતમાંથી સીપેજ દ્વારા ફ્લોર પર જમા થયેલ ચૂનાના થાપણો છે.
મેઘાની તોફાની બેટિંગ પાછળ જવાબદાર પરિબળ કયું ?
બંગાળની ખાડી ચોમાસું એ દક્ષિણ હિંદ મહાસાગરના સ્થાયી પવનોની તે શાખા છે, જે વિષુવવૃત્તને પાર કરીને ભારતમાં પૂર્વ તરફ પ્રવેશે છે. આ ચોમાસું સૌથી પહેલા મ્યાનમારની અરાકાન યોમા અને પિગુયોમા રેન્જમાં પહોંચે છે, જેના કારણે ઉત્તરપૂર્વમાં ભારે વરસાદ થાય છે. ત્યારબાદ આ ચોમાસાના પવનો સીધા ઉત્તર તરફ વળે છે અને ગંગાના ડેલ્ટા પ્રદેશમાંથી થઈને ખાસી પહાડીઓ સુધી પહોંચે છે. લગભગ 15000 મીટરની ઉંચાઈ સુધી, મેઘાલયમાં ચેરાપુંજી અને મૌસિનરામ નામના સ્થળોએ ભારે વરસાદ પડે છે.