રાજકોટમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક તોફાની બેટિંગ કરીને ડેમો ઓવર ફલો કરી રહ્યા છે. રાજકોટમાં આગામી બે દિવસ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે મધરાતથી શહેરમાં મેઘાના મંડાણ થયા છે. બપોરે બે વાગ્યા સુધીમાં શહેરમાં 10॥ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. છેલ્લા બે કલાકથી મેઘરાજાએ વિરામ લેતા તંત્ર સાથે શહેરીજનોએ પણ રાહતનો શ્ર્વાસ લીધો છે.
રૈયા ટેલીફોન એક્સચેન્જ પર પાણી ભરાવાથી વાહનચાલકોને મુશ્કેલી
૧૫૦ ફૂટ રીંગ રોડ પર ગોઠણ સમા પાણી ભરાયા
મેઘરાજાને આગમનો ઉત્સાહ
જૂની જેલ પાસે દિવાલ ધરાશયી
શહેરના રોડ પર ત્યાર ડૂબ પાણી ભરાયા
ફૂલ છાબ ચોક અને રેસકોર્સ ગ્રાઉન્ડ બન્યા સ્વિમિંગ પૂલ
એસ્ટ્રોન ચોક અને ઇન્દ્રપ્રસ્થ નાળામાં પાણી ભરાયા