શહેરના વોર્ડ નં.૧ રૈયાધાર ખાતે હયાત ફિલ્ટર પ્લાન્ટની બાજુમાં નિર્માણ પામતા નવો સ્કાડા ટેકનોલોજી ધરાવતો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ઈએસઆર-જીએસઆરની આજે મેયર ડૉ.પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, વોટર વર્કસ સમિતિ ચેરમેન દેવાંગભાઈ માંકડ, વોર્ડ નં.૧ના કોર્પોરેટર ભાનુબેન બાબરીયા, હિરેનભાઈ ખીમાણીયા, દુર્ગાબા જાડેજા અને ડૉ.અલ્પેશ મોરજરીયા, વોર્ડ નં.૧ પ્રભારી દિલીપભાઈ પટેલ, વોર્ડ નં.૧ પ્રમુખ હિતેશભાઈ મારૂ, વોર્ડ નં.૧ મહામંત્રી કાનાભાઈ ખાણધર તથા જયરાજસિંહ જાડેજાએ સ્થળ મુલાકાત લીધી હતી.
વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ઈએસઆર-જીએસઆરનું કામ પૂર્ણ થતાં વોર્ડ નં.૧,૮,૯,૧૦ તથા ૧૩ના ૨.૪૦ લાખ લોકોને લાભ મળશે
વોર્ડ નં.૧માં અમૃત યોજના અંતર્ગત શહેરના વોટર સપ્લાય પ્રોજેક્ટ વેસ્ટ ઝોન વોર્ડ નં.૧મા રૈયા ધાર ખાતે હયાત વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની બાજુમાં નવો ૫૦ એમએલડીની ક્ષમતાનો આધુનિક સંપૂર્ણ સ્કાડા આધારિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી ચાલુ છે તેમજ હાલ ઈએસઆરની કામગીરી પૂર્ણ થયેલ છે તેમજ જીએસઆર પંપ હાઉસ, ફિલ્ટર પ્લાન્ટ સિએલઆર વિગેરે મોટા ભાગના યુનિટની કામગીરી ચાલુ છે.
૩ એમએલ ક્ષમતાનો એએસઆર અને ૧૮.૬ ક્ષમતાનો જીએસઆર બનાવવામાં આવશે તથા સંલગ્ન પંપ હાઉસ પણ બનાવામાં આવશે. આ કામગીરીનું કુલ ખર્ચ અંદાજીત રૂ.૨૮,૦૯,૧૩,૨૦૯/- થશે. વોટર સપ્લાયથી વોર્ડ નં.૧,૮,૯,૧૦ તથા ૧૩ ના વિસ્તારોને પાણી સપ્લાય થશે તેમજ અંદાજીત ૨,૪૦,૦૦૦ જેટલી વસ્તીને તેનો લાભ મળશે. આ કામગીરી પૂર્ણ થયે વોર્ડ નં.૧,૮,૯,૧૦ તથા ૧૩ના વિસ્તારવાસીઓને પાણી સપ્લાયનો લાભ મળશે. તેમજ પદાધિકારીઓ દ્વારા ઉક્ત કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી.