રાજકોટ મહાનગરપાલિકામાં આજે સ્ટેન્ડિંગમાં બજેટ રજૂ થયું હતું. જેમાં સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે આજે પાણીવેરામાં વધારો ઝીંકવામાં આવ્યો તે આજે ફગાવી દીધો હતો અને 1769.33 કરોડનું બજેટ મંજૂર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, કમિશનર બંછાનીધી પાનીએ બજેટમાં પાણીવેરો બમણો કર્યો હતો. જો કે, શાસકે ઉનાળામાં પાણીની તકલીફની પરિસ્થિતિ સમજી પ્રજા પર પેડેલો બમણો વેરો દૂર કર્યો હતો.
– ટુ વ્હીલર પર 1 ટકો અને ફોરવ્હિલર પર 2 ટકા
-રેસકોર્સ સંકલમાં ચિલ્ડ્રનપાર્ક ડેવલોમેન્ટ
-શેહેરના મુખ્ય એન્ટ્રી પોઇન્ટો પર બ્યુટિફિકેશન
– 48 માર્ગો પર વિકાસ
– મવડી વિસ્તારમાં નવો સ્વિમિંગ પુલ
– મુખ્ય બજારોમાં મહિલાઓ માટે યુરિનલ
– વિવિધ વિસ્તારોમાં બે નવી હાઇસ્કૂલ
-3 ઝોનમાં 3 પાર્ટી પ્લોટની યોજનાનો ઉમેરો
– કોઠારિયા રોડ પર નવું ઓડીટોરીયમ
– દિવ્યાંગ મિલકત ધારકોને વેરામાં 5 ટકાની રાહત