‘અબતકે’ શહેરના તમામ ૧૮ વોર્ડમાં પાણીની સ્થિતિ અંગે કર્યો સર્વે
પાણી બચાવો, પાણી તમને બચાવશે
‘અબતક’ના પ્રશ્નોના લોકોના હકારાત્મક જવાબો
* પાણીનો બગાડ અટકાવવા શું કરવું જોઈએ ?
* આ વર્ષે વરસાદ ઓછો છે તો આપ શું કરશો ?
* ભુતીયા કનેકશન માટે દંડ કઈ રીતે કરવો ?
* પાણી બચાવવા સુચનો ?
* પાણીનાં ઉપયોગ ફરીથી કઈ રીતે થઈ શકે ?
* પાણી કિંમતી છે શું માનો છો ?
* તંત્રએ શું કરવું જોઈએ ? લોકોએ શું કરવું જોઈએ ?
* પાણીનાં વપરાશ માટે મીટર મુકાવવા જોઈએ કે નહીં ?
* આવતા દિવસોમાં પાણીની કટોકટી ન સર્જાય તેના માટે સુચનો અને અમલવારી
ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં પડેલા અપૂરતા વરસાદના કારણે શહેરની જળ જરૂરીયાત સંતોષતા જળાશયોમાં સંતોષકારક પાણીની આવક થવા પામી નથી ઉનાળો આકરો રહે તે વાત નિશ્ચીત છે. ત્યારે ‘અબતક’ દ્વારા રાજકોટની વર્તમાન અને ભવિષ્યની પાણીની સ્થિતિનો તાગ મેળવવા માટે શહેરના તમામ ૧૮ વોર્ડમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોટીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. રાજયના અન્ય શહેરોની સરખામણીએ રાજકોટમાં પાણીની સ્થિતિ ખૂબજ સારી છે. શહેરીજનોને નિયમિત પાણી આપવા શાસકો પણ મકકમ છે. છતા હજી વિતરણ વ્યવસ્થા તથા ભૂતીયાનળ જોડાણ દૂર કરવા જેવી અનેક કામગીરી કરવાની તાતી જરૂરીયાત છે બીજી તરફ શહેરીજનોએ પણ પાણીને પારસમણી સમજી તેનો કરકસર યુકત ઉપયોગ કરવો જોઈએ.
વોર્ડ નં.૧,૨ અને ૩માં પાણીની સ્થિતિઆ વર્ષ ચોમાસું નબળુ થયું છે. ત્યારે હાલ પાણીની સમસ્યા ઉદભવી શકે છે. રાજકોટવાસીઓને હાલ આજી અને ન્યારી ડેમ દ્વારા ૨૦ મીનીટ સુધી પાણી આપવામાં આવે છે. ત્યારે ભવિષ્યમાં પણ આજ રીતે પાણી મળી રહે તે માટે તંત્ર સજજ છે. વોર્ડ નં.૧ ના મહિલાઓએ જણાવ્યું હતુ કે હાલ વિસ્તારમાં રોજ ૨૦ મીનીટ સુધી પાણી મળી રહે છે. અને સરકાર દ્વારા જે સૌની યોજના થકી પાણી પૂરૂ પાડવામાં આવે છે .
તે ખૂબજ જ રાજકોટવાસીઓ માટે સારી વાત ગણી શકાય. પાણીનું જીવનમાં ખૂબજ મહત્વ છે. અને પાણીનો ઉપયાગે સમજી વિચારીને કરવો જોઈએ ખાસ મહિલાઓ એ પાણીનો ઉપયોગ કાળજીથી કરીને તંત્રને સહકાર આપવો જોઈએ વધુમાં મહિલાઓએ જણાવ્યું હતુ કે અમે પણ પાણીનો ઉપયોગ સમજી વિચારીને કરીને તંત્રને સહભાગી થશુ અને વરસાદ ઓછો છે ત્યારે પાણી ખૂબ સમજીને વાપરશુ.વોર્ડ નં.૨ના મહિલાઓ એ જણાવ્યું હતુ કે, અમે વિજયભાઈ રૂપાણી અને સરકારના ખૂબજ આભારી છીએ જેમને રાજકોટના પાણી પ્રશ્નને ભૂતકાળ બનાવી દીધો છે. ભૂતકાળમાં પાણી માટે ખૂબ પ્રશ્નો ઉભા થતા ત્યારે હાલ સૌની યોજના દ્વારા રાજકોટવાસીઓને રોજનું ૨૦ મીનીટ પાણી મળી રહે છે.
તંત્રને ફકત એ કરવાની જરૂર છે કે હાલ પાણી થોડુ ગંદૂ અને ડહોળુ આવે છે ત્યારે પાણી ચોખ્ખુ મળી રહે તેવી અપીલ પણ કરી હતી ઉપરાંત મહિલાઓ એ રાજકોટની મહિલાઓને ખાસ અપીલ કરી હતી કે, આ વર્ષ ચોમાસુ નબળુ હોવાથી આપણે જવાબદારી સમજી પાણીનો વ્યય ઓછો કરીએ તથા જરૂરીયાત મુજબ જ પાણીનો વપરાશ કરીએ ફકત તંત્રથી જ નહિ. બધાએ સાથે મળીને ‘પાણી બચાવો’ ઝુંબેશમાં સાથ આપવો જોઈએ તંત્ર દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવે છે.ત્યારે દરેક વ્યકિત પોતાની નૈતીક ફરજ સમજીને પાણી બચાવે તે ખૂબ જરૂરી છે. પાણી જીવન માટે અત્યંત જરૂરી છે.તે વાત હર હંમેશ બધા લોકોએ યાદ રાખવી જોઈએ ખાસ મહિલાઓ એ પણ પાણીનો ફરીથી વપરાશ થઈ શકે તે માટેકાળજી રાખવી જોઈએ.
વોર્ડ નં.૩ના મહિલાઓ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતુ કે જંકશન પ્રથમ એવો વિસ્તાર છે જયા પાણીના મીટર નવા ફલેટમાં લગાવવામાં આવ્યા છે. અને મીટર લગાવવા ખૂબજ જરૂરી છે. કારણ કે મીટર મૂકવાથી પાણીનો જે ખોટો વ્યય થાશે તે અટકી જશે અને તંત્ર દ્વારા હાલ થોડુ ડોળુ પાણી આપે છે.
જેનાથી ધણા પ્રકારના રોગચાળા પણ થઈ શકે છે. ત્યારે તંત્ર આ માટે થોડુ વધારે સતર્ક થાય તેવી અમારી ઈચ્છા છે. હાલ નર્મદાના પાણી પર આપણે આધાર રાખીએ છીએ અને સરકાર દ્વારા પાણીના પ્રશ્નને ભૂતકાળ બનાવી દેવામાં આવ્યો છે. જળ એજ જીવન છે. ને વાત હંમેશા યાદ રાખવી જોઈએ સરકાર રોજ ૨૦ મીનીટ પાણી આપે છે. તેનો મતલબ એ પણ નથી કે આપણે પાણીનો બેફામ ઉપયોગ કરીએ સૌ કોઈએ સાથે મળીને તંત્રને સહકાર આપવો જોઈએ અને ખાસ મહિલાઓએ ધ્યાન રાખવું જોઈએ કે ખોટી રીતે પાણીનો ઉપયાગે ન થાય અને જરૂરીયાત મુજબ જ પાણીનો વપરાશ કરે તથા ફરીવાર પાણીક કોઈ જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય તે વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ.
વોર્ડ નં.૪,૫ અને ૬માં પાણીની સ્થિતિહાલ ચોમાસા ઋતુ બાદ ખૂબજ પાણીની તંગી જોવા મળી રહી છે. ત્યારે ન્યારી જે રાજકોટ વાસીઓ માટે પાણીના જળ સ્ત્રોત છે, તે પણ પૂર્ણતાના આળે છે. ત્યારે રાજકોટમાં જે અનેક વિધ વોર્ડ તેમાં પીવાના પાણીની શું સ્થિતિ રહેશે, તે વિશે વિગતવાર માહિતી મેળવવામાં આવી.જેમાં વાત કરીએ વોર્ડ નં.૪ની તો વોર્ડની મહિલાઓ દ્વારા સ્પષ્ટ પણે માનવામાં આવી રહ્યું છે કે પાણીનો બગાડ ખૂબજ વધુ પ્રમાણમાં થાય છે. મહિલાઓએ જ સ્વયં શિસ્ત જાળવવું પડે એમ છે જે પાણીનો ઉપયોગ થઈ ગયેલો હોઈ છે તે પાણી જ અન્ય વપરાશ માટે ઉપયોગ કરી શકાય જેથી પાણીનો બચાવ થઈ શકે વધુમાં તેઓએ એમ પણ જણાવ્યું હતુ કે પાણી જીવન જરૂરીયાત છે. અને લોકો તેનું મૂલ્ય ભૂલી ગયા છે.જો આજ રીતે ચાલતુ રહ્યું તો તે દિવસ દૂર નથી જયારે પીવાના પાણી માટે લોકોએ વલખા મારવા પડશે તે વિસ્તારની મહિલાઓએ અમે પણ જણાવ્યું હતુ કે, જો સરકાર વિજની જેમ જે મીટર મૂકવામાં આવ્યા છે. તેવી જ રીતે પાણી માટે મીટર મૂકવામાં આવશે. જેથી પાણીનો બચાવ થઈ શકે અને લોકોને નૈતીક ફરજ પણ બનશે અને તેમને સમજાશે, કે પાણી કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો.
વધુમાં તેઓએ તંત્રને પણ તાકીદ કરતા જણાવ્યું હતુ કે તંત્રએ શિયાળાની ઋતુમાં પાણીનો કાપ મૂકવો જોઈએ અને તે સમયે જે પાણીનો બચાવ થાય છે તેને ઉનાળામાં ઉપયોગમાં લાવી શકાય જેથી પાણીની જે કટોકટી થાય છે તે ન થાય સુજાવોમાં તેઓએ સ્પષ્ટ પણે જણાવ્યું હતુ કે, લોકો અને ખાસ મહિલાઓએ પોતાની જવાબદારી સમજી પાણીનો ઉપયોગ કરવો જોઈએ.
એવી જ રીતે વોર્ડ નં.૫ની મહિલાઓએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે,પાણી ઘણી વખત ખૂબજ ઓછા પ્રમાણમાં આવે છે. તો કયાંક ડોળુ પાણી પણ આવે છે, જેથી લોકોને ઘણી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાંની મહિલાઓએ પોતે જ સ્વીકાર કરતા જણાવ્યું હતુ કે ઘણી ખરી જગ્યાએ ભૂતીયા કનેકશનો જોવા મળતા હોઈ છે ત્યારે સ્થિતિ એવી નિર્માણ પામે છે જેમાં જરૂરીયંત વાળા લોકોએ જેને પાણીની જરૂરીયાત છે તેને નથી મળતુ, જયારે ભૂતીયા કનેકશન વાળા લોકોને પાણી ખૂબજ સારી રીતે મળે છે જે અન્યાય છે.
ત્યારે તંત્રએ નિયમિત પણે દરેક વોર્ડમાં ચેકીંગ કરવું જોઈએ અને ભૂતીયા કનેકશન હોઈ તેને દંડીત કરવા જોઈએ આથી પાણીનો જે દુરઉપયોગ થઈ રહ્યો છે તે ન થાય વધુમાં વોર્ડ નં.૫ની મહિલાઓએ સ્પષ્ટ પણે જણાવ્યું હતુ કે, મહિલાઓએ પાણીની કદર કરવી જોઈએ, ઘણા વિસ્તારો એવા છે.જેને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે અન્ય વિસ્તારોમાં રોડ વાર પાણીનો બગાડ થતો જોવા મળે છે. જે ન થવો જોઈએ તેમનું માનવું છે કે તંત્રએ ઉનાળામાં પૂરતું પાણી આપવું જોઈએ તેના માટે જે કોઈ પગલા લેવામાં આવે તે માટે તેઓ તૈયાર છે. જયારે પાણીના મીટર બને તેટલા જલ્દી મૂકવા તેઓએ તંત્રને તાકીદ પણ કરી છે.
પાણીની સમસ્યાને લઈ વોર્ડ નં.૬ની મહિલાઆએ વાત કરતા જણાવ્યું હતુ કે તેઓને પીવાના પાણીની સહેજ પણ તકલીફ નથી પરંતુ મુખ્ય પ્રશ્ન તેમના વોર્ડનો એ છે કે, પાણીનો બગાડ ખૂબજ વધુ થાય છે. તેને કેવી રીતે નિવેડવો તે મહત્વનું છે.
આ તકે તેઓએ સ્પષ્ટ પણે જણાવ્યું હતુ કે, જો આ રીતે રહ્યુંં તો ઘણી વીકટ સમસ્યાનો સામનો રાજકોટવાસીઓએ કરવો પડશે રોડ પર પાણીનો જે બગાડ થઈ રહ્યો છે તે ન થવો જોઈએ પાણીનો બગાડ અટકાવવા લોકો જો ડ્ટી મારી દે તો જરૂરીયાત પ્રમાણેનું પાણીનો ઉપયોગ થઈ શકશે, જેના કારણે ઘણી તકલીફો અને ઘણી સમસ્યાઓ જે લોકોને ઉદભવીત થઈ રહી છે.
તે નહી થાય તથા પાણીના મીટરને લઈ તેઓએ રાજીપો વ્યકત કરતા જણાવ્યું હતુ કે, જો તંત્ર પાણીનું મીટર મૂકી દે, વહેલા તો પાણીની ઉપયોગીતા અને તેનું મહત્વ લોકોને સમજાય જશે, જેથી મહત્તમ તકલીફોનો અંત આવશે નર્મદા આધારીત રહેવાના પ્રશ્ને તેઓ સ્પષ્ટ પણે માની રહ્યા છે કે, જો પાણીનો સંગ્રહ કરવામાં આવે તો લોકોને પડતી હાલાકીનો સામનો ન કરવો પડે.
વોર્ડ નં.૭,૮ અને ૯માં પાણીની સ્થિતિ
શહેરના વોર્ડ નં.૭માં શહેરનાં જૂના વિસ્તારો રઘુવીરપરા પરાબજાર, સોનીબજાર, પેલેસ રોડ વગેરે જેવા વેપારી વિસ્તારોથી લઈને પંચનાથ પ્લોટ, જાગનાથ પ્લોટ વગેરે જેવા રહેણાંક વિસ્તારો ભીલવાસ, ઠકકરબાપા હરિજનવાસ જેવા પછાત વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ભદ્ર વિસ્તારોમાં તો નિયમિત ૨૦ મીનીટ સુધી પાણી મળી રહ્યું છે. પરંતુ, પાણી ઓછા ફોર્સની અને પ્રારંભમાં ગંદુ પાણી આવતુ હોવાની ફરિયાદો સામાન્ય પણે જોવા મળી હતી.
આ વોર્ડના ઠકકર બાપા હરિજનવાસમાં વિસ્તારમાં પાણી ૧૦ થી ૧૨ મીનીટ જ આવતું હોવાની તથા પાણીની લા,ન સાથે ભૂર્ગભ ગટરનું ગંદુ પાણી મિકસ થઈ ને આવતું હોવાની વિસ્તારવાસીઓએ મોટાપાયે ફરિયાદો કરી હતી. આ વિસ્તારવાસીઓના જણાવ્યા મુજબ દરરોજ આવતા પાણી સાથે ભૂગર્ભ ભટરનું ગંદુ પાણી આવતું હોય પહેલી પાંચ મીનીટનું પાણી પીવાતો ઠીક વાપરવાના ઉપયોગમાં પણ લઈ શકાતુ નથી.
માત્ર એટલું જ નહી આ વિસ્તારોમાં પાણી પણ પૂરતા ફોર્સથીઆ આવતુ નથી અને ૨૦ મીનીટની જગ્યાએ માત્ર ૧૨ થી ૧૫ મીનીટ જ આવતું હોવાનું વિસ્તારવાસીઓએ જણાવ્યું હતુ આ વિસ્તારવાસીઓને પીવાના પાણી માટે ડંકકી કે ડીપવેલનો પાણીનો ઉપયોગ કરવો પડે છે આવા ગંદા પીવાના પાણી પીવાથી અનેક વિસ્તારવાસી બિમાર પડી જતા હોવાના આક્ષેપો કર્યા હતા. આવી સ્થિતિ, સદર વિસ્તારમાં અપાતા પાણીની હોવાનો વિસ્તારવાસીઓએ આક્ષેપ કર્યો હતો.
વોર્ડ નં.૮માં આવતા વિસ્તારોમાં પણ મોટાભાગે ભદ્ર રહેણાંક વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વોર્ડના અમીન માર્ગ પર આવેલા ટાગોરનગરમાં હાલમાં ૧૫ મિનિટ જેટલુ જ પાણી અપાઈ રહ્યાનું વિસ્તારવાસીઓએ જણાવીને ઉમેર્યું હતુ કે દિવાળીના તહેવારો દરમ્યાન સાફ સફાઈ માટે આટલું પાણી પૂરૂ થતુ ન હોય વેંચાતુ પાણી લઈને ચલાવવું પડી રહ્યું છે.
જયારે આજ વોર્ડના લક્ષ્મી સોસાયટી વિસ્તારની મહિલાઓ તેમનું પૂરતુ પાણી અપાતું નહોવાનો આક્ષેપ કરી રહી છે. આ મહિલાઓએ જણાવ્યું હતુકે તેમના વિસ્તારમાં પાણી કાપતો નથી આવતો પરંતુ, પાણી ઓછા ફોર્સથી આવતું હોવાનો તથા શરૂઆતમાં ગંદુ પાણી આવતુ હોવાનું જણાવ્યું હતુ. આ વિસ્તારમાં મહાનગરપાલીકા તંત્ર દ્વારા પાણીના મીટર મૂકવા થઈ રહેલી તજવીજનો પણ વિસ્તારવાસીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો.
વોર્ડનં.૯માં રૈયા રોડ યુનિ. રોડ વગેરે જેવા જુના વિસ્તારો અને નવા વિકાસ પામેલા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વોર્ડનામોટાભાગના વિસ્તારોમાં પણ પૂરતુ પાણી મળતુ હોવાના વિસ્તારવાસીઓએ આક્ષેપો કર્યા હતા. આ વોર્ડનારૈયા ટેલીફોન એકસચેંજ પાછળ આવેલા ગોલ્ડન પાર્ક વિસ્તારમાં વિસ્તારવાસીઓએ પાણી ઓછુ આવતું હોવાનો તથા પાણી ઓછા ફોર્સથી આવતું હોવાનું જણાવ્યું હતુ આ વિસ્તારમાંની મહિલાઓએ દિવાળીના તહેવારો પર સાફ સફાઈ માટે પાણી વેંચાતુ લેવું પડતુ હોવાનું જણાવીને મનપા તંત્ર તહેવાર પર વધારે પાણી આપે તેવી માંગ કરી હતી.
વોર્ડ ૧૦,૧૧ અને ૧૨માં પાણીની સ્થિતિ
અબતક સાથેની વાતચીત દરમિયાન વોર્ડ નં.૧૦માંથી મહિલા મોરચાના મહામંત્રી ચેતનાબેન શાહએ જણાવ્યું હતુ કે આ વર્ષે વરસાદ ઓછો થયો છે પરંતુ આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતની જનતા માટે ઘણા કામો કર્યા છે. અને લોકોને પિવાનું પાણી મળી રહે તે માટે પૂરતા પ્રયાસો કર્યા છે.
આ વખ્તે વરસાદ ઓછો થયો હોવાથી આપણે પાણીનો વધુ બગાડ ન કરવો જોઈએ જોઈતા પૂરતુ પાણી વાપરવું જોઈએ જેથી ભવિષ્યમાં પાણીની વધુ કટોકટી ન સર્જાય. જેટલા ભૂતીયાનળ કનેકશન છે. તે લિગલ થઈ જાય તેને કાયદેસર કરવામાં આવે.
પાણી ૨૦ મીનીટ આપવામાં આવે છે ત્યારે જેને પાણી વહેલુ ભરાય જાય તે પાણીને વેડફે નહી અને પોતાનો નળ બંધ કરી દે તો બીજાને વધુ પાણી આવે અને તે ભરી શકે અને આવી રીતે લોકો સમજીને પાણીનો ઉપયોગ કરશે તો રાજકોટમાં પાણીનો પ્રશ્ન રહેશે નહિ આપણે નર્મદા સિવાય ભાદર નદી પર આધાર રાખી શકીએ એકવાર પાણીનો ઉપયોગ થઈ ગયો હોય તો તેનો ફરીથી ઉપયોગ બીજા કામ માટે કરવો જોઈએ જેવુંકે પોતા મારીને જે પાણી બચ્યું હોય તેને ફળીયું ધોવા-સંડાસ બાથરૂમ ધોવા માટે લેવું જોઈએ.
અબતક સાથેની વાતચીત દરમિયાન વોર્ડ નં.૧૧ હંસાબેન વોરાએ જણાવ્યું હતુ કે આ વર્ષે વરસાદ ઓછો થયો છે. તો પાણીનો ઉપયાગે જરૂરીયાત મુજબ જ કરીએ છીએ અને અમારા વિસ્તારમાં પાણી પણ જોઈતા પૂરતુ જ આવે છે. અને જે લોકો પાણીનો બેફામ ઉપયોગ કરે છે.
જેવા કે ફળીયા ધોવા, ઓટલા ધોવા, વાહનો ધોવા, વગેરેમાં પાણીનોભરપૂર ઉપયોગ કરે છે જો તે ન કરે તો પાણીની બચત થઈ શકે તથા વધુમાં જણાવ્યું કે પાણી માટે ના મીટર મૂકવામાં આવે તો પાણીના વપરાશ અંગે ખ્યાલ આવે અને લોકો જોઈતા પુરતુ જ પાણી વાપરશે.
અમે એક વખત જે પાણીનો ઉપયોગ કરીએ હોય તેનો ફરીથી ઉપયોગ કરીએ છીએ જેવું કે જો પોતા કરવા માટે પાણીનો ઉપયોગ કર્યો હોય તો તે જ પાણીનો ઉપયોગ બાથરૂમ-સંડાસ તથા ફળીયા ધોવા માટે કરીએ છીએ. અમે એવું ઈચ્છી છીએ કે જયારે પાણી આવે ત્યારે તંત્ર દ્વારા ચેકીંગ કરવામાં આવે તો જે લોકો મોટર મૂકીને પાણી ભરે છે. અથવા જેના ભૂતીયા નળ છે.
તેનો ખ્યાલ આવે અને દંડ કરી શકે, ભવિષ્યમાં પાણીની અછત વર્તાશે જ તેથી અત્યારથી જ જો પાણીનો જોઈતા પૂરતો જ ઉપયોગ કરીશું તો આગળ જતા આપણને પાણી મળી શકો નહિતર બહારથી વેંચાતુ પાણી લેવું પડશે. તેથી જોઈતા પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ.
વોર્ડ નં.૧૨ના રહેવાસીઓએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે આ વખતે વરસાદ ઓછો છે ત્યારે અમારી સોસાયટીમાં અત્યારથી જ પાણીના થોડા ઘણા પ્રશ્નો વધ્યા છે. જે લોકો પાણીનો બગાડ કરે છે બેફામ ઉપયોગ કરે છે. વાહનો ધોવા, રોડ ઉપર પાણી ઢોળવું ફળીયા ધોવા આ બધુ બંધ કરી તો અને પાણીનો જેટલો ઉપયોગ હોય તેટલુ વાપરે તો આવતા દિવસોમા જે પાણીના પ્રશ્નો ઉભા થશે તે ઓછો થશે અને બધાને પાણી મળી રહે. આ વખ્તે વરસાદ ઓછો છે તો બધાએ જાતે જ સમજીને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોશે નહીતર પાણી વેંચાતુ મંગાવવું પડશે.
વધુમાં જણાયું કે જેને ભૂતિયા નળ હોય તે કાયદેસર થઈ જાય તા તંત્ર દ્વારા પાણી આવે ત્યારે ચેકીંગ કરવામાં આવે તો જે લોકો મોટર મૂકીને પાણી ભરતા હોય જેના ભૂતીયાક કનેકશન હોય તેની ખબર પડી જાય અને તેને દંડ કરી શકે આવતા દિવસોમાં પાણીની કટોકટી ન આવે તેના માટે અમે લોકો અત્યારથી જ પાણીનો જોઈતા પૂરતો જ ઉપયોગ કરએ છરીએ જેથી ભવિષ્યમાં પીવાનું પાણી અમને મળી રહે.
પાણીની પરિસ્થિતિને લઇ રાજકોટ વોર્ડ નં.૧૩ના આવાસ યોજનામાં લોકોએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ફકત ૧૦ મીનીટ પાણીના વિતરણમાં પણ પાંચ મીનીટ ગંદુ પાણી આવી રહ્યું છે. પાણીમાં કદડો હોય તેવું ગંદુ પાણીના ઉપયોગથી બાળકો અને લોકો માંદા પડી રહ્યા છે. ઓછામાં ઓછું ર૦ મીનીટ સુધી પાણીનું વિતરણ થવું જોઇએ. મોટું કુટુંબ હોય તેમાં આટલા પાણીમાં કે પુરુ પાડવું વેરાને બધુ ભરવા છતાં પણ પાણી વિતરણ સરખુ થાતું નથી.
સાથે વોર્ડ નં.૧૩ ના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે જણાવ્યું હતું કે લોકો પોતાની રીતે બચાવ કરે છે પરંતુ લોકો પુરતુ પાણી મળી નથી રહ્યું અને જે મળે છુ તે પણ ગંદુ પાણ છે તો કોર્પોરેશનને એટલું જ કહેવાનું કે જે પાણીનું વિતરણ થાય છે તે ચોખ્ખુ થાય. તહેવારો જયારે આવી રહ્યા છે.
ત્યારે ૧૦ મીનીટના વિતરણમાં કેમ પુરુ પાડવું, લોકોમાં પણ કોર્પોરેશનના પાણીના વિતરણ સાથે રોષ દાખવે છે. અને આ કોર્પોરેશન ના નળ કનેકશન અમારે જોતા જ નથી તેવી માંગ કરી રહ્યા છે. આ સાથે ગંદકીને લઇને પણ વિસ્તારમાં અલગ અલગ રોગ ઉપન્ન રહ્યા છે.
સાથો સાથ વોર્ડ નં. ૧૩ ના પ્રભાતભાઇ ડાંગરે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વોર્ડ નં.૧૩ માં આવાસ યોજનામાં જ ફકત આ પ્રશ્ન નથી. ઘણા બધા વોર્ડની અંદર પહેલા તો ગંદા પાણીનો પ્રશ્ન મહત્વનો છે. બીજો પ્રશ્ન પાણીના વિતરણનો છે કે કે ર૦ મીનીટ સુધી પાણી નથી મળતું તેમાં પણ પહેલી પાંચ મીનીટ ગંદુ પાણી આવતું હોવાથી વેડફી દેવું પડે છે.
પાંચ મીનીટના વિતરણમાં વપરાશ માટેનું પાણી સંગ્રહ કરવું શકય નથી. કારણ કે કોર્પોરેશનને જે વાતો કરે છે. સાથે લોકોને ર૪ કલાક પાણી મળે અને શહેરોમાં ડેમો ભરવાની વાતો કરે છે. તે તદન ખોટી છે. ખરાબ પાણીને લઇ વિસ્તારમાં સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર જોવા મળે છે. અનેકવાર તંત્ર સામે રજુઆત કરવા છતાં કોઇ જવાબ મળી રહ્યા નથી. વોર્ડ નં.૧૩ માં ત્રણ પાણીના ટાંકા આવેલા છે.
જેના મારફત પાણીનુ વિતરણ થાય છે. નર્મદાથી પાણી આજીમાં ઠલવાય છે. જયાંથી ઘર સુધી પહોચતા ટાઇમીંગમાં ઘણો ફેરફાર થઇ જાય છે તેનાથી આખા રાજકોટની વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જાય છે. કલ્પસર યોજનાની કાર્યવાહી જો આગળ વધારવામાં આવે નહિંતર ગામડાના લોકોને હિજરત કરવી પડશે. શહેરમાં પાણીની વ્યવસ્થા તે પુરતી નથી. ભૂતિયા કનેકશન પણ હોય શકે છે તો તેવા જોડાણને અધિકારીઓ પકડે અને દંડ કરે પરંતુ ભૂતિયા કનેકશનને લઇ કોર્પોરેશન જો ઝુંબેશ ચલાવે તો તેવા સારા પરિણામો મળી શકે છે.
હાલમાં થઇ રહેલી પાણીની પરિસ્થિતિને લઇ અબતક સાથેની વાતચીતમાં વોર્ડ નં.૧૪ ના વાણિયાવાડી વિસ્તારના લોકોએ વાત કરતાં જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં પાણી તો સારુ જ આવે છે અમારા વિસ્તારમાં હાલ કોઇ તકલીફ જોવા મળની નથી.
ર૦ મીનીટ સુધી તો પાણીનું વિતરણ થાય જ છે. આ વર્ષે વરસાદ ઓછો હોવા છતાં પણ સરકારે પાણી માટે કોઇ સમસ્યા રહેતી નથી. અને પાણીને લઇને લોકોને પુરતી સુવિધાઓ માટે પણ સરકાર ચિંતિત રહે છે. વરસાદ ઓછો પડવાથી પાણીનો સંગ્રહ કરવા માટે મોટા ટાંકા બનાવી લોકોએ પાણીનો સંગ્રહ કરવો જોઇએ. પાણીનો કયાંય પણ બગાડ ન થાય તેના માટે પણ તંત્રએ રસ લેવો જોઇએ.
સાથે વોર્ડ નં.૧૪ ના પ્રમુખ જોષીભાઇએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વોર્ડમાં કુલ ૩૭ એરિયા અને ૬૫૦૦૦ મતદાનર છે. તમામ એરીયામાં પાણીનું વ્યવસ્થિત વિતરણ કરવામાં આવે છે. દિવાળી પછી તાજેતરમાં જ અમારા વોર્ડમાં કોર્પોરેટો દ્વારા વોર્ડમાં એલડી
પાણીની લાઇન રર કરોડના ખર્ચે બનાવાની જોગવાઇ ચાલી રહી છે. જેનાથી ભુતિયા કનેકશન અને ગંદા પાણીની સમસ્યા દરુ કરી શકાશે. એલડી જોડાણ બાદ તબકકા વાર અલગ અલગ વોર્ડમાં ર૪ કલાક પાણીનું વિતરત કરવામાં આવશે. ત્યારે ર૪ કલાક પાણીમાં લાભ સામે મીટર પઘ્ધિત પણ અપનાવામાં આવશે.
જે એક સારો પ્રયત્ન કહી શકાય. કલ્પસર યોજના જયારે સાકાર થશે ત્યારે સોનામાં સુગંધ ભળી શકે., વિજયભાઇ ‚પાણી જયારે પાણી પુરવઠા મંત્રી હતા ત્યારે દુષ્કાળની પરિસ્થિતિ છતાં પણ બેડા-યુઘ્ધ જેવી ઘટના નહોતી થઇ અને એલડી પાઇપ લાઇન કનેકશન બાદ ભુતિયા જોડાણ જેવી પરિસ્થિતિ ભૂતકાળ થઇ જશે.
સાથે વોર્ડ નં.૧૪ ના કોર્પોરેટર જયમીનભાઇ ઉ૫ાઘ્યાયએ જણાવ્યું હતું ક.ે આ તો વરસાદની અછત છે અને સૌની યોજના આવી છે પરંતુ આ પહેલા જયારે ડેમમાં પાણી ન હતું ત્યારે પણ પાણી વિતરણમાં કોઇ મુશ્કેલી પડવા દીધી નથી. હર વર્ષે વરસાદની અછત સામે બેડા-યુઘ્ધ જોવા મળે છે.
પરંતુ આ વર્ષે વિજયભાઇ રૂપાણી અને સરકારે તેવી પરિસ્થિતિ સર્જવા દીધી નથી. ગુજરાત સાથે સાથે સૌરાષ્ટ્રના લોકોને પણ મુશ્કેલી પડે છે કારણ કે આપણી પાસે પાણી સંગ્રહના સાધનો ખુબ ઓછા છે. વિજયભાઇ દ્વારા જે તળાવ ઊંડાણનો અભિયાન હતો જેના લાભ ભવિષ્યમાં જરુર લોકોને પ્રાપ્ત થશે. ત્યારે નર્મદા, સૌની યોજના કે કલ્પસર યોજના તો લાભ સૌરાષ્ટ્રના લોકોને મળે તો સૌરાષ્ટ્રની ખેતી સમુહ રહે સાથે લોકોને પીવાનું પાણી પણ મળી રહે.
આવનાર દિવસોમાં પણ કલ્પસર યોજનાથી લોકોને મોટો ફાયદો થશે અને અને મનધાર્યો પાક ઉતારી શકશે. સરકાર દ્વારા પાણી સંગ્રહ માટે યોજનાઓ છે જે જેમ કે રાંદેડા તળાવ છે. અટલ તળાવ છે. ગંદાપાણીનો ઉપયોગ ફરી થાય અમે ઇન્ડસ્ટ્રીઝમાં પણ ગંદા પાણીને ફરીથી ઉપયોગ થાય અને વરસાદરના પાણી માટે પણ સંગ્રહ થાય તો આવનાર સમયમાં કહેવાય કે પાણી માટે પુરુ થવાનું છે તે પુર ન થાય આવનારી પેઢી માટે જો કોઇ મૂકવું હોય તો તે છે સારુ વાતાવરણ અને સારુ પાણી વોર્ડ નં.૧૪ માં ડી.આઇ. નેટવર્ક પાથવામાં આવ્યું છે.
જેની કામગીરી ટુંક સમયમાં જ શરુ કરવામાં આવશે. પાણીનો બગાડ અને પાણી ચોરી ન થાય તેના માટે ૪૮ કરોડના ખર્ચે ડી.આઇ. પાઇપ લાઇનનું જોડાણ કર્યુ છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ડી.આઇ. નેટવર્ક ચાલુ થઇ ગયું છે. ડી.આઇ. નેટવર્ક આવતા લોકોને ગંદા પાણીનો પ્રશ્ન કે પાણીનો ચોરીનો પ્રશ્ન નહી રહે તેવું સુંદર આયોજન રાજકોટ મહાનગરપાલિકા અને કોર્પોરેટર દ્વારા થઇ રહ્યું છે. ડી.આઇ. નેટવર્ક આવ્યા બાદ ૩પ૦ થી ૪૦૦ લીટર મળવા પાત્ર પાણી મફતમાં જ મળશે પરંતુ વધારાના પાણીનો ઉપયોગ માટે મીટર સીસ્ટમ ગોઠવવામાં આવશે જેનાથી કોઇ પાણી ચોરી જેવો પ્રશ્ન ન રહે.
પાણીની સમસ્યાને લઇ વોર્ડ નં.૧પ ના ગંજીવાડા વિસ્તારમાં અબતક સાથેની વાતચીતમાં લોકોએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં રોજ ૧પ મીનીટ પાણી વિતરણ કરવામાં આવે છે. તેમાં પણ પહેલા ગંદુ પાણી આવે છે. ગંજીવાડા વિસ્તારમાં બધાના ઘરમાં પાણીની તકલીફો રહે છે.
સાથે પાણીની અછતને કારણે પાણીને લઇને લોકોમાં બચાવ પણ કરવામાં આવે છે. વાસણોમાં ભરીને પાણીનો સંગ્રહ પણ કરવામાં આવે છે. શરુઆતની પાંચ મીનીટ પાણી ગંદા પાણી આવવાને કારણે પાંચ મીનીટ પાણી ગંદા પાણી આવવાને કારણે ભરી શકાતું નથી. પાણીનું વહેચાણમાં જેટલા સમય પાણી વિતરણ થાય તેમાં સારુ પાણી મળવું જોઇએ. ઓછા વરસાદને કારણે પાણી ઓછું આવાથી વપરાશમાં પણ સાવચેતી રાખવી પડે છે.
સાથે અબતક સાથેની વાતચીતમાં વોર્ડ નં.૧પ ના કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયાએ જણાવ્યું હતું કે આ કોંગ્રેસનો વોર્ડ છે માટે સરકાર દ્વારા વોર્ડ પર પુરતુ ઘ્યાન આપવામાં આવી રહ્યું નથી. વારંવાર રજુઆત છતાં કોઇ પગલા લેવામાં નથી આવી રહ્યા તંત્ર દ્વારા દરરોજ લોકોને ૩૦ મીનીટ સુધી પાણીનું વહેચાણ કરવામાં આવુ જોઇએ. સાથે ડેનેજ લાઇન અને પાણીની લાઇનો બદલવાનો પણ રજુઆત કરવામાં આવી છે. લોકો સમજી જ ગયા છે લોકો દ્વારા પાણીનો ઉપયોગ ઓછો જ કરવામાં આવે છે.
પરંતુ સરકાર દ્વારાજ લોકોને પુરતુ પાણી મળતું નથી. તો પાણીનો વધુ ઉપયોગ કેવી રીતે કરી શકે, ત્યારે ભાજપના બધા મિત્રો અને મુખ્યમંત્રી સહીત તમામ લોકોને કહું છું કે પુરતુ પાણી પહેલા રાજકોટની પ્રજાને આપો પછી મોટી મોટી વાતો કરજો. સાથે કલ્પસર યોજના વિશે જણાવતાં કહ્યું હતું કે નર્મદાનો પાયો જવાહરલાલ નહેરુ એ પાયો નાખ્યો હતો. નર્મદાથી કચ્છ સુધી પાણી પણ કોંગ્રેસે પહોચાડયું હતું. ત્યારે મોદી સાહેબને વિનંતી છે કે પહેલા રાજકોટની પ્રજાને પાણી આપો ફોટા તમારા સાઇડમાં રાખો.
વોર્ડ નં. ૧૬, ૧૭, અને ૧૮ માં પાણીની સ્થિતિ પાણીની સમસ્યાને લઇ વોર્ડ નં. ૧૬ ના બહેનોએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે પાણી પ્રશ્ન ખુબ જ જવલિત છે. હાલમાં પાણી નિયમીત આવે છે પરંતુ પીળુ અને ડોળુ પાણી આવેછે. ખાસ તો કપડા, વાસણ જેવા કામમાં કરકસર કરવી પડે છે. કપડા ને ડિટરજન્ટને બદલે. તૈલી સાબુ વાપરવામાં આવે છે. જેથી પાણીનો બચાવ છે.
પાણી પહેલાથી જ ર૦ મીનીટ આવે છે. પરંતુ ફોર્સ ઓછો થઇ ગયેલ છે. ખાસ તો ગંદુઅને દુષિત પાણી આવે છે. જેથી પીવા માટે પાણી ફીલ્ડર કરવું પડે છે. અને બધા પાસે ફિલ્ટર પણ હોતા નથી તેથી પાણી ઉકાળીને ઉપયોગમાં લેવાય છે. ભુતીયા નળ અને મોટર જેવા લોકો મુકે છે. તેમની તરફ ખાસ પગલા લેવા જોઇએ જ ઉપરાંત પાણીનો પ્રશ્ર્ને લોકોએ પાણીની ટાંકીઓ નખાવવી પડે છે.પરંતુ દરેક લોકોને આ બાબત પોસાતી નથી.
વોર્ડ નં. ૧૭ બાબરીવાળા-ર વિસ્તારની બહેનોએ જણાવ્યું કે પાણીની તંગી ખુબ જ જોવા મળે છે પાણી નિયમીત પણે આવે છે પરંતુ પાણી ખુબ ડોળુ અને ૧૦ મીનીટ માટે જ આવે જ છે. આમને સ્થીતી રહેવાથી વપરાશ માટે પણ પુરતુ પાણી મળી રહેતું નથી. પીવાના પાણીને લઇને પણ ખુબ જ પ્રશ્નો જોવા મળે છે.
પીવાના પાણીની પણ વ્યવસ્થા ન હોવાને કારણે લોકોએ પાણીને ઉકાળીને પીવું પડે છે. ઘણી વખત શરુઆતમાં પાણીમાં જીવડા આવતા હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું. તેથી લોકોની હાલ તંત્ર સામે લાલ આંખ જોવા મળે છે. પાણીને બચાવા માટે લોકો ઘણા ઉપાયો હાથ ધરે છે. પરંતુ જો પાણી જ પુરુ ન આવે તો કોઇ વ્યકિત કંઇ રીતે પાણીનો વપરાશ કરે.
વોર્ડ નં.૧૮ ના લોકોએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે પાણી ખુબ જ ઓછું આવે છે. થોડા સમય પહેલા નર્મદા નીર આવ્યું છે. પણ હાલમાં પણ માત્ર ૧૦ મીનીટ જ પાણી આવે છે. બોરના પાણીનો હરહંમેશા સહારો લેવો પડે છે. ખાસ તો પાણી વધુ ડોળુ હોવાથી તેનો યોગ્ય ઉપયોગ પણ નથી થતો.
પાણી ઓછું આવે છે ત્યારે બોરનાં પાણી પર આધાર રાખવો પડે છે. ખાસ તો પાણી આવે ત્યારે શરુઆતમાં પાણી ડોળુ આવે છે જેથી ખુબ જ પ્રશ્નો ઉદ્દભવે છે. નળનું પાણી એટલું નથી આવતું જેથી ડંકી અને બોરના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. પાણી સા‚ અને વધારે આવે તે માટેની રજુઆત પણ રહેવાસીઓ એ કરેલી છે.
પાણીની ચિંતા…
અને સરકાર હંમેશા આજ રીતે પાણી પહોચાડવા માટે કટીબધ્ધ છે. ચોમાસુ નબળુ છે. પરંતુ રાજકોટવાસીઓને પાણી રોજે રોજ મળી જ રહેશે હાલ પાઈપલાઈનનું કામા ચાલુ હોવાથી નર્મદાનું પાણી બંધ છે. અને આજી ડેમ પણ ૨૨ ફૂટ ભરેલ છે. ભવિષ્યમાં પાણીની જરૂરીયાત મુજબ હંમેશા નર્મદાનું પાણી રાજકોટવાસીઓ મળતુ જ રહેશે તંત્ર દ્વારા મીટર મૂકવાનું પણ વિચારણા ચાલી રહી છે.
અને મીટર મૂકવા પણ ખૂબ જરૂરી છે. જેથી પાણીના વપરાશ પર અંકુશ રાખી શકાય. ભૂતીયા કનેકશન જયા છે. ત્યાં પણ વેરો વસુલાત ચાલુ જ છે. અને આવા કનેકશન ધ્યાનમાં આવતા જ કોર્પોરેશન દ્વારા કટ કરી નાખવામાં આવે છે. પાણી બધા માટે ખૂબજ જરૂરી છે અને તેનું મહત્વ સમજીને લોકોએ પાણીનો ઉપયોગ કરવો જોઈએ વધુમાં તેમણે જણાવ્યું હતુ કે નર્મદાનું પાણી મળી જ રહે છે. પરંતુ લોકોને પણ અપીલ છે કે ખૂબ સમજી વિચારીને પાણીનો ઉપયાગે કરવો જોઈએ જેથી કોઈ પણ જાતની સમસ્યા ન સર્જાય.
રાજકોટવાસીઓ પાણીની ચિંતા ન કરે મહિલાઓ સમજી વિચારી પાણીનો ઉપયાગે કરે: મેયર
રાજકોટના પ્રથમ નાગરીક મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યુંં હતુ કે, પાણી માટે રાજકોટવાસીઓએ મુઝાવાનીજરૂર નથી, પાણી રોજ ૨૦ મીનીટ આપવાનું સરકારે વચન કરેલ છે. અને પાણીનો ઉપયાગે માટે બધા સાથ સહકાર આપે તેવી તંત્ર દ્વારા બધાને અપીલ છે.
ખાસ મીટર માટે પણ હાલ વિચારણા ચાલી રહી છે. જેથી ટુંક સમયમાં જ પાણી માટેના મીટરો પણ લગાવી દેવામાં આવશે હાલ નર્મદાનું પાણી રાજકોટવાસીઓને મળી રહે છે ત્યારેઈ સ્ત્રોતની જરૂર નથી, ભવિષ્યમાં કોઈ પણ પાણીની કટોકટી ન સર્જાય તે માટે સરકાર કટીબધ્ધ છે. અને વધુમાં બધી મહિલાઓ ને અપીલ કરતા જણાવ્યુંમહિલાઓ ખાસ પાણીનો સમજી વિચારીને ઉપયોગ કરે અને પાણીનો ખોટો વ્યય થતા અટકાવે બધા પોતાની નૈતીક ફરજ સમજીને પાણીનો વપરાશ કરે તે ખૂબજ જરૂરી છે.
મ્યુનિ. ફા. બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતુ કે પાણી જીવન માટે ખૂબજ જરૂરી છે. અને લોકો પણ હાલ આ બાબતે ગંભીર બન્યા છે. ત્યારે પાણીનો બગાડ ન થાય તે ખૂબ જરૂરી છે.અને સૌની યોજના દ્વારા નર્મદાના નીર હંમેશા રાજકોટવાસીઓને મળતા જ રહેશે જેથી પાણીનો પ્રશ્ન ઉદભવશે નહી.
રાજકોટ મહાનગરપાલીકાના વોટર વર્કસના ચેરમેન બાબુભાઈ આહિરએ જણાવ્યું હતુ કે ભૂતકાળમાં રાજકોટમા પાણીના ઘણા પ્રશ્નો હતા. લોકોને પાણી માટે ઘણુ હેરાનગતી થતી ત્યારે ભાજપ સરકાર દ્વારા સૌની યોજના થકી નર્મદાના પાણી રાજકોટ સધી પહોચાડીને રાજકોટના પાણીના પ્રાણ પ્રશ્નને ભૂતકાળ બનાવી દેવામાં આવ્યો છે. હાલ રાજકોટવાસીઓને રોજનું ૨૦ મીનીટ પાણી પહોચાડવામાં આવે છે.
અને સરકાર હંમેશા આજ રીતે પાણી પહોચાડવા માટે કટીબધ્ધ છે. ચોમાસુ નબળુ છે. પરંતુ રાજકોટવાસીઓને પાણી રોજે રોજ મળી જ રહેશે હાલ પાઈપલાઈનનું કામા ચાલુ હોવાથી નર્મદાનું પાણી બંધ છે. અને આજી ડેમ પણ ૨૨ ફૂટ ભરેલ છે.
ભવિષ્યમાં પાણીની જરૂરીયાત મુજબ હંમેશા નર્મદાનું પાણી રાજકોટવાસીઓ મળતુ જ રહેશે તંત્ર દ્વારા મીટર મૂકવાનું પણ વિચારણા ચાલી રહી છે. અને મીટર મૂકવા પણ ખૂબ જરૂરી છે. જેથી પાણીના વપરાશ પર અંકુશ રાખી શકાય. ભૂતીયા કનેકશન જયા છે.
ત્યાં પણ વેરો વસુલાત ચાલુ જ છે. અને આવા કનેકશન ધ્યાનમાં આવતા જ કોર્પોરેશન દ્વારા કટ કરી નાખવામાં આવે છે. પાણી બધા માટે ખૂબજ જરૂરી છે અને તેનું મહત્વ સમજીને લોકોએ પાણીનો ઉપયોગ કરવો જોઈએ વધુમાં તેમણે જણાવ્યું હતુ કે નર્મદાનું પાણી મળી જ રહે છે. પરંતુ લોકોને પણ અપીલ છે કે ખૂબ સમજી વિચારીને પાણીનો ઉપયાગે કરવો જોઈએ જેથી કોઈ પણ જાતની સમસ્યા ન સર્જાય.