આજે વિશ્ર્વ આખામાં પાણી બચાવવા માટેની તીવ્ર ચર્ચાઓ થઇ રહી છે. તેવા સમયે સવા સો કરોડની વસ્તી ધરાવતા આપણા દેશમાં પાણી મેનેજમેન્ટ માટે વિશેષ ચિંતા અને આયોજનો કરવા જોઇએ. સમગ્ર દેશને પ્રેરણા પુરી પાડી શકે તેવું પાણી મેનેજમેન્ટ માટેનું ઉત્તમ મોડેલ ગુજરાત બની શકે તેમ છે. આ મોડેલ બનાવવા માટે ખેતીમાં આધુનિક પઘ્ધતિથી પાણીનો ઉપયોગ કરવો જરુરી છે. રાજનેતાઓ, ઓફીસરો અને જાગૃત લોકોએ મળીને નિષ્ઠા સાથે આયોજન બંધ કામ કરવાનું જરુર છે.

ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા ડેમની સિંચાઇ ક્ષમતા ૧૮ લાખ હેકટરની છે. આ ઉપરાંત અન્ય નાના મોટા ર૦૦ થી વધારે ડેમો છે. આ બધા જ ડેમોને ૧ર લાખ હેકટરની સિંચાઇ ક્ષમતા થાય છે. નર્મદા ડેમ સહિત ગુજરાતના બધા જ ડેમોની સિંચાઇ ક્ષમતા કુલ મળીને ૩૦ લાખ હેકટર થાય છે. આ ઉપરાંત ભૂર્ગભ જળની સિંચાઇ ક્ષમતા ર૩ લાખ હેકટરની છે. આમ કુલ મળીને રાજયની પ૩ લાખ હેકટરની સિંચાઇ ક્ષમતા થાય છે. આ બધી જસિંચાઇ ધોરીયા અને રેળ પઘ્ધતિથી થાય છે. ખેડુતોના પ્રેકટીકલ અનુભવ એવું કહે છે કે એક હેકટરમાં અપાતા રેળ પાણીને ટપક સિંચાઇ પઘ્ધતિથી આપવામાં આવે તો ૪ થી પ હેકટરમાં પાણી આપી શકાય. નિષ્ણાંતોના ગણીત મુજબ એક હેકટરમાં જે પાણી અપાય છે તે પાણીને ટપક સિંચાઇ પઘ્ધતિથી આપવામાં આવે તો ૩.૫ હેકટરમાં ખેતી થઇ શકે છે. ડેમોના પાણી તેમજ ભૂગર્ભ જળ દ્વારા રેળ પઘ્ધતિથી ૫૩ લાખ હેકટરમાં ખેતી થાય છે તેના બદલે આ પાણીને ટપક પઘ્ધતિથી ખેતીમાં આપવામાં આવે તો ૫૩ લાખ હેકટર ૩ કરતા ૧ કરોડ ૮૫ લાખ હેકટરમાં ટપક સિંચાઇ  પઘ્ધતિથી ખેતી થઇ શકે.

ગુજરાતની ૯૬ લાખ હેકટર  વાવેતર જમીન છે. તે બધી જ જમીનમાં ટપક સિંચાઇ પઘ્ધતિથી જ પાણી આપવામાં આવે તો ચોમાસા ઉપરાંત શિયાળુ અને ઉનાળુ પાક લઇ શકાય છે. ગુજરાતની બધી જ જમીનમાં શિયાળુ ઉનાળુ પાક લેવા માટે બધા જ ડેમોની પેટા કેનાલથી પાઇપ લાઇન નેટવર્ક ઉભુ કરવું જરુરી છે. આ ડેમોથી મુખ્ય કેનાલો નીકળે છે તેમાંથી પેટા કેનાલો નીકળે છે પેટા કેનાલથી ધોરીયાનું નેટવર્ક હોય છે. અને આ ધોરીયા દ્વારા ખેતરોમાં રેળ પાણી આપવામાં આવે છે. પેટા કેનાલથી નીકળતા ધોરીયાનું નેટવર્ક કેન્સલ કરવામાં આવે તેની જગ્યાએ પેટા કેનાલથી પાઇપ લાઇન નેટવર્કના પાણી સપ્લાઇ જંકશનો બનાવવામાં આવે અને આ પાણી સપ્લાઇ જંકશનથી ગામ પીયત મંડળીઓને પાણી આપવામાં આવે, ગામ પીયત મંડળીની નીચે ખેડુતોની જુથ પીયત મંડળીઓ બને આ જુથ પીયત મંડળીઓને પાણીની કુંડી અને લાઇટ કનેકશન આપવામાં આવે આ જુથ પિયત મંડળીઓની કુંડીએથી ખેડુતો પોતાના ખેતરમાં પાઇપ લાઇન દ્વારા પાણી લઇ જાય અને ટપક સિંચાઇથી જ ખેતી કરે.

તેવી જ રીતે ભૂગર્ભ જળના પાણીનો ઉપયોગ પણ ટપક સિંચાઇથી જ ખેતીમાં થાય તો આ ઉતમ પાણી મેનેજમેન્ટના મોડેલથી ગુજરાતની બધી જ જમીનમાં ચોમાસા ઉપરાંત શિયાળુ પાક લઇ શકાય તેવો ખેડુતોને આત્મ વિશ્ર્વાસ ઉભો થશે. તેથી ખેડુતો આ માડેલ બનાવવા માટે આગળ આવશે  અને ખેડુતોને આ યોજનાથી થતા ફાયદોઓ માટે જાગૃત કરવા પણ જરુરી છે. સરકારે અબજો રૂપિયાના ખર્ચે નવા સિંચાઇ ડેમો નહી બનવવા પડે  ડેમો માટે જમીનો સંપાદન નહિ કરવી પડે, વર્તમાન ડેમોની સિંચાઇ ક્ષમતા ત્રણ ઘણી થઇ શકે તેમ છે. તેના માટે પેટા કેનાલથી પાઇપ લાઇન નેટવર્ક ટપક સિંચાઇ ક્ષમતા  વધારી સૌની યોજનાના મોડેલ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ડેમોમા ઘટતું પાણી પુરુ પાડીને તે પાણીનો ઉપયોગ પેટા કેનાલથી પાઇપ લાઇન નેટવર્ક ટપક સિંચાઇ યોજના દ્વારા કરીને ગુજરાતની બધી જ જમીનમાં પાણી આપી શકાશે. આ યોજના સાકાર થાય તો અનિયમિત વરસાદ પડવાથી ખેડુતોનો પાક નિષ્ફળ નહિ જાય, અનિયમિત વરસાદ પડવાથી ખેડુતોનો પાક નિષ્ફળ જવાથી ગુજરાતમાં ખેડુતોને કરોડોનું નુકશાન જાય છે ઉપરાંત દુષ્કાળ કે અર્ધ દુષ્કાળ પડે ત્યારે સરકારને રાહત કામો, ઢોરવાડા, પાણીના ટેન્કરો, અનાજ વિતરણ જેવી અનેક સહાય યોજનાઓ પાછળ અબજો રૂપિયાનો ખર્ચ થાય છે. દુષ્કાળ પડવાથી તમામ ધંધાઓનો કારોબાર ઘટે છે. તેથી સરકારની તિજોરીમાં આવતા વિવિધ પ્રકારના ટેકસમાં બહુ મોટી ઘટ આવે છે. ગુજરાતની ૯૬ લાખ હેકટર જમીનમાં પાઇપ લાઇન નેટવર્ક યોજના થકી ત્રણે ઋતુમાં પાક લેવામાં આવે તો ગુજરાત કૃષિ વિભાગના આંકડા મુજબ ૨૦૧૬-૧૭ ના વર્ષમાં ગુજરાતનું કુલ ઉત્પદાન ૧ લાખ ૨૬ હજાર કરોડનું થયું હતુ તે વધીને ચાર ઘણું ઉત્પાદન થઇ શકે.

ઉપર મુજબના તમામ ફાયદાઓને ઘ્યાનમાં રાખતા પાઇપ લાઇન નેટવર્કનો ખર્ચ બહુ સામાન્ય ગણી શકાય. દેવુ કરીને ઘી પીવુ જે કહવત છે તે મુજબ પાઇપ લાઇન નેટવર્ક પ્રોજેકટને સફળ કરીશું તો તેના ઘણા ફાયદાઓ થવાના છે. ચાર ગણુ ઉત્પાદન વધવાથી વર્તમાન અને આવનારી ભાવી પેઢી માટે બહુ મોટી રોજગારી ઉભી થશે. ખેડુતોને અને સરકારને આવક વધશે અનિયમિત વરસાદ થવાની પાક નિષ્ફળ જાય છે તેવા વર્ષ ખેડુતોને અને સરકારને હજારો કરોડનું નુકશાન વેઠવું પડે છે. તેમાંથી બચી શકાય છે. સિંચાઇ ક્ષમતા વધારવા માટે નવા ડેમો નહિ બનાવવા પડે તે ડેમો માટે જમીનો સંપાદન નહિ કરવી પડે, અને ખેડુતોને કુવા બોરીગોની જરુરીયાત ઓછી થશે. વિજળીની ખુબ મોટી બચત થશે. વર્ષ નિષ્ફળ જવાથી સરકારની તિજોરીમાં જે ટેકસ આવકમાં ઘટ નહિ થાય પેટા કેનાલ થી પાઇપ લાઇન જંકશનો દ્વારા પાણી આપવામાં આવશે તેથી ધોરીયા નેટવર્કની જમીન ખેતીમાં ઉપયોગમાં લઇ શકાશે. ધારીયાના નેટવર્ક બનાવવા અને તેની જાળવણી પાછળનો દરુ વષે અબજો રૂપિયાનો ખર્ચ થતો અટક છે. આ ચારે તરફથી થતા ફાયદાઓના બહુ મોટા આંકડાઓ છે તેની સામે પાઇપ લાઇન નેટવર્કનાે ખર્ચ એક વખત કરીશુ તો તે પચાસ વર્ષ સુધી ચાલશે. ઉપરાંત તેના ફાયદાઓ તો વરસો વર્ષ મળવાના જ છે.

ઓ મોડેલના સેમ્પલ માટે સરકારે ગુજરાતના કોઇ એક ડેમના વિસ્તારમાં પેટા કેનાલથી પાઇપ લાઇન નેટવર્કનું મોડેલ બનાવવું જોઇએ. અને તે સફળ થાય પછી તે મોડેલ ના આધારે સમગ્ર ગુજરાતની પેટા કેનાલોને પાઇપ લાઇન નેટવર્ક થી જોડીને આ કાર્યક્રમને સફળ કરવો જોઇએ. સરકાર પુરી તાકાત થી ઇચ્છા સાથે કામે લાગે તો આ યોજના સફળ થઇ શકે. સરકારને ભાગે આવતુ કામ સરકાર કરે અને ખેડુતોના ભાગે આવતુ કામ ખેડુત કરે વર્તમાન સમયમાં ખેડુતો ૧પ લાખ હેકટરમાં ડ્રીપ ઇરીગેશનથી ખેતી કરે છે તેમાં વધારો કરીને દરેક ખેડુત પોતાના ખેતરમાં ડ્રીપ ઇરીગેશનથી જ પાણી આપે આમ ખેડુતોના ભાગે આવતુ કામ ૯૬ લાખ હેકટરમાં ડ્રીમ ઇરીગેશનથી જ ખેતી કરવાનું અને સરકારના ભાગે આવતું કામ યોગ્ય પાણી મેનેજમેન્ટના આયોજન થકી પેટા કેનાલથી પાઇપ લાઇન નેટવર્ક દ્વારા દરેક ખેડુતના ખતરે કુંડીમાં પાણી મળે અને સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉતર ગુજરાતના ડેમોમાં પાણી સપ્લાઇ માટેનું યોગ્ય નેટવર્ક ગોઠવે.

મારુ ર૦ વર્ષથી જળસંચય અભિયાન સાથે જોડાણ હોવાથી મે અનેક લોકો સાથે પાણીના કાયમી ઉકેલની ચર્ચાઓ અકરેલ છે હજારો લોકો સાથેની ચર્ચાનો નીચોડ આપની સમક્ષ ઉપર મુજબ રજુ કરેલ છે. સરકાર અને લોકો સાથે મળીને આ યોજનાને સફળ કરી શકે તેમ છે.

જયસંચય અભિયાન સતત ચાલુ રાખવું પડશે લાખોની સંખ્યામાં બનેલા ચેકડેમો, ખેત તલાવડી અને તળાવોની જાળવણી કરવી પડશે તેમ જ નવ જળસંચય માટેના કામો પણ સૃતત ચાલુ રાખવા પડશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.