જસદણ નગરપાલિકાના ચીફ ઓફીસર પરાક્રમસિંહ મકવાણાએ પાણી પુરવઠા બોર્ડ પાસે દરરોજ ચાર એમ એલ ડી પાણીની માંગ કરી છે. પણ બીજી બાજુ આટલું પાણી દેવા માટે બોર્ડ અસર્મથ હોવાથી શહેરમાં દર દસથી પંદર દિવસે પાણી મળે એવા એંધાણ વર્તાય રહ્યા છે. જસદણ શહેરને પાણી આપતા સ્ત્રોત આલણસાગર તળાવના તળિયાં દેખાયા હોવાથી શહેરમાં હાલ પાંચથી છ દિવસે પાણીનું વિતરણ થઇ રહ્યું છે.
જો કે આ વિતરણ પણ પાણી પુરવઠા બોર્ડ અડધો એમ એલ ડી પાણીવધાર્યા બાદ જ આટલા દિવસે પાણી વિતરણ થાય છે. એક બાજુ બોર્ડ નગરપાલિકા પાસે મહી નર્મદા યોજના હેઠળ ના પાણીના લાખો રૂપિયા અને પીજીવીસીએલ ઇલે. બિલ પેટે લાખો રૂપિયા માંગે છે.
આવા માહોલ વચ્ચે પાણીના સ્ત્રોત આલણ સાગર તળાવના તળિયા દેખાતા આગામી ઉનાળો શહેરીજનો માટે કેવી રીતે જશે? ત્યારે પાણીની આ સમસ્યા નિવારણા માટે તંત્રએ પ્રથમ ભુતિયા નળ જોડાણો દુર જેણે નગરપાલિકાની જમીનો દબાવી છે તેની પાસેથી નાણા વસુલીને પાણી પુરવઠા બોર્ડ અને પીજીવીસી એલ નું દેવું ભરપાય કરી એકાંતરા અડધી કલાક પાણી વિતરણ કરવા લોકોમાં માંગણી ઉઠવા પામી છે.