પાણીના વાલ્વમાંથી વહી પાણી ગટરમાં જાય છે

હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને દર વર્ષની જેમ સૌરાષ્ટ્રભરમાં પાણીની પારાયણ જોવા મળી રહી છે મોરબી સહિતના વિસ્તારોમાં મહિલાઓ એક બેડા પાણી માટે રઝળપાટ કરતી જોવા મળે છે ત્યારે મોરબીના દરબારગઢ નજીક પાણીના વેડફાટના દ્રશ્યો સર્જાયા છે. મોરબીના દરબાર ગઢ પાસે આવેલા હનુમાનજી મંદિર સામે પાણીનો વાલ્વ આવેલો છે અને આ વિસ્તારમાં જયારે પાણી વિતરણ કરવામાં આવે છે.

ત્યારે વાલ્વમાંથી પાણી સતત વહેતું જોવા મળે છે પાણીના વાલ્વમાંથી સતત પાણી વહીને ગટરમાં જઈને વેડફાઈ રહ્યું છે પરંતુ આ પાણીના વેડફાટને રોકવા માટે તંત્ર દ્વારા કોઈ કદમ ઉઠાવાતા નથી દરબાર ગઢ નજીકના આ પાણીના વાલ્વમાંથી પાણીનો વેડફાટ હંમેશના ધોરણે જોવા મળે છે પરંતુ પાણીનો વેડફાટ રોકવા માટે સ્થાનિકો જાગૃતતા દાખવતા નથી.

તેમજ આ વિસ્તારમાં પ્રતિનિધિ કે પાલિકા તંત્રને પણ પાણીનો વેડફાટ રોકવાની કોઈ ઈચ્છા ના હોય તેમ સતત પાણી વહેતું જોવા મળે છે ત્યારે એક એક બેડા માટે બે બે કિલોમીટર સુધી રઝળતી ગ્રામ્ય પંથકની મહિલાઓ પાણીના વેડફાટના દ્રશ્યો જોઇને જરૂર દુખી થશે બીજી તરફ રાજ્ય સરકાર પણ વોટર મેનેજમેન્ટ માટે ઉચ્ચ કક્ષાનીમીટીંગો યોજે છે પરંતુ સ્થાનિક લેવલે અનેક સ્થળે વેડફાતા પાણીને રોકવા તંત્રને કોઈ સુચના આપવામાં આવતી નથી તે પણ હકીકત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.