જિલ્લા ભાજપનાં અગ્રણીઓએ ભાદર ડેમમાં નર્મદા નીરનાં વધામણા કર્યા
સૌરાષ્ટ્ર-કચ્છની પ્રજાને પુરતું પાણી મળી રહે તે અંતર્ગત ભાદર-1 જળાશયમાં નર્મદાનાં નીરથી ભરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં દુષ્કાળ ભુતકાળ બની ગયેલ છે. નર્મદાનાં નીરનાં વધામણા કરતા ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ તથા રાજકોટ જીલ્લા ભાજપા પ્રમુખ ડી.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રનાં તમામ ડેમો એક પછી એક નર્મદાના નીરથી ભરવાનું સમયાક્રમે શરૂ કરવામાં આવશે. જેથી પીવાના પાણી તેમજ અમુક અંશે સિંચાઈનાં પાણીની પ્રજાને તકલીફ ન પડે તે અંગે સતત મુખ્યમંત્રી ચિંતિત રહીને નર્મદાનાં નીર લોકોને મળી રહે તેવા પ્રયાસો હાથ ધરેલ છે.
ભાદર-1માં નર્મદાના નીરના વધામણા થતા જેતપુર, ગોંડલ, ધોરાજી ઉપરાંત સૌરાષ્ટ્ર વિસ્તારનાં શહેરો અને ગામડાઓની પાણીની સમસ્યા દુર થશે આથી સૌરાષ્ટ્ર વિસ્તારની પાણીની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવી સરકારની ઈચ્છાશકિતને પ્રજાએ વધાવીને આનંદની લાગણી છવાઈ હતી. નર્મદા નીરનાં વધામણા પ્રસંગે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, જીલ્લા મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરા, ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, મહામંત્રી પ્રફુલભાઈ ટોળિયા સહિતનાં તાલુકા ભાજપનાં આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.