મહીપરિયોજનાનું એક એમ.એલ.ડી. પાણી આપવાની માંગણી
બગસરાના છેવાડા વિસ્તારમાં પીવાનું પાણી મળતું ન હોવાથી છેવાડાના વિસ્તાર વાસીઓ ભારે રોષ ફેલાયો છે શહેરના દરેક વિસ્તારમાં પાણી પહોંચે તે માટે પાલિકાએ કાર્યપાલક ઇજનેરને પત્ર પાઠવી મહિનો એક એલ એમ ડી પાણી આપવા રજૂઆત કરી છે સ્થાનિક સોર્સમાં પાણીનો ઘટાડો થતા છેવાડાના વિસ્તારોને પાણી મળી રહે તે માટે પાલિકાએ કાર્યપાલક ઇજનેરને પત્ર લખી મહી પરી યોજનાનું એક એલ એમ ડી પાણી આપવા રજૂઆત કરી છે
આ બાબતે કાર્યપાલક ઇજનેર વિજય ભમાણીએ જણાવ્યું હતું કે બગસરાને વધુમાં વધુ છ દિવસમાં મહી યોજનાનું પાણી મળતું થઈ જશે આ ઉપરાંત ઉષાબેન વાઘેલા નાયબ કાર્યપાલક ઇજનેર ને ટેલીફોનિક વાતચીત થતા તેમણે પણ જણાવ્યું છે કે બગસરાને વહેલી તકે પાણી પોતું કરવા ખાતરી આપી હતી હજી સુધી બગસરાને વર્ષો વર્ષ થયા પાણી નથી મળ્યું તેવું ઓછું બન્યું છે ત્યારે આ વર્ષે બગસરાની પ્રજા ને આશા છે કે અમોને વહેલી તકે પૂરતું પાણી મળી રહે તે માટે આશા બંધાય છે આ બાબતે નવનિયુક્ત ચીફ ઓફિસર જે જે ચૌહાણ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ધારાસભ્ય જેવી કાકડીયા આ પ્રશ્ન સોલ્વ કરવા માટે અંગત રસ લે એ માટે લોકોની માંગ ઉઠી છે જો બગસરા ને અઠવાડિયામાં પાણી પહોંચતું નહીં થાય તો બગસરા વાસીઓને અને પાણી માટે વલખા મારવાનો વારો આવશે.