લાંબા ગાળાનું આયોજન કરવામાં નહીં આવે તો પૈસા ખર્ચતા પણ પાણી નહીં મળે
રાજકોટમાં આજી, ન્યારી અને લાલપરી ત્રણ ત્રણ નદી છે. ત્રણ ડેમ છે. પરંતુ વસ્તી વધતા પાણીનો ખુબ વપરાશ ખૂબ જ વધ્યો છે. આજે સૌની યોજના નર્મદા માતાને સરકારએ દરેક જગ્યાએ પહોચાડવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ કયાં સુધી? આપણે લોકા જૂના રાજકોટમાં પહેલા ખાળ કુવા હતા અને તેના હિસાબે પાણીની સપાટી ઉંચી રહેતી હતી અને જેના હિસાબે ડંકીમાં ૩૫ થી ૪૦ ફૂટે પાણી હતુ આજે પાણીના સ્તર નીચે જતા ૮૦૦ થી ૧૯૦૦ફૂટ સુધી બોર કરવા પડે છે.
જમીનમાં પાણી ઓછુ થવાથી ગરમીનું પ્રમાણ વધે છે અને પાણીની ઘટ પણ સર્જાય છે. આ માટે દરેક ગામ અને શહેરમાં મકાનોમાં અગાસી રસોડાનું પાણી અને વોશીંગ એરીયાનું પાણી, ફળીયાનું પાણી ફલેટ અથવા બંગલાનું સંપૂર્ણ પાણી નીચે ઉતારવા માટે ખાળ કુવા વોટર રીચાર્જ સોશ ખાડો કરવામાં આવે પહેલાની જેમ જ પાણીની
બચત થાય.
હાલમાં દરેક ઘરોમાં સંડાશ બાથ‚મમાં એસીડ વાપરવામા આવે છે. જેવા કે (હાર્પિક) કેમીકલથી ધોવામાં આવે છે જેના હિસાબે પાણી બગડે છે અને ગટર દ્વારા આ પાણી ડેમમાં જતા અને તે પાણી ખેતરોમાં વપરાતા લીવર, કેન્સર અને સ્ક્રીનના રોગોની ઉત્પતી થાય છે તો તેના ઉપર બેન મૂકીને જળની શુધ્ધતા સુધારી શકાય આ માટે યોગ્ય પગલા લઈ શકાય તેવી અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા વિજયભાઈ શાહ, ચંદુભાઈ રાયચૂરા, ભુપેન્દ્રભાઈ છાટબાર, રમેશભાઈ ઠકકરે જણાવ્યું હતુ.