૯ ખલાસીઓનો આબાદ બચાવ

કેન્દ્ર શાશીત દીવ ના  દરીયા મા  મોડીરાત્રીના  નવસારીની ” ‘પાર્વતી દેવી ” નામની  બોટની અંદર   પાણી ભરાતા જળસમાધિ  થયેલ છે.  જોકે અન્ય બોટો દ્રારા  ૯ ખલાસીઓનો  આબાદ બચાવ થયો છે.

  સૌરાષ્ટ્ર મા છેલ્લા પાંચ દિવસથી અનરાધાર વરસાદ  સાથે ભારે પવન ફુંકાઇ રહ્યો છે ત્યારે બંદર પણ  ૩ નંબરનું સીગ્નલ  લગાવાયુ છે  અને માછીમારો ને પણ દરીયો ન ખેડવાની સૂચના અપાઇ હતી . ત્યારે નવસારીની “પાર્વતી દેવી” નામની બોટ ફીશીંગ દરમિયાન  દીવના દરીયામા આવી પહોચી હતી જયા ભારે પવન અને વિશાળકાય મોજા વચ્ચે બોટના પઠાણમાથી બોટમા પાણી ભરાવાનુ  મોડીરાત્રીના  જ ચાલુ થઇ ગયેલ હતુ. આ બોટમા નવસારીના  ૯ જેટલા  ખલાસીઓ હતા .બોટમા પાણી બંધ કરવાના અથાગ પ્રયત્ન  છતા પાણી બોટમા ભરાવાનુ બંધ થયું ન હતું.  બોટ ની દરીયામા જળસમાધિ  થયેલ  છે  . બોટમા રહેલા ખલાસીઓ  ને સ્થાનીક ૩  બોટો દ્રારા  બચાવવામાં સફળતા મળી છે. બોટના ખલાસી સાથે વાત કરતાં તેમને જણાવ્યું હતું કે તેમને તંત્ર ને  જાણ કરી હતી પરંતુ તંત્ર દ્વારા તેમને કોઈપણ પ્રકારની મદદ મળી ન હતી.

નોંધનીય છે કે વાયુનંદન સેવા સંસ્થાન દીવ ના જીતુભાઈ  બારૈયા ને  સવારે બનાવની જાણ થતા તેને   દીવ તંત્ર  ને તેમજ માછીમાર સમાજના આગેવાનોને જાણ કરી  હતી .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.