ભાદર ડેમમાં નવું અડધો ફુટ પાણી આવ્યું, ડેમ છલકાવવામાં હવે ૩.૪૦ ફુટ જ બાકી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સતત વરસી રહેલા વરસાદનાં કારણે જળાશયોમાં સતત પાણીની આવક જારી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૭ જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે તો ૨ ડઝન જેટલા ડેમો હજી ઓવરફલો થઈ રહ્યા છે.
સિંચાઈ વિભાગનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર ભાદર ડેમમાં ૦.૪૬ ફુટ નવું પાણી આવતા ડેમની સપાટી ૩૦.૬૦ ફુટે પહોંચી જવા પામી છે અને ડેમ ઓવરફલો થવામાં માત્ર ૩.૪૦ ફુટ જ બાકી રહેવા પામ્યું છે. મોજ ડેમમાં ૧.૫૧ ફુટ, સોડવદરમાં ૧.૯૭ ફુટ, સુર્વોમાં ૧.૧૫ ફુટ, ઈશ્વરીયામાં ૦.૩૩ ફુટ, કણુર્કીમાં ૦.૧૬ ફુટ, બ્રાહ્મણીમાં ૦.૪૬ ફુટ, ફુલજર-૨માં ૦.૬૯ ફુટ, ડાયમીણસારમાં ૦.૪૯ ફુટ, રૂપાવટીમાં ૦.૮૨ ફુટ, ઘીમાં ૦.૯૮ ફુટ, સેડાભાડથરીમાં ૧.૩૧ ફુટ, સીંધણીમાં ૦.૮૨ ફુટ, વેરાડીમાં ૦.૪૯ ફુટ, વઢવાણ ભોગાવો-૨ (ધોળીધજા)માં ૦.૭૩ ફુટ, સોરઠીમાં ૪.૩૬ ફુટ, બારડોલીમાં ૩.૧૨ ફુટ પાણીની આવક થવા પામી છે. આજી-૧, આજી-૨, આજી-૩, ગોંડલી, વાછપરી, વેરી, ન્યારી-૧, ન્યારી-૨, મોતીસર, ફાડદંગ બેટી, ખોરાપીપળ, લાલપરી, છાપરવાડી-૧, છાપરવાડી-૨, કરમાળ, મચ્છુ-૧, મચ્છુ-૨, ડેમી-૧, ડેમી-૨, ઘોડાદ્રોઈ, સસોઈ, પન્ના, ફુલજર-૧, સપડા, ફોફડ-૨, ઉંડ-૩, રંગમતી, ઉંડ-૧, કંકાવટી, ઉંડ-૨, વાડીસંગ, રૂપારેલ, વર્તુ-૧, સોનમતી, વેરાડી-૧, કાબરકા, વેરાડી-૨, મીણસાર, વઢવાણ ભોગાવો-૨, લીંબડી ભોગાવો-૧, વાસલ, મોરસર, સબુરી, ત્રિવેણીઠાંગા, નિંભણી, ધારી, સોરઠી સહિતનાં જળાશયો ઓવરફલો થઈ રહ્યા છે.