જામનગર જિલ્લાના ઉંડ-૨માં ૨૧.૯૫ ફૂટ, ઉંડ-૧માં ૨૧.૩૩ ફૂટ અને આજી-૪માં ૨૧ ફૂટ નવા નીરની આવક
સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા વરસાદના કારણે ભાદર, આજી, ન્યારી સહિતના ૨૧ જળાશયોમાં માતબર પાણીની આવક વા પામી છે. ગઈકાલે આજી-૨ અને ડોંડી ડેમ ઓવરફલો થઈ ગયા બાદ આજે ન્યારી-૨ ડેમ પર ૭૦ ટકા જેટલો ભરાઈ ગયો છે. વરસાદે વિરામ લીધો છે છતાં છલકાતા નદી-નાળાના કારણે જળાશયોમાં ધીમીધારે સતત આવક ચાલુ છે.
રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા તાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાદર ડેમમાં નવું ૦.૦૭ ફૂટની આવક થવા પામી છે. ૩૪ ફૂટે ઓવરફલો તાં ભાદરની સપાટી ૧૨.૭૦ ફૂટે પહોંચી જવા પામી છે. આ ઉપરાંત આજી-૨ ડેમમાં ૦.૬૬ ફૂટ, આજી-૩માં ૧૧.૯૧ ફૂટ, ન્યારી-૧ ડેમમાં ૦.૧૬ ફૂટ, ન્યારી-૨ ડેમમાં ૩.૨૮ ફૂટ, ખોડાપીપરમાં ૧૬.૩૪ ફૂટ, લાલપરીમાં ૧.૩૧ ફૂટ, ભાદર-૨માં ૦.૪૯ ફૂટ, મચ્છુ-૧ ડેમમાં ૧.૫૧ ફૂટ, મચ્છુ-૨ ડેમમાં ૨.૯૫ ફૂટ, ડેમી-૧માં ૪.૨૭ ફૂટ, ડેમી-૨માં ૫.૯૧ ફૂટ, બંગાવડીમાં ૫.૫૮ ફૂટ, મચ્છુ-૩માં ૧.૮૦ ફૂટ, આજી-૪માં ૨૧ ફૂટ, ઉંડ-૧માં ૨૧.૩૩ ફૂટ, કંકાવટીમાં ૧૧.૮૧ ફૂટ, ઉંડ-૨માં ૨૧.૯૫ ફૂટ, સાની ડેમમાં ૦.૮૨ ફૂટ, વઢવાણમાં ૦.૩૦ ફૂટ, ત્રિવેણી ઠાંગામાં ૦.૩૩ ફૂટ પાણીની આવક થવા પામી છે.