- ગીર ગઢડા પાસેનો દ્રોણેશ્ર્વર ડેમ પણ છલાકાયો: વિલીગ્ટન ડેમ બીજીવાર ઓવરફલો
- ભાદર ડેમમાં નવું દોઢ ફુટ પાણી આવતા ડેમની સપાટી 19 ફુટે ઓળી: 33 ડેમમાં 0.20 થી 13.62 ફુટ સુધી નવા નીર આવ્યા
સૌરાષ્ટ્ર-કચ્છમાં ગુરૂવારે અનરાધાર મેઘવર્ષા થવા પામી હતી. ઝાપટાથી લઇ 14 ઇંચ સુધી વરસાદ પડી ગયો હતો જેના કારણે જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી હતી. સવારથી સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં અનરાધાર મેઘકૃપા વરસી રહી છે. છેલ્લા ર4 કલાક દરમિયાન ભાદર સહિત 33 જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. જુનાગઢનો વિલીંગ્ટન ડેમ અને ગીર ગઢડા પાસેનો દ્રોણેશ્ર્વર ડેમ ઓવરફલો થઇ ગયા છે. સતત વરસાદના કારણે જવાશયોનો વૈભવ સતત વધી રહ્યો છે.
રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમના સુત્રોના જણાવ્યાનુસાર રાજકોટ જીલ્લાના ભાદર ડેમમાં નવુ 1.51 ફુટ પાણીની આવક થવા પામી છે. 34 ફુટે ઓવર ફલો થતા ભાદરની સપાટી 19 ફુટે આંબી જવા પામી છે. ડેમમાં 1679 એમસીએફસી પાણી સંગ્રહિત છે. આ ઉપરાંત જિલ્લાના મોજ ડેમમાઁ નવું 4.20 ફુટ, ફોફળ ડેમમાં 1.41 ફુટ, વેણુ-ર ડેમમાં 3.41 ફુટ, આજી-3 ડેમમાં 1.28 ફુટ, સોડવદરમાં 3.94 ફુટ, સુરવો ડેમમાં 0.98 ફુટ, ન્યારી-1 ડેમમાં 0.16 ફુટ, ન્યારી-ર ડેમમાં 1.15 ફુટ, અને કર્ણકી ડેમમાં નવું 4.92 ફુટ પાણીની આવક થવા પામી છે. જીલ્લાના ર7 ડેમમાં 41.82 ટકા પાણી સંગ્રહિત છે.
આ ઉપરાંત મોરબી જીલ્લાના મચ્છુ-1 ડેમમાં 0.26 ફુટ, ડેમી-1 ડેમમાં 1.31 ફુટ, ડેમી-ર ડેમમાં 0.66 ફુટ, અને ડેમી-3 ડેમમાં 1.48 ફુટ પાણીની આવક થવા પામી છે. જીલ્લાના 10 ડેમમાં 26.75 ટકા પાણી સંગ્રહિત છે. જામનગર જીલ્લાના ફુલઝર-ર ડેમમાં 4.92 ફુટ, ડાઇ મીણસાર ડેમમાં 7.55 ફુટ, ફોફળ-ર ડેમમાં 0.98 ફુટ, ઉંડ-3 ડેમમાં 1.97 ફુટ, ઉંડ-1 ડેમમાં 3.02 ફુટ, વાડીસંગમાં 1.44 ફુટ અને રૂપારેલમાં 0.16 ફુટ પાણીની આવક થવા પામી છે. જીલ્લાના 21 ડેમમાં 39.61 ફુટ પાણી સંગ્રહિત છે. દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઘી ડેમમાં 2.79 ફુટ, વર્તુ-1 ડેમમાં 7.22 ફુટ, ગઢડીમા 3.61 ફુટ, વર્તુ-ર ડેમમાં 2.13 ફુટ, સોનમતિમાં 4.10 ફુટ, શેઢા ભાડથરીમાં 5.09 ફુટ, વેરાડી-1 ડેમમાં 13.62 ફુટ, સિંધણી ડેમમાં 6.23 ફુટ, કાબરકા ડેમમાં 3.77 ફુટ, વેરાડી-ર ડેમમાં 4.76 ફુટ અને મીણસાર (વાનાવડ)માં 11.55 ફુટ પાણીની આવક થવા પામી છે. જીલ્લાના 1ર ડેમોમાં 32.16 ફુટ પાણી સંગ્રહિત છે.
જયારે પોરબંદરના સોરડી ડેમમા 7.15 ફુટ જયારે અમરેલી જિલ્લાના સાકરોલી ડેમમાં 0.10 ફુટ પાણીની આવક થવા પામી છે.
અબતક, કિરીટ રાણપરીયા, ઉપલેટા: ઉપલેટા જિલ્લાના વેણુ ડેમના ઉપરવાસમાં સતત પાણીની આવક ચાલુ હોવાથી પાણીનું રુલ લેવલ જાળવવા ડેમના10 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે, આથી ડેમના હેઠવાસ વિસ્તારમાં આવેલા ઉપલેટા તાલુકાના નાગવદર, ગધેથડ, વરજાંગ જાળીયા, મેખાટીંબી અને નીલાખા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા, માલ મિલકત તથા ઢોર-ઢાંખરને ન લઈ જવા તથા સાવચેત રહેવા તાકીદ કરી છે.
- મેઘરાજાનો અષાઢી અંદાજ: સૌરાષ્ટ્ર જળમગ્ન જુનાગઢનું મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
- અબતક, રાજકોટ
સૌરાષ્ટ્રમાં અષાઢી માહોલ બરાબર જામ્યો છે. મેઘરાજાએ મન મૂકીને વરસ્યા વરૂણ દેવને જબ્બરો વ્હાલ હોય તેમ સૌરાષ્ટ્રમાં ક્યાંક છૂટા છવાયો તો ક્યાંક સટાસટી બોલાવી હતી. ઉપલેટા પંથકમાં વરૂણ દેવને જબ્બરો વ્હાલ વરસાવ્યો છે. સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં 1 થી 14 ઇંચ સુધી વરસાદ પડી જતા નદી-નાળા ભરપૂર બન્યા હતા. ભારે વરસાદ ખાબકતા સીમ-જમીનનું ધોવાણ થયા બાદ વરસાદી પાણી રોડ-રસ્તાએ થઇ ગામતળ સુધી પહોંચ્યા હતા. વરસાદને કારણે ભરાયેલા પાણીમાં વાહન ચાલકોએ જીવના જોખમે રસ્તો પસાર કરે છે. કેશોદ-મોરબી જિલ્લામાં જોરદાર ઝાપટું પડ્યું હતું. અતિ ભારે વરસાદને કારણે ઘર, મંદિરમાં પાણી ઘૂસી ગયા છે. ભારે વરસાદને લઇ ખેતરોમાં ધોવાણ થતા ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો છે.
વેરાવળ
ગીર સોમનાથ જિલ્લાના છએય તાલુકાઓમાં વાદળીયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. બપોર બાદ તમામ તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર શરૂ થયા બાદ સાંજ સુધીમાં છએય તાલુકાઓમાં 2થી 5 ઈંચ સુધીની સાર્વત્રિક મેઘમહેર થયાના પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. આજે સમી સાંજે એક કલાકમાં વેરાવળ સોમનાથમાં 4 અને સુત્રાપાડામાં 3.5 ઈંચ વરસાદ વરસી જતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા.
ઊના
ઊના મા છ કલાક માં 33મી.મી. અને મોસમ નો કુલ વરસાદ 302મી.મી. એટલે બાર ઈંચ વરસાદ વરસી ગયો છે. ગ્રામ્ય વિસ્તાર દેલવાડા, સામતેર, અમોદ્રા, કંસારી નવા બંદર, કેસરિયા તડ, પાલડી, ખાપટ વિગેરે ગામોમાં બે ઇંચ થી વધુ વરસાદ વરસી ગયો છે. ઊનામાં ધોધ માર વરસાદ થી આનદ બઝાર અને નીચાણ વાળા વિસ્તાર મા રોડ ઉપર પાણી નદી ની જેમ વહેવા લાગ્યા હતા. મચ્છુન્દ્રી નદી મા ઘોડા પુર આવેલ અને ઊના મા પસાર થતી મચ્છુન્દ્રી નદી મા સાંજે પાણી ની આવક થઈ છે.
દ્વારકા
કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. તાલુકાના ભાટીયા, રાવલ, કેનેડી, લીંબડી સહિત ગ્રામીણ વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી રોડ-રસ્તા પર પાણી ભરાયા હતા અને ગ્રામીણ વિસ્તારોમાં ઠેરઠેર પાણી ફરી વળ્યા હતા. નદીનાળા છલકાતાં શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં બજારો તથા ઘરોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. વ્યાપક વરસાદને કારણે ઠેરઠેર વાહનો ફસાયેલા જોવા મળ્યા હતા અને ભારે વરસાદને લીધે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી.
બગસરા પંથકમાં ગુરુવારે બપોર પછી ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો.
બે વાગ્યાથી ધીમીધારે શરૂ થયેલ વરસાદ ચાર વાગ્યા સુધીમાં ભારે વરસાદમાં ફેરવાયો હતો. જેને લીધે સ્કૂલ બે વાગ્યાથી છ વાગ્યા સુધીમાં સવા બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આ વરસાદને પગલે શહેરના અને સોસાયટી વિસ્તારો જેમ કે ગાયત્રી નગર સોસાયટી, વિવેકાનંદ નગર સોસાયટી, અમરપરા, નદીપરા, કુકાવાવ નાકા, સહિતના વિસ્તારમાં પાણી ભરાવા લાગ્યા હતા. તેમજ પોલીસ સ્ટેશનથી નદી પરા મુખ્ય માર્ગ પર પાણી ખૂબ આવી જતા વાહન વ્યવહાર પણ અટકી પડ્યો હતો. ધોધમાર વરસાદને પગલે અનેક શાળાઓ કોલેજોમાં વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં
આવી હતી. છ વાગ્યા પછી વરસાદ બંધ થતાં જનજીવન સામાન્ય બન્યું હતું.
કાલાવડ શહેર અને તાલુકા ના નીકાવા, આણંદપર,નાનાવડાલા, જાલાસણ, જામવાળી, સણોસરા, પાતામેઘપર, શિશાંગ, મોટા વડાલા, ખરેડી સહિત ના ગામોમાં જોરદાર વરસાદ પડ્યો હતો. સમગ્ર વિસ્તાર માં બે કલાક મા ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વાવણી ઉપર વરસાદ પડતાં ખેડૂતો મા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો.એક કલાક માં તોફાની 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો અને બે કલાક દરમિયાન ચાર ઇંચ વરસાદ ખાબકતા પાણી પાણી બીજી વાત નહિ તેવી સ્થિતિ સર્જાવા પામી હતી.
માણાવદરમાં ધોધમાર ચાર ઇંચ વરસાદ ખાબકતા નદીનાળા છલકાયા હતા અને રસ્તાઓ પર ગોઠણ ડૂબ પાણી ભરાયા હતા. આ વિસ્તારના ખેતરોમાં પણ પાણી ભરાતા બેટમાં ફેરવાયા છે તેમજ ખેતીની જમીન પર નદીના વહેણ ફરીવળતા નુકસાની થવા પામી છે. માણાવદરમાં ખાબકેલા ધોધમાર ચાર ઈંચ વરસાદથી માણાવદર શહેરનો રાજાશાહી વખતનો રસલા ડેમ ચોથી વખત ઓવરફ્લો થયો હતો.