નિંભણી ડેમમાં સૌથી વધુ 1.64 ફૂટ પાણી આવ્યું: આજી-3ની સપાટીમાં 1 ફૂટનો વધારો
સૌરાષ્ટ્રમાં રવિવારે પણ મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. હળવા ઝાપટાથી લઇ પાંચ ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. જેના કારણે જળાશયોમાં સતત નવા નીરની આવક થઇ રહી છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન 22 ડેમમાં નવા નીરની આવક થવા પામી છે. છલકાતા નદી-નાળાના કારણે જળાશયોની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે.
રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં નવુ 0.20 ફૂટ પાણીની આવક થવા પામી છે. 34 ફૂટની ઉંચાઇ ધરાવતા ભાદર ડેમની સપાટી હાલ 17.70 ફૂટે પહોંચી જવા પામી છે. ડેમમાં 1422 એમસીએફટી પાણી સંગ્રહિત છે. આ ઉપરાંત ફોફળ ડેમમાં 0.20 ફૂટ, આજી-2 ડેમમાં 0.95 ફૂટ, આજી-3 ડેમમાં 1.02 ડેમ, ન્યારી-1 ડેમમાં 0.16 ફૂટ, ન્યારી-2 ડેમમાં 0.16 ફૂટ, લાલપરીમાં 0.16 ફૂટ, છાપરવાડી-2માં 0.33 ફૂટ પાણીની આવક થવા પામી છે.
મોજ, વેણુ, સોડવદર ડેમ ઓવરફ્લો થઇ રહ્યા છે. આ ઉપરાંત મોરબી જિલ્લામાં મચ્છુ-1 ડેમમાં 0.39 ફૂટ, મચ્છુ-2 ડેમમાં 0.23 ફૂટ અને ડેમી-1 0.16 ફૂટ પાણીની આવક થવા પામી છે.
જામનગર જિલ્લામાં ફૂલઝર ડેમમાં નવું 0.46 ફૂટ, ઉંડ-3 ડેમમાં 0.39 ફૂટ, વાડીસંગમાં 0.16 ફૂટ પાણીની આવક થઇ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વર્તુ-2 0.33 ફૂટ, વેરાડી-1માં 0.66, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગાવો-2 ધોળધજામાં 0.98 ફૂટ, લીંબડી ભોગાવો-1માં ફળકુમાં 0.16 ફૂટ, વાંસલમાં 0.16 ફૂટ, ત્રિવેણી ઠાંગામાં 0.16 ફૂટ અને નિભંણીમાં સૌથી વધુ 1.64 ફૂટ પાણીની આવક થવા પામી છે.
સૌરાષ્ટ્રનો સૌથી મોટો ખોડીયાર ડેમ ઓવરફલો
ધારી સ્થિત સૌરાષ્ટ્રમા સૌથી વઘુ ઉચાઇ ધરાવતો ખોડિયાર ડેમ ઓવરફલો થતા ત્રણ દરવાજો ખોલવામા આવ્યો હતો.જેના પગલે નીચાણવાળા ગામોને એલર્ટ આપવામા આવ્યુ છે. ધારી તથા ઘારી તાલુકાના ગામો અને ગીરના જંગલમા સીઝનો પ્રથમ સારો વરસાદ વરસી ગયો હતો તેમ ગ્રામ્ય વિસ્તારમા સારા વરસાદના કારણે શેત્રુંજી નદીમા ભારે પુર આવતા સૌરાષ્ટ્રના સૌથી ઉચો એટલે કે 75 ફૂટની ઉચાઇ ઘરાવતા ખોડિયાર ડેમ ભરાઈ જતા આવક સામે જાવક ઉભી કરવા ડેમનો સાત દરવાજો એક ફુટ ખોલવામા આવ્યો હતો ડેમ ઓવરફલો થતા પ્રાંત અધિકાર મહાવદીયા ,મામલતદાર સહિતનો સ્ટાફ ડેમ સાઇટ પર મુલાકાત લઇને નીચાણવાળા 75 જેટલા ગામોને એલર્ટ રહેવામા મેસેજ આપવામા આવ્યો હતો. તેમજ ખોડિયાર ડેમ ઓવરફલો થતા લોકોમા આનંદની લાગણી ફેલાઈ હતી.