છેલ્લા ૩૫ વર્ષથી ચાલતી સંસ્થા દ્વારા ૩૩૦ ચેકડેમો, ૨૫૦૦ ખેત તલાવડી જેવા પાણીના સ્ત્રોત તૈયાર કરાયા
દેશના છેવાડે આવેલ ગુજરાત રાજયના ઓખા મંડળની ત્રણે દિશાએ દરીયો આવેલ છે. જમીનમાં ખારાશનું પ્રમાણ વધારે હોવાથી પીવાના પાણી અને ખેતી માટે મીઠા પાણીનો સોસ ઉભા કરવાનું કામ ટાટા કેમીકલ્સ લિમીટેડ કંપનીએ ૧૯૮૩માં ટાટા કેમીકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટ નામની સંસ્થા શરૂ કરેલ જે સંસ્થા દ્વારા ઓખા મંડળના ૪૨ ગામોમાં પાણીના સ્ત્રોત ઉભા કરવા વરસાદી પાણીનો બચાવ કેવી રીતે કરવો, વૃક્ષારોપણ, ખેતરોમાં પાણીના સ્ત્રોત ઉભા કરવા, વરસાદી પાણીનો બચાવ કેવી રીતે કરવો, ખેતરોમાં પાણી સ્ત્રોત બનાવવા ખેડુતોને મદદ કરવા જેવી અનેક પ્રવૃતિઓ સાથે શિવણ કલાસ, હેન્ડ ક્રફટ, કોમ્પ્યુટર કલાસ, એપ્રેટીસ, વેલ્ડીંગ ફીટર ટ્રેનીંગ, શિક્ષણ સ્કોલરશીપ, ખેડુતોના બાળકો માટે અભ્યાસની સગવડો, મહિલા શિક્ષણ માટે એસ.એન.ડી.ટી. બાળકો માટે રમત-ગમત ઉત્સવો, પશુપક્ષીઓ માટે નેચરલ કલબ અને વિશેષમાં મોરારીબાપુની વહાલી વેલમાછલી બચાવ અભિયાન ચલાવી રહ્યા છે.
છેલ્લા ૩૫ વર્ષથી ચાલતી આ સંસ્થા ટાટા ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે અને અહીં ૪૫નો મહિલા પુરુષનો સ્ટાફ કાર્યરત છે. આજે ઓખા મંડળના લોકો માટે આ સંસ્થા એક આશીર્વાદરૂપ છે અને આ સંસ્થા સરકારી દરેક યોજના સાથે પણ જોડાયેલી હોવાથી અહીં સરકારી યોજનાનો લાભ પણ લોકોને મળી રહે છે.
અહીંનો વિનયી સ્ટાફ પણ અહીં આવતા લોકોના દરેક કામો સહેલાયથી થાય છે.