સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા જળ સંચય અને જળ વ્યવસપનના વિવિધ કાર્યો કરવામાં આવી રહયાં છે. આ યોજના અંતર્ગત ચાલુ વર્ષે રાજકોટ જિલ્લામાં જળસંપતિ વિભાગ દ્વારા ૩૧૬ કામોના આયોજનની સામે અત્યાર સુધીમાં રૂપિયા ૧૪૭.૪૨ લાખના ખર્ચે ૧૩૫ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જે પૈકી જળસંપતિ વિભાગ દ્વારા રૂપિયા ૯૯.૦૭ લાખના ખર્ચે ૫૭ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જ્યારે ૬૦  ૪૦ ટકાની લોકભાગીદારી સો ૪૪ કામો રૂપિયા ૨૩.૫૮ લાખના ખર્ચે પૂર્ણ કર્યા છે. તેમજ ૧૦૦ ટકા લોકભાગીદારી સો રૂપિયા ૨૪.૭૭ લાખના ખર્ચે ૩૪ કામો કરવામાં આવ્યા હોવાનું  નાયબ કાર્યપાલક ઈજનેર અને નોડલ અધિકારી ગુણવતા નિયમન પેટા વિભાગ નં  ૨, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.