૧૦માંથી ૪ ડેમો ખાલીખમ્મ થતાં પાણીની સમસ્યા

ગત ચોમાસામાં અપૂરતા વરસાદને પગલે મોરબી જીલ્લાના જળાશયો ભરાયા ના હતા જેથી આ વર્ષે ચોમાસું શરુ થાય તે પૂર્વે જ ડેમો ખાલી થવા લાગ્યા છે હાલ મોરબી જીલ્લાના ૧૦ માંથી ૪ ડેમો ખાલીખમ છે તો અન્યમાં પણ નજીવો જળજથ્થો ઉપલબ્ધ જોવા મળે છે.

મોરબી જીલ્લાના જળાશયોની સ્થિતિ અંગે ડેમ અધિકારી સતીશભાઈ ઉપાધ્યાય પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લાના કુલ ૧૦ ડેમોની કુલ ૧૦,૯૭૦ એમસીએફટી સંગ્રહશક્તિ સામે ફક્ત ૧૬૯૬ એમસીએફટી જળજથ્થો છે જેમાં જીવંત જથ્થો માત્ર ૧૩૭૩ જ બચ્યો છે એટલે કે જીલ્લાના કુલ સ્ટોરેજ સામે હાલ માત્ર ૧૫.૧૬ ટકા જળજથ્થો ઉપલબ્ધ છે મોરબી જીલ્લાના એકમાત્ર મચ્છુ ૨ ડેમમાં ૨૮ ટકા જથ્થો છે જયારે અન્ય ડેમોમાં ૧૬ ટકા, ૧૩ ટકા અને ૧૦ ટકા જેટલો જથ્થો બચ્યો છે અને ચાર ડેમો સાવ ખાલીખમ જોવા મળે છે.

જેથી આ વર્ષે જળકટોકટી સર્જાઈ સકે તેવા એંધાણ મળી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ગત રવિપાકની સીઝનમાં પણ ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળ્યું ના હતું અને નજીવો જળજથ્થો પીવા માટે અનામત રાખવામાં આવ્યો હતો ત્યારે ચાલુ વર્ષે ચોમાસું કેવું રહે છે તેના પર સર્વત્ર આધાર છે અન્યથા ફરીથી જગતનો તાત સિંચાઈના પાણી વિના રહેશે.

મોરબી જીલ્લાના જળાશયોની સ્થિતિ

મચ્છુ -૧ : ૧૬.૨૨ ટકા જથ્થો (વાંકાનેર), મચ્છુ -૨ : ૨૮.૧૬ ટકા જથ્થો (મોરબી), : ૧૩.૮૦ ટકા (હળવદ), : ૧૦.૩૦ ટકા (હળવદ), ઘોડાધ્રોઈ : ૧૮.૯૩ ટકા (હળવદ), ડેમી  ૧ : ખાલી  (ટંકારા), ડેમી  ૨ : ખાલી (ટંકારા), ડેમી ૩ ખાલી (ટંકારા), બંગાવડી: ખાલી (ટંકારા) મચ્છુ ૩ માં મોરબી શહેરનું પાણી જમા થાય છે જે ૮.૮૭ ટકા જથ્થો છે પરંતુ પીવાના ઉપયોગમાં લેવાય તેમ નથી. મોરબી જીલ્લાના પાંચ જળાશયો ખાલી જયારે અન્ય પાંચમાં નજીવો જથ્થો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.