ક્યારેય વિચાર્યું છે કે પાણીપુરીના પાણીના પણ છે અનેક ગુણો…
ભારતીય સ્ટ્રીટ ફૂડની મહારાણી એટલે પાણીપુરી ,ગોલગપ્પા, પકોડી, પુચકા , જે કહીએ તે બધું કેજ છે, માત્ર નામ જુદા છે પણ સ્વાદ અને ગુણ એક સમાન છે.દેશની કોઈપણ શેરી ગલી એવી નહિ હોઈ જ્યાં ભૈયાજીની પાણીપુરીનો થેલો ન જોવા મળે અને એ પણ ભીડ સાથે. પરંતુ અહીં માત્ર મહિલાઓ જ પાણીપુરીની શોખીન છે એવું નથી પુરુષો પણ એ રેસમાં આગળ પડતા છે. અહીં વાત એની નથી પરંતુ વાત એ છે કે જયારે પાણીપુરી ખાઈએ છીએ ત્યારે એ વિચાર્યું પણ નહિ હોઈ કે પાણીપુરીનું પાણી કેટલું ગુણકારી છે જે અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ છે. હા, કદાચ એવું વિચાર્યું હાશે કે એ પાણી સ્વાસ્થ્ય માટે લાભદાયી નથી. અને તેના સેવનથી અનેક બીમારીઓ થાય છે. પરંતુ અહીં તમારી એ ભ્રમણા દૂર કરવાની કોશિશ કરીશું.
તમને એ જાણીને આશ્ચર્ય થશે કે જે પાણીને અશુદ્ધ માનીને અવગણો ચો એ પાણી ખરેખર આપણા શરીરને અનેક રીતે ફાયદા આપે છે.
પાણીપુરીનું પાણી ફુદીના અને કોથમીર માંથી બનાવવામાં આવે છે પેન્ક્રિયાને વધુ ઝડપી બનાવે છે.
કોથમીરમાં રહેલા તત્વો હિમોગ્લોબીન અને આંખ માટે ખુબ જ ફાયદાકારક છે.
આ ઉપરાંત તેમાં સુપાચ્ય એવા સંચારનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જે પંચાન ક્રિયા અને બ્લડપ્રેસર માટે લાભદાયી છે.
તેમાં લીંબુનો પણ ઉપયોગ થાય છે જે રોગપ્રતિકારક શક્તિ અને વિટામિન સીની ઉણપ દૂર કરે છે.
પેટને લગતી પાચનની ગેસની અને કબજિયાતની સમસ્યાઓને પણ પાણીપુરીનું પાણી દૂર કરે છે છે.