ઉપલેટાના પ્રવાસે આવેલા પૂર્વ ગૃહ મંત્રીએ પત્રકારો સાથે કરી વાતચીત
આગામી ૨૯મીએ રાજકોટ પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પીવા અને સિંચાઇના પાણી સહીતના વિવિધ યોજનાનું લોકો અર્પણ થવા જઇ રહ્યું છે. ત્યારે રાજયના પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઇ ઝડફીયા એ રાજકોટ જીલ્લામાં વિઘુત વેગી પ્રવાસ ખેડીને પાર્ટીના કાર્યકરો હોદેદારો વિવિધ મંડળોના પ્રમુખ સાથે ચર્ચા કરી પત્રકારોને વિવિધ માહીતી આપી હતી.
ગઇકાલે ૨૯મી અંતગર્ત ઉપલેટા પ્રવાસે આવેલા રાજયના પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના હોદેદાર નેતા ગોરધનભાઇ ઝડફીયાએ
જણાવેલ કે આગામી સમયમાં સિંચાઇ માટેના પાણી માટે ખેડુતોને બાપડો નહી બનવું પડે રાજયના ખેડુતોનું હિત દેશના વડાપ્રધાનના હૈયે છે ત્યારે રાજય સરકર અને કેન્દ્ર સરકાર સાથે મળી ગુજરાતની જનતાને પીવાના પાણીનો પ્રશ્ર્ન તેમજ ખેડુતો માટે સિંચાઇના પ્રશ્રે અગ્યતા આપી મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સૈવ પ્રથમ સૌરાષ્ટ્રના વિવિધ પ્રશ્ર્નોને અગ્રતા આપી આગામી ૨૯મીએ જામનગર બોટાદ બાદ ત્રીજા ચરણમાં સૌની યોજના લોકાઅર્પણ ૧૧પ ડેમો નર્મદા નીરથી ભરવાના છે તેમાંથી આજી ડેમ ને નર્મદા નીબથી ભરાઇ જતા તેના વધામણા કરવા ૨૯મી રાજકોટમાં પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને સત્કારવા સમગ્ર સૌરાષ્ટ્રમાંથી સ્વભુ લોકો ઉમટી પડવા છે ત્યારે ઉપલેટા શહેર તાલુકામાંથી પણ રાજકોટ મુકામે બહોળી સંખ્યામાં લોકો જોડાવા રાજયના પૂર્વ ગૃહ મંત્રી ગોરધનભાઇ ઝડફીયા એ આહવાન કરેલ હતું.
આ મીટીંગમાં ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા, જીલ્લા ભાજપના મહામંત્રી જયંતિભાઇ ઢોલ, શહેર ભાજપના પ્રમુખ માધવજીભાઇ પટેલ, આર.ડી.સી. બેંકના ડીરેકટર હરિભાઇ ઠુમર, તાલુકા સંઘના પ્રમુખ વલ્લભભાઇ સખીયા, નગરપતિ દાનભાઇ ચંદ્રવાડિયા, યાર્ડના વાઇસ ચેરમેન રાજભાઇ સુવા, તાલુકા ભાજપના પ્રમુખ રાજશીભાઇ દુબલ, દુધ ડેરીના પ્રમુખ કમલેશ ચંદ્રવાડીયા, દિપકભાઇ સુવા, શિક્ષણ સમીતીના પૂર્વ ચેરમેન નીતીનભાઇ અધેરા સદહારી આગેવાન કિશનભાઇ વસોયા , સતીષભાઇ સોજીત્રા, સંજયભાઇ વેકરીયા સુધરાઇ સભ્યો રણુભા જાડેજા, આર.પી. પટેલ, હરસુખભાઇ સોજીત્રા, જગદીશભાઇ કપુપરા, જયેશભાઇ ત્રિવેદી, કનુભાઇ સુવા, ગોવિંદભાઇ બારૈયા, સહીતના આગેવાનો ઉ૫સ્થિત રહ્યા હતા.