જેતપુર ડાઇંગના કેમિકલથી નદી પ્રદૂષિત થવાનો મામલો
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ગંભીર પ્રશ્ને આંખ મિંચામણા: અનેકવાર રજૂઆત છતાં કોઇ ઠોસ કાર્યવાહી નહીં
જુનાગઢ-રાજકોટ અને પોરબંદર જીલ્લાના ગામોમાંથી પસાર થતી ભાદર, ઓઝત અને ઉબેણ નદીમાં જેતપુર ડાઇંગનું કેમીકલયુકત પાણી ભેળવવામાં આવી રહ્યું છે. પરિણામે નદી કાંઠાના કુવા, બોરનું પાણી પ્રદુષિત થઇ ગયું છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ગંભીર પ્રશ્ન એ આંખ મિચામણા થતાં અને જેતપુર ડાંગના કેમ નથી નદી પ્રદૂષિત થવાના મામલે આગામી તારીખ ૭ જાન્યુઆરીએ ભાદર બેન અને અજીત ઓઝત નદીના ગામોમાં ગ્રામજનો દ્વારા ના દ્વારા નદી કિનારે એકઠા થઇ નદીઓનું પૂજન કરી તંત્રની આંખ ખોલવા ના પ્રયત્નો કરવામાં આવશે.
ભાદર,ઓઝત અને ઉબેણ નદી જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લાના ગામડાઓમાંથી પસાર થાય છે. અને આ ત્રણેય નદીઓમાં જેતપુર ડાઇંગનું કેમીકલ યુક્ત પાણી ભેળવવામાં આવી રહ્યું છે. જેના કારણે નદી કાંઠાના ગામોના કૂવા અને બોરનું પાણી પ્રદૂષિત થઇ ગયું છે. આ પ્રદૂષિત પાણીથી લોકોમાં ચામડી, પેટ અને કેન્સર જેવા રોગ વધ્યા છે. અને પશુ, પ્રાણી, જળચર જીવો સામે ખતરો ઉભો થયો છે. પશુઓ ગર્ભ ધારણ કરી શકતા નથી. જ્યારે ખેતીપાકો અને બાગાયતી પાકોનું જીવવું અને ઉછેરવું મુશ્કેલ બની ગયું છે. ખેતીની જમીન બંજર બની રહી છે, પરિણામે ખેડૂતો પણ બરબાદ થયા છે. આ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા
આ ગંભીર પ્રશ્ને કરાતા આંખ મિચામણાં અને ઢીલી નિતીના કારણે અગાઉ અનેક રજૂઆત કરવા છત્તાં કોઇ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઇને આ સમસ્યા વધુ વિકરાળ બની છે. ત્યારે આ નદી કાંઠે આવેલા ગામના લોકો દ્વારા હવે નદી બચાવો અભિયાન શરૂ કરવામાં આવશે.
નદી બચાવો અભિયાનનો પ્રારંભ કરાશે
આ અંગે ખેડૂત હિત રક્ષક સમિતીના ક્ધવીર અતુલ શેખડાએ જણાવ્યું હતું કે, આગામી તા.૭ જાન્યુઆરીએ સવારે ૧૦ કલાકે નદી કાંઠાના ગામે ગામ નદી બચાવો અભિયાનનો પ્રારંભ કરાશે.ઓઝત, ઉબેણ અને ભાદર નદીના કાંઠાના ગામોમાં ખેડૂતો, મહિલાઓ તેમજ બાળકો સહિત તમામ ગ્રામજનો નદી કિનારે એકઠા થશે. બાદમાં સ્થાનિક સંતો-મહંતોની ઉપસ્થિતીમાં ભૂદેવોના મુખેથી ઉચ્ચારાતા વેદોક્ત મંત્રોચાર સાથે નદીઓનું પૂજન કરવામાં આવશે. બાદમાં હાથમાં પાણી લઇ નદી બચાવવાના શપથ લેવામાં આવશે.