દરિયાઈ જીવસૃષ્ટિ પર ખતરો; દરિયામાં દરરોજ ૮ મીલીયન ટન પ્લાસ્ટિક સહિતનો કચરો ઠાલવાય છે; જળ પ્રદુષણને રોકવા યોગ્ય પગલા લેવાની તાતી જરૂ‚ર

હાલના સમયે પ્રદુષણ એક જટીલ અને વણઉકેલ સમસ્યા બની છે. હવા પ્રદુષણનું પ્રમાણ તો ખતરનાક સ્તરે વધી રહ્યું છે. પણ આ સાથે જળ પ્રદુષણમાં પણ વધારો થયો છે. દરિયામાં દર વર્ષે ૮ મીલીયન ટન પ્લાસ્ટિક ઠાલવાય છે.જયારે આવતા સાત વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૨૫ સુધીમાં પ્લાસ્ટીકનો જથ્થો અધધ ૨૫૦૦ કરોડ ટને પહોચી જશે તેવી દહેશત ઉભી થઈ છે.

ધક્ષ ન્યુ ઈન્ટરનેશનલ યુનિયન ફોર ક્ધઝર્વેશન ઓફ નેચર આઈયુસીએનના એનાલીસીસ પેપરમાં આ ઘટસ્ફોટ થયો છે. આઈયુસીએનનાં અહેવાલ પ્રમાણે દરિયામા જળ પ્રદુષણનું પ્રમાણ દીન પ્રતિદિન વધી રહ્યું છે. પ્લાસ્ટિકની કોથળીઓ, બોટલો વગેરે જેવો કચરો દરિયામાં ઠાલવાતા દરિયાઈ જીવસૃષ્ટિઓને માટે મોટો ખતરો ઉભો થયો છે.

હાલમાં, દરિયામાં ૧૫૦ મીલીયન ટન પ્લાસ્ટિકનો જથ્થો હોવાનું અનુમાન છે. જે આવતા સાત વર્ષમાં બે ગણો થવાનો ભય છે. સ્વાભાવિક છે કે, દરિયાઈ જીવસૃષ્ટિઓ આ પ્લાસ્ટિકને ખાય જાય છે. જેથી તેમને મોટી હાની પહોચે છે. દરિયાઈ પ્રદુષણ ને ઘટાડવાની તાતી જ‚રીયાત ઉભી થઈ છે. પર્યાવરણ વિજ્ઞાને યુરોપસ્થિત એક પેપરમાં જણાવ્યું છે કે, જળપ્રદુષણનો ફેલાવો અને અટકાવો આવશ્યક છે. નહિતર દરિયાઈ જીવસૃષ્ટી સહિત માનવ સૃષ્ટિને પણ મોટાપાયે નુકશાનીનો સામનો કરવો પડશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.