ધોરાજી પંથકમાં છેલ્લા ચાર પાંચ વર્ષ થી લોકો એ રોડ રસ્તા ને લઈને અનેક આંદોલન થયાં હતાં લોકો એ ઘણી વ્યથા ઓ વેઠી હતી ત્યારે તંત્ર દ્વારા ધોરાજી માં રોડ રસ્તા ઓની કામગીરી કરવામાં આવી હતી લાખો રૂપિયા નાં ખર્ચે બનાવેલ રોડ રસ્તા નો હજું વધું સમય જ નથી થયો એક વર્ષ માં પણ થોડો સમય બાકી છે જયાં તો ઠેર ઠેર આર સી સી રોડ પર ગાબડાં અને તિરાડો જોવા મળે છે સામાન્ય વરસાદ પડતાં જ આર સી રોડ પર ગાબડાં અને તિરાડો પડી જતાં લાખો રૂપિયા નાં ખર્ચે બનાવેલ રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે.
ત્યારે આ રોડ રસ્તા માં ભ્રષ્ટાચાર થયાં ની ધોરાજી લોકો માં ચર્ચા એ જોર પકડ્યું છે ટુંકા ગાળા દરમ્યાન બનાવેલ આર સી રોડ પર હાલ મરણપથારીએ રોડ રસ્તા છે ધોરાજી નાં વકીલ એવાં દિનેશ ભાઈ વોરા એ આ વિશે વધુ માં જણાવેલ કે આ આર સી રોડ પર તિરાડો પડી હતી ત્યારે આર સી રોડ પર ડામર ની સ્ટીચ નાખવામાં આવેલ જે બાબતે જવાબદાર તંત્ર ને લેખીત અને મૌખીક રજુઆત કરી હતી પણ તંત્ર ના પેટ નું પાણી હલયુ નથી અને ભ્રષ્ટાચાર થયા ની શંકા ની આશંકા ભકત કરી હતી અને આ ભ્રષ્ટાચાર ની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે