ન્યૂયોર્ક, અબતક
સૂર્યમંડળમાં સજીવ સૃષ્ટિ માટેનું ઘર એટલે એકમાત્ર આપણો દુધિયો ગ્રહ એટલે કે આપણી પૃથ્વી. પૃથ્વી સિવાય પણ અન્ય કોઈ ગ્રહ પર માનવ વસવાટની શક્યતા હોય તો તેમાં સૌપ્રથમ શ્રેણીમાં લાલ ગ્રહ તરીકે જાણીતા મંગળ ગ્રહનું જ નામ આવે છે. અને અહીં એટલે જ શોધખોળ માટે વૈજ્ઞાનિકો તેમજ ખગોળશાસ્ત્રીઓ સદૈવ આતુર હોય છે. મંગળની સપાટી પર તળાવ તેમજ સરોવરો કે જે પાણી થી ભરપુર છે તેવા અનેક વખત અહેવાલો પ્રગટ થયા છે. પરંતુ હાલ યુરોપિયન સ્પેસ એજન્સીના માર્સ એક્સપ્રેસ ઓર્બીટર દ્વારા મળેલા ડેટા પરથી સંશોધનકારોએ એ તર્ક લગાવ્યો છે કે મંગળ ગ્રહના દક્ષીણ ધ્રુવ પર કોઈ તળાવો છે નહીં. તો શું અગાઉ પ્રસ્તુત થયેલી તસવીરોમાં તળાવો માત્ર પ્રતિબિંબિત હતા ? લાલ ગ્રહના તળાવ માત્ર ઝાંઝવાના જળ સમાન આભાસી છે ? તેવા અનેક પ્રશ્નો ઉઠે છે.
માર્સ પર પાણીના સરોવર હોવાની વર્ષ 2018માં પ્રકાશિત થયેલી તસવીરો સાચી ન હોવાનું યુરોપિયન સ્પેશ એજન્સીનો દાવો
ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં બે સંશોધન ટીમોએ આશ્ચર્યજનક શોધની જાહેરાત કરી હતી કે મંગળ એક્સપ્રેસ ઓર્બિટરએ લાલ ગ્રહની દક્ષિણ ધ્રુવમાંથી પ્રદર્શિત રડાર ઇન્સ્ટ્રુમેન્ટના સંકેતો, અને અહીં મોટા તળાવો છે. જો કે, હવે વૈજ્ઞાનિકોની એક ટીમ નાસા અને એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી (એએસયુ)એ માર્સ એક્સપ્રેસ ઑરબીટર ડેટાના વિસ્તૃત સમૂહનું વિશ્લેષણ કર્યા પછી હવે તે તળાવો આભાસી હોવાનું જણાવ્યું છે.
દક્ષિણ ધ્રુવની આસપાસ ડઝનેક સમાન રડાર પ્રતિબિંબ મળ્યાં. પરંતુ, તેમના મતે ઘણા એવા વિસ્તારો એવા છે જ્યાં પાણી પ્રવાહ છે.
સામાન્ય રીતે, રડાર તરંગો જ્યારે આવા પ્રદેશોમાંથી મુસાફરી કરે છે ત્યારે તે ઊર્જા ગુમાવે છે, તેથી આવી સપાટી નીચેથી પ્રતિબિંબ લાગે છે પણ તે ઓછી તેજસ્વી હોવી જોઈએ. એએસયુની સ્કૂલ ઓફ અર્થ એન્ડ સ્પેસ એક્સ્પ્લોરેશનના આદિત્ય ખુલ્લરે જણાવ્યું કે અસાધારણ રીતે તેજસ્વી સપાટીના પ્રતિબિંબ માટેના કેટલાક સંભવિત કારણો છે, તેમ છતાં, આ બે અભ્યાસોએ તારણ કાઢયું છે કે પ્રવાહી પાણીનો ઘટક આ તેજસ્વી પ્રતિબિંબનું કારણ હતું. કારણ કે પ્રવાહી પાણી રડારથી તેજસ્વી દેખાય છે. આથી તળાવ હોવાનો આભાસ થયો.