આગામી પ વર્ષમાં દેશનાં ૮૦ ટકા ગ્રામીણ વિસ્તારમાં પાણીની લાઇન પહોંચાડવાનો લેવાયો નિર્ણય
ગુજરાતી ભાષામાં સંપૂર્ણ સુખની પરિભાષામાં કહેવત છે કે ‘ઘરના ઘર ફળિયામાં નળ ને છોકરાં લઇાનસર હોય તો બીજું શું જોઇએ?’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર દ્વારા આગામી પાંચ વર્ષમાં દેશના ૮૦ ટકા થી વધુ ગ્રામીણ વિસ્તારમાં દરેક પરિવારને પાઇપ લાઇન મારફત પાણી પહોચાડવા કૃતિનિશ્ર્ચિયી બન્યું છે. સરકારે મંગળવારે ઘરે ઘરે પાણી પહોચાડવાની સંકલ્પ સિઘ્ધ નવી મહત્વકાંક્ષી યોજના ‘નલ એ જલ’ પાઇપ લાઇન દ્વારા ગામડાના દરેક ઘર સુધી પાણી પહોચડાવાના ભાજપના ચુંટણી વચન મુજબ આગામી પાંચ વર્ષમાં દરેક ઘરમાં પાણી પહોચાડવાનું લક્ષ્ય હાથમાં લીધું છે. કેન્દ્રીય જળ શકિત મંત્રી ગજેન્દ્રસિંગ શેખાવતે જણાવ્યું હતું કે ‘જલ જ જીવન’ મિશન અંતે ગત ગ્રામીણ ભારતના ચૌદ કરોડ પરિવારેને આ યોજનાનો લાભ આપવામાં આવશે. અને આગામી વર્ષોમાં પાણીની જરુરીયાત અને ઉ૫લબ્ધ મુજબ ૪૩ ટકા લોકોનું લક્ષ્ય સિઘ્ધ કરાશે. ‘જલ જીવન’મિશનમાં જળાશયો અને ભુગર્ભ જળ એમ બન્ને શ્રોતાનો ઉપયોગ કરવામાં આવશે. કેન્દ્રીય પૈય જળ સચિવ પરેશ્ર્વર લીયરએ જણાવ્યું હતું કે ગામડામાં જયાં સારી ગુણવતાનું પાણી ઉપલબ્ધ છે ત્યાં ગ્રામીણસ્તરે નળ દ્વારા પાણી વિતરણની વ્યવસ્થા ગોઠવશે.
અને બીજા વિસ્તારોમાં જયા પાણીની ગુણવતા નબળી છે ત્યાં પાણીની ટાંકી આધારીત ગ્રામ્ય સામુહિક ધોરણે પાઇપ આધારીત યોજનાઓની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ વ્યવસ્થા ગ્રામ્ય પંચાયતો અને સ્થાનીક સંસ્થાઓ દ્વારા જાળવવામાં આવશે પેય જળ સચિવ પરમેશ્વર લિયરે સ્વચ્છ ભારત અભિયાનમાં ખુબ જ મહત્વની કામગીરી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા આ યોજના માટે ફાળવનારી ગ્રાન્ટની સમીક્ષા ત્રાહિત એજન્સીઓ દ્વારા તટસ્થાથી કરવામાં આવશે. દરેકને નળથી પાણી પહોચાડવાની આ યોજનામાં ઓછા ખર્ચ મહત્તમ ફળશ્રુતિનું લક્ષ્ય રાખવામાં આવ્યો છે. સાથે સાથે ભુગર્ભ જળ સિંચન પાણીનો પુન: ઉપયોગ સેવેરવોટર નો ખેતીમાં ઉપયોગ સાથે સાથે નળસિંચન અને સંરક્ષણ માટેના જનજાગૃતિ પર પણ ખાસ ઘ્યાન દેવાશે.
શેખાવતે જણાવ્યું હતું કે પાણીની જેમ જેમ જરુરીયાતો વધતી જાય છે તેમ તેમ લોકોમાં જળ સંરક્ષણની પ્રવૃતિઓ પણ વધતી જાય છે. સરકારે જે વિસ્તારોમાં આ યોજના માટે સ્થાનિક ધોરણે પડકારજનક પરિસ્થિતિ હોય ત્યાં કેન્દ્ર સરકારે ત્યાં સ્થાનીક સ્વરાજય સઁસ્થાઓને પોતાની કાર્ય યોજનાઓ તૈયાર કરી કેન્દ્ર સરકારમાં મોકલવા જણાવ્યું છે. સરકાર આ યોજના માટે જરુરી ગ્રાન્ટમાં કોઇ ખોટ પડવા નહિ દેશે.