ખોદકામના કારણે અકસ્માત સર્જાવાની ભીતિ
ધોરાજીના જેતપૂર રોડ પર ખાનગી કંપની દ્વારા ગેસની લાઈનો નાખવાની કામગીરી ચાલી રહેલ છે. અને મનફાવે તેમ ખાનગી કંપનીના વાહનો અને સાધનો રોડપર રાખેલ જેથી મોટા પાએ ટ્રાફીક જામ થાય છે. અને રોડ પર રાખેલ આડસોના કારણે અકસ્માતોનો પણ ભય રહે છે. તેમજ ખાનગી ગેસ કંપનીની અણધડ નીતિને લીધે ધોરાજી નગરપાલીકાની મેઈન પાણીની પાઈપલાઈન આ કામગીરી દરમ્યાન તુટી જતા હજારો લીટર પાણીનો વેડફાટથયેલ છે. અ ને પાણીનો બગાડ થાય છે. એ અંગે કોઈ ખાનગી કંપની વાળાએ તંત્રને જાણ પણ નથી કરતા અને વહેલી સવારથી જાણે ચોમાસું હોય તેવો માહોલ સર્જાયો છે. અને અનેક ઘરોમાં પાણી ન પહોચતા મહિલાઓ હેરાન થઈ છે. એક તરફ શહેરમાં પાણીના ધાંધીયા છે. ને હજારો લીટર પાણી વેડફાય થઈ રહ્યો છે. છતા તંત્રને પેટમાં પાણી હલતુ નથી, વળી બેદરકારી વાળી કામગીરીથી ૩૧.૫ થી ૫૦૦ થી ૭૦૦ ટેલીફોન અને બ્રોડબ્રેન્ડ પણ બંધ થઈ ગયેલ છે અં અંગે વારંવાર રજૂઆતો છતા કોઈ પગલા ન લેવાતા તંત્ર જનતાને બદલે ખાનગી કંપનીઓની ચિંતા વધારે કરતા હોય તેમ લાગે છે.