છેલ્લા 24 કલાકમાં ભાદર ડેમમાં નવુ 2.66 ફૂટ પાણી આવ્યું 36 જળાશયોની સપાટી વધતા હવે જળ સંકટ સંપૂર્ણપણે હલ
સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જળાશયોનો જળ વૈભવ સતત વધી રહ્યો છે. સૌરાષ્ટ્રના બીજા નંબરનો સૌથી મોટો ડેમ ભાદર ડેમ હવે ભડભાદર થવામાં માત્ર 4.90 ફૂટ બાકી રહ્યું છે. 36 જળાશયોની સપાટી વધી છે. રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમ હસ્તકના 36 જળાશયોમાં આજે સવારે પૂરા છેલ્લા 24 કલાક દરમિયાન પાણીની આવક થવા પામી છે. રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં નવુ 2.66 ફૂટ પાણીની આવક થવા પામી છે. 34 ફૂટે ઓવરફ્લો થતા ભાદરની સપાટી 29.10 ફૂટે પહોંચી જવા પામી છે અને ડેમમાં 4583 એમસીએફટી પાણી સંગ્રહિત છે.
ઉંચાઇની દ્રષ્ટિએ હવે ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 4.90 ફૂટ બાકી છે. પરંતુ જળ સંગ્રહ શક્તિની દ્રષ્ટિએ ડેમ હજી 2053 એમસીએફટી અર્થાત આજી ડેમ બે વાર ઓવરફ્લો થાય તેટલો જળ જથ્થો સંગ્રહિત થઇ શકે તેમ છે. ભાદર ઉપરાંત રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા આજી-1 ડેમમાં નવુ 0.36 ફૂટ પાણી આવતા 29 ફૂટે ઓવરફ્લો થતા આજીની સપાટી 21.80 ફૂટે પહોંચી જવા પામી છે. ડેમમાં 490 એમસીએફટી પાણી સંગ્રહિત છે.
જ્યારે રાજકોટ જિલ્લાના મોજ ડેમમાં 0.82 ફૂટ, સુરવો ડેમમાં 5.09 ફૂટ, ગોંડલીમાં 1.64 ફૂટ, વાછપરી ડેમમાં 0.92 ફૂટ, ન્યારી-1 ડેમમાં 0.33 ફૂટ, ફાડદંગબેટીનો 0.49 ફૂટ, ઇશ્ર્વરિયા ડેમમાં 1.90 ફૂટ, કરમાળમાં 0.98 ફૂટ, કર્ણુકી ડેમમાં 1.80 ફૂટ અને તાલગઢ ડેમમાં 3.94 ફૂટ પાણીની આવક થવા પામી છે. રાજકોટ જિલ્લાના જળાશયોમાં 78.85 ટકા પાણી સંગ્રહિત છે. મોરબી જિલ્લાના મચ્છુ-1 ડેમમાં 0.62 ફૂટ, મચ્છુ-2 ડેમમાં 0.39 ફૂટ, ડેમી-1માં 0.13 ફૂટ, ડેમી-2 ડેમમાં 0.66 ફૂટ, બ્રાહ્મણી-2 0.16 ફૂટ અને ડેમી-3 ડેમમાં 1.15 ફૂટ, જામનગર જિલ્લાના સસોઇ ડેમમાં 1.28 ફૂટ પાણીની આવક થવા પામી છે.
જામનગર જિલ્લાના સસોઇ ડેમમાં 1.28 ફૂટ, ફૂલઝર-1માં 0.95 ફૂટ, સપડામાં 0.59 ફૂટ, ઉંડ-1 0.03 ફૂટ, કંકાવટી ડેમમાં 0.20 ફૂટ, રૂપાવટી ડેમમાં 2.30 ફૂટ, રૂપારેલ ડેમમાં 0.33 ફૂટ, સસોઇ ડેમમાં 2.62 ફૂટ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના વર્તુ-2 ડેમમાં 0.98 ફૂટ, વેરાડી-1માં 0.49 ફૂટ, કાબરકા ડેમમાં 0.66 ફૂટ, વેરાડી-2 ડેમમાં 0.33 ફૂટ, મીણસાર (વાનાવડ)માં 1.31 ફૂટ જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગાવો-1માં 0.10 ફૂટ, વઢવાણ ભોગવો-2માં 0.10 ફૂટ, વાંસલ ડેમમાં 1.15 ફૂટ, લીંબડી ભોગવો-2માં 0.98 ફૂટ અને અમરેલી જિલ્લાના સાકરોલી ડેમમાં 2.69 ફૂટ પાણીની આવક થવા પામી છે.