સુરેન્દ્રનગર જીલ્લા મા હાલ ઉનાળા ની ઋતુ નો પ્રારંભ થતો જતો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા હાલ ગરમી ધીમે ધીમે જોર પકડી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા ગત વર્ષે ખૂબ ઓછો વરસાદ પડ્યો છે ત્યારે પાણી ની ઉનાળા માં ખુબ કપરી પરિસ્થિતિ સર્જાય તેવું હાલ વર્તાય રહ્યુ છે.
ત્યારે આજે સવારે સુરેન્દ્રનગર જીલ્લા ના જોરાવર નગર કોર્જવે વિસ્તારમાં અચાનક પાણી ની લાઇન લીક થતાં પાણી ની રેલમ છેલ થઈ ગઈ હતી ત્યારે જોરાવર નગર વિસ્તાર ક્રોજાવે પર પાણી ની લાઇન લીક થતાં અચાનક રોડ એકા એક બેસી જવા પામ્યો હતો. અને પાણી ની રેલમ છેલ થઈ ગઈ હતી.
ત્યારે આ પાણી ની લાઇન લીક થતાં આજુ બાજુ ના રોડ પર પાણી ભરાયુ હતું અને પાણી નો વેડફાટ થયો હતો. ત્યારે પાણી ની લાઇન લીક થતાં કાદવ અને કીચડ થતાં લોકો ને પરેશાની નો સામનો કરવો પડ્યો હતો.અને અચાનક રોડ બેસી જતા જોરાવરનગર ક્રોઝવે રોડ ઉપર વાહન ચાલકો દ્વારા સાવચેતી રાખવાની ફરજ પડી હતી.