ઈનલેન્ડ જળ માર્ગ વિકસાવવા કેન્દ્ર સરકારે રૂ.૧૦,૦૦૦ કરોડના પ્રોજેકટ માટે દરખાસ્ત મુકી
રાજસની કચ્છ સુધી ૫૯૦ કિ.મી.ના સુકા પટ્ટાને જળ સરોવરના માધ્યમી જળ માર્ગ બનાવી જોડવા માટે કેન્દ્ર સરકારે દરખાસ્ત મુકી છે. જેમાં રૂ.૧૦,૦૦૦ કરોડના ખર્ચે જવાઈ અને લુણી નદીઓ તેમજ કોરી ક્રિકને જોડી દેવામાં આવશે.
આ મામલે રાજયકક્ષાના જળ સંશાધન મંત્રી અર્જૂન રામ મેઘવાલે કહ્યું હતું કે, આ પ્રોજેકટી ટ્રાન્સપોર્ટ માટે રેલવે માર્ગનો અન્ય વિકલ્પ ઉભો થશે. આ એરીયામાં ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર આવી રહ્યાં છે. પરિણામે પર્યાવરણના મુદ્દાને ધ્યાને રાખીને અમે જળ માર્ગનો વિચાર કર્યો છે. જેનાી ઉદ્યોગોને મુડી રોકાણનું રિટર્ન પણ સરળતાી મળશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશમાં ૧૧૧ ઈનલેન્ડ જળ માર્ગો વિકસાવવાની સૈધ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. જેમાં ૪૮માં નંબરનો જળ માર્ગ કોરી ક્રિક એરીયાનો રહેશે. જે રાજસની કચ્છને જોડશે. આ પ્રોજેકટ પાછળ રૂ.૧૦,૦૦૦ કરોડ જેટલા ખર્ચનો અંદાજ રાખવામાં આવ્યો છે. તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ પાણી સોની મુલાકાત બાદ આ નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
રાજસની કચ્છ સુધીના ૫૯૦ સુધીના અંતરને જળ માર્ગી પરિવહન માટે તૈયાર કરવા વોટર એન્ડ પાવર ક્ધસલ્ટન્ટસી દ્વારા રિપોર્ટ પણ તૈયાર કરાયો છે. આ રિપોર્ટમાં જળ માર્ગની શકયતા તપાસવામાં આવી છે. સરકારના પ્રોજેકટ હેઠળ પાણીનું ડીસેલીનેશન પણ કરવામાં આવશે. પ્રોજેકટ મુદ્દે રાજસન અને ગુજરાતની તૈયારી મામલે ચર્ચા થઈ છે. તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને મુખ્ય સચિવની સાથે મુલાકાત થઈ હોવાનું પણ જાણવા મળે છે.
રાજસની કચ્છ સુધીના સુકા પટ્ટાને જળ સરોવરમાં તબદીલ કરવા માટે કેન્દ્ર સરકાર ધીમે-ધીમે પણ અડગ આગળ વધી રહી છે. મુખ્ય નદીઓને જોડીને જળ માર્ગમાં પરીવર્તીત કરવાની યોજના સરકારની છે. આ ક્ષેત્રમાં ઔદ્યોગીક એકમો સપવાની તૈયારીઓ ચાલી રહી છે. રોકાણકારોને આ વિસ્તારમાં રસ જાગ્યો હોવાનું રાજયકક્ષાના મંત્રીના નિવેદન પરી ફલીત થય છે.