પાણી બચાવો, પાણી તમને બચાવશે !
તેલની અવેજી મળે, તાજા પાણીનો કોઇ વિકલ્પ નથી: આ વર્ષનો જળ દિવસ પાણી અને આબોહવા પરિવર્તનની સાથે જોડાયેલ છે: પૃથ્વી માતા તો નદી તેની નસો છે
આબોહવા પરિવર્તનની પાણીનીઅસરોને સ્વીકારવાથી આરોગ્યનું રક્ષણ થશે અને જીવન બચાવે: આજે પણ 8 કરોડ લોકો સુધી વૈશ્ર્વિકસ્તરે સ્વચ્છ પાણી પહોંચી શકતુંનથી: વિશ્ર્વમાં એકકરોડ લોકો પર્યાપ્ત સ્વચ્છતા સુવિધાઓના અભાવ વચ્ચે જીવી શહ્યા છે
આજે વિશ્ર્વ પાણી દિવસ છે, જે સમગ્ર વિશ્ર્વમાં 1993થી ઉજવાય છે. પૃથ્વી પર વસતા તમામ જીવો માટેહવા, પાણી, ખોરાક જીવન ટકાવવા જરૂરી છે. ત્યારે આજે સમગ્ર વિશ્ર્વ પાણીનાઘટતા સ્ત્રોતથી ચિંતિત છે. આબોહવા પરિવર્તનની અસરોને કારણે ઘણી જગ્યાએ પાણીની કટોકટી જોવા મળી રહી છે. આજની 21મી સદીમાંપણ વિશ્વના 8કરોડથી વધુ લોકોને પીવા માટે સ્વચ્છ પાણી મળતું નથી, ત્યાં શરીર સ્વચ્છતા બાબતે કેમ વિચારી શકીએ. પાણીને બચાવો, પાણી તમને બચાવશે. બધી પ્રકુતિનું પ્રરકબળ પાણી છે અને તે પૃથ્વીનો આત્મા ગણી શકાય. તેલ જેવી બીજી બધી વસતુઓની અવેજી મળીશકે, પણ પાણીનો કોઇવિકલ્પ જ નથી. આ વર્ષની થીમમાં સમગ્ર વિશ્વને સંદેશ આપતા “શાંતિ માટે પાણી” વાત કરી છે. પાણી અને આપણી બદલાતી આબોહવા વચ્ચેના જટિલ સંબંધને તે રેખાકિંત કરે છે.
નિષણાંતો જણાવેછે કે 2050સુધીમાં પાણીની ભયંકર કટોકટી જોવા મળશે. લોકોને વૈશ્ર્વિક જળસંકટ અને સુરક્ષિત પીવાના પાણીનો અભાાવ ધરાવતા અબજ લોકો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો વિશે જાગુત કરવા પડશે. ટકાઉ વિશ્વના લક્ષ્યાંકોને હાંસલ કરવા 2020 સુધીમાં બધા માટે પાણી અને સ્વચ્છતાની સુલભતા નક્કી કરવી પડશે. દરેકપૃથ્વીવાસીએ તેના રોજીંદા જીવનમાં પાણીનો બચાવ કરવો જ પડશે. પાણીએ કુદરતી સંસાધન છે, જે આપણાં રોજીંદાજીવનમાંબદલીનશકાય તેવું છે. આપણે રોજ-બરોજ ઉપયોગમાં લેતા પાણીનો સ્ત્રોત ભૂગર્ભ જળમાંથી આવે છે.
તાજુપાણી સારા સ્વાસ્થ્યની ખાતરી સાથે વજન જાળવવામાં મદદ કરે છે, વધી વસતી સાથે ભુગર્ત જળની માંગ વધી રહી છે. જ્યારે પાણીની ઉપલબ્ધતા ઘટી રહી છે. આ ગ્રહના જળસંસધાનોની ઉજવણીની સાથે ભાવીનીસુરક્ષા માટે ટકાઉ જળપ્રથાઓને પ્રોતસાહન આપવું પડશે. આજે વિશ્વના ઘણા દેશોમાં પાણીની અછત જોવા મળે છે. આપણા દેશમાં વરસાદઆધારીત પાણી પ્રથા હોવાથી જો દુકાળ પડે તો બધેજ કપરી સ્થિતિ જોવામળે છે. દરેક લોકોને જળ સંરક્ષણ, પ્રદુષણ નિવારણ, માનવ સ્વાસ્થય અને સ્વચ્છતા માટે સ્વચ્છ પાણીની આવશ્યકતાના મહત્વ વિશે શિક્ષિત કરવાની જરૂરીયાત છે. આ ઝુંબેશ નદી, તળાવો, જળાશયો, કુવા વિગેરે જગ્યાએ સફાઇ ઝુંબેશ ગોઠવીને લોકોને ચોખું પાણી મળી રહે તેવા કાર્યક્રમો કરવાજોઇએ. પાણીના સ્ત્રોત નજીક વુક્ષારોણ પણ કરવા જોઇએ, કારણ કે તે પાણીચક્રને જાળવવા અને જમીનનું ધોવાણ અટકાવે છે.
જયાં સુધી કુવો સુકાઇનાજાય ત્યાં સુધી આપણે પાણીની કિંમતજજાણી શકતા નથી, પાણીએ આગ્રહનો આત્મા છે, જો તે જ મરી જશે તો આપણું શું થશે? તે પ્રશ્ર્ન ચિંતાનીસાથે ચિંતનનો પણ છે. ભૂગર્ભ જળના સંરક્ષણ માટે વિશ્વએ એકજૂટ થઇને કાર્યકરવું જ પડશે. આપણને સામે જ ભયજનક વાસ્તવિકતા દેખાઇરહી છે. વિશ્વની લગભગ અડધી વસતી વર્ષના અમુક સમયમાં પાણીની તીવઅસરનો સામનો કરે છે. આબોહવા પરિવર્તન જળચક્રને વધુતીવ્ર બનાવે છે, જેથી પુર અને દુષકાળ જેવી ઘટના નિમાણ થાય છે. વૈશ્ર્વિક તાજા પાણીનો 60 ટકાભાગ રાજકિય સીમાઓમાંથી પસાર થતો હોવાથી પ્રાદેશીક સ્થિરતા અને સંઘર્ષ નિવારણ માટે આંતર પાણીનો સહયોગ મહત્વપૂર્ણ છે.
દેશના સહિયારા જળ સંસાધનોને શાંતિપુર્ણરીતે સંચાલિત કરવા માટે કટારો કરવામાં આવે છે, પણ હજુ સુધી માત્ર 24 દેશો પાસે જ તેમના વહેંચાયેલ પાણી માટે સહકાર કરાર છે. વૈશ્ર્વિક કાનુન, આંતર સરકારી માળખા, યુએન જળ સંમેલનો વિગેરે પ્રોજેકટો થકી સમસ્યા નિવારવાના પ્રયાસો થઇ રહયા છે. જળ વિના જીવનની કલ્પના શક્ય જ નથી આ વખતની સતાવર ઉજવણી પેરીસ ફાંસમાં યુનેસ્કોના વડામથકે યોજાય રહી છે. યુનેસ્કો દ્વારા આ ઝુંબેશનું નેતુત્વ, શાંતિ,સમૃધ્ધિ અને સંઘર્ષ નિવારણમાં પાણીની મુખ્ય ભૂમિકા દશાર્વે છે. 2024ના અહેવાલનું ટાઇટલ જ “સમૃધ્ધિ અને શાંતી માટે પાણી” આપ્યુંછે.
કોઇપણ દેશ કે વિશ્વની ટકાઉ જળ વ્યવસ્થાપન વ્યક્તીઓ અને સમુદાયોને આરોગ્ય, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, કુદરતી જોખમોથી રક્ષણ,શિક્ષણ,સુધારેલું જીવનધોરણઅને રોજગાર, આર્થિક વિકાસ અને વિવિધ પ્રકારની ઇકોસિસ્ટમ સેવાઓ સહિતઅનેકલાભો ઉત્પન કરે છે. આ ફાયદાઓજ પાણી સમુધ્ધિ તરફ લઇ જાય છે. પાણી,જેનું ચક્રવ વૈશ્ર્વિક છે, તે માનવ સીમાઓસાથે કાયમી વિરોધાભાસી છે, તે આપણાં પર નિર્ભર છે કે આપણે જરૂરી તારણો કાઢીને માનવતાનું મહત્વપૂર્ણ અને સમાન્યભલુ થાય તેમ સૌએ સાથે મળીને કરવું જરૂરી છે. આપણા સંવેદનશીલ જળપ્રણાલીઓનું રક્ષણ કરવું જોઇએ. પાણીની ત્રણ અવસ્થામાં ઘન, પ્રવાહી અને વાયુ હોય છે.
જળવિજ્ઞાનમાં યુનેસ્કો છેલ્લા 50 વર્ષથી વધુનો અનુભવ ધરાવવાના કારણે સભ્યદેશોને ટકાઉ જળ સંસાધનને સમજાવવામાં અને સંચાલન કરવામાં બંને રીતે મદદથાય છે. મોટાભાગના ધર્મોમાં પાણીને શુધ્ધિકર્તા ગણવામાં આવે છે. ધર્મમાં ધાર્મિક સ્નાન મહત્વ વિશેષ છે. નાસાએ પણ 15 વર્ષ ગ્રેસ મિશનમાં જળ વિતરણને સમજવા પ્રયત્નો કર્યા હતા. આપણા શાસ્ત્રોમાં પણઅગ્નિ, પૃથ્વી, હવા અને પાણી મૂળભૂત તત્વો ગણાય છે. પાણીના મુખ્યપ્રકારોમાં આલ્કલાઇન, કાર્બોનેટ, સામાન્યપાણી, પ્રોટીનયુક્ત, ઓક્સિજનયુક્ત, ડિટોક્સ જેવા પાણીનો સમાવેશથાય છે.