માનવશરીરમાં 73% પાણીનો ભાગ છે. અને આપણે સૌ એ અત્યાર સુધી એમ જ સાંભળ્યું છે કે આખા દિવસમાં વધારેમાં વધારે પાણી પીવુ જોઇએ, પરંતુ કહેવાયુ છે કે ને કે ‘અતિની ગતિ’ નહીં આ જ કહેવત અહીં લાગુ પડે છે. કારણ કે શરીરમાં જરૂરીયાત કરતા વધારે પાણી પણ નુકશાનકારક છે. કેવી રીતે ? ચાલો આજે તેના વિશે વિસ્તૃત ચર્ચા કરીએ.
આપણે દરેક જાણીએ છીએ કે પાણી પીવુ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. પર્યાપ્ત માત્રામાં પાણી ન પીવાથી શરીર થાકેલુ દેખાય છે. એ સિવાય ડિહાઇડ્રેશનની સમસ્યા પણ વધી જાય છે. પાણી પીવાથી શરીરમાં નમી એટલે કે મોઇશ્ચર જળવાય રહે છે અને ત્વચા હેલ્ધી અને રિફ્રેશ દેખાય છે.
ગરમીના દિવસોમાં આપણે બધા વધારેમાં વધારે પાણીનું સેવન કરીએ છીએ એ સિવાય ભોજનમાં વિવિધ પ્રકારના ડ્રીંક્ દ્વારા પ્રવાહી પસંદ કરીએ છીએ જેથી આપણું શરીર હાઇડ્રેટેડ રહે છે. પરંતુ આ વાતથી કદાચ ઘણા લોકો અજાણ હશે કે વધુ પડતુ પાણી પીવાથી પણ સ્વાસ્થ્યને નુકશાન થાય છે. જેમકે ગરમીના દિવસોમાં અત્યંત તરસ લાગે છે એવા સમયે આપણે પાણી સિવાય પણ અન્ય ડ્રીંક્સનું પણ આડેધડ સેવન કરીએ છીએ. જે શરીર માટે હાનીકારક છે.
ઠીક તેવી જ રીતે જરૂરતથી વધારે પાણી શરીરમાં ઝેરની જેમ કામ કરે છે અને તેને વોટર ઇનટોક્સિનેશન અથવા વોટર પોઇઝનીંગ કહે છે. આ દરમિયાન બ્લડમાં ઓક્સીજન લેવલ વધી જાય છે. જેના કારણે મોત થવાનો ખતરો પણ વધી જાય છે.
વધારે પાણી પીવાથી થતુ નુકશાન
શરીરમાં પાણીની માત્રા વધવાથી સોડિયમની ઉણપ સર્જાય છે. જેના કારણે થાક, માથાનો દુ:ખાવો, વધારે પડતુ યુરીન થવુ જેવા લક્ષણો જોવા મળે છે. એટલું જ નહીં સોડિયમની માત્રા ઘટી જવાથી દિમાગ સાથે જોડાયેલી સમસ્યાઓ થઇ શકે છે. વધારે પાણી પીવાના કારણે સોડિયમની ઉણપથી હાઇપોટ્રિમિયાનો ખતરો વધી જાય છે. જે શરીરમાં પાણીની માત્રાને નિયંત્રિત કરે છે.
ઓવર હાઇડ્રેશન
જરૂર કરતા વધારે પાણી પીવાના કારણે ઓવર હાઇડ્રેશનની સમસ્યા થાય છે. જેના દુષ્પ્રભાવ કિડની પર પડે છે. કિડની શરીરના પાણીને ફિલ્ટર કરવાનું કામ કરે છે. કિડની ફેલ થવાથી જોખમ વધી જાય છે. વિશેષજ્ઞોના મતે કોઇપણ વ્યક્તિને પોતાની ઉંમર, કામ અને ઋતુ પ્રમાણે પાણી પીવું જોઇએ, સ્વસ્થ રહેવા માટે 5 થી 7 ગ્લાસ પાણી પીવું જોઇએ. ભોજનમાં હાઇડ્રેટેડ અને ફાઇબરયુક્ત ચીજોનું સેવન કરવું જોઇએ. જો ખોરાકમાં વધારે ફાઇબરયુક્ત ચીજોનું સેવન કરવામાં આવતું હોય તો થોડુ વધારે પાણી પીવુ જોઇએ.