બાબરા પંથકમાં હવામાન ખાતાની આગાહી મુજબ દિવસભરના ઉકળાટ બાદ વાતાવરણ માં અચાનક પલટો આવ્યો હતો અને બપોર બાદ ગાજવીજ અને જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.
જેના પગલે રસ્તાઓ પર પાણી ભરાયા હતા અમરાપરા બસ સ્ટેન્ડ પાસે રસ્તાઓ પર બે ફૂટ સુધી પાણી ભરાવાથી વાહન ચાલકો ને ભારે હલાકી પણી હતી.
હવામાન વિભાગની આગવી આગાહી હોવાથી બાબરના મધ્ય માંથી નીકળતી કાલુભાર નદી ના આસપાસ આવેલા વેપારી તેમજ રહીશો એલર્ટ જોવા મળી રહ્યા છે.