ફોફળ, લાલપરી, ફોફળ-2, ઊંડ-3 જળાશયો સતત ઓવર ફ્લો: આજી-2, આજી-3, સુરવો, ન્યારી-2, ભાદર-2, મચ્છુ-3, આજી-4, ઉમિયા સાગર ડેમ નિયત લેવલ સુધી ભરાતા દરવાજા ખૂલ્લા

સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી અવિરત વરસી રહેલા વરસાદના કારણે હવે જળ સંકટ તળાઇ ગયું છે. ગઇકાલે પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે ભાદર સહિત 56 જળાશયોમાં 10 ફૂટ સુધી નવા નીરની માતબર આવક થવા પામી હતી. ચાર ડેમ હજુ ઓવર ફ્લો થઇ રહ્યા છે. જ્યારે આઠ ડેમ નિયત લેવલ સુધી ભરાઇ જતા ડેમના દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે.

રાજકોટ સિંચાઇ વર્તુળ પૂર એકમના સૂત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન 56 જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં નવું 0.75 ફૂટ પાણી આવ્યું છે. 34 ફૂટે ઓવર ફ્લો થતાં ડેમની સપાટી 20.30 ફૂટે પહોંચી જવા પામી છે અને ડેમમાં હાલ 2000 એમસીએફટી પાણી ભરેલું છે. આ ઉપરાંત જિલ્લાના વેણું-2માં 0.66 ફૂટ, આજી-1 ડેમમાં 4.10 ફૂટ, આજી-3 ડેમમાં 2.72 ફૂટ, ડોંડીમાં 2.30 ફૂટ, ગોંડલીમાં 6.89 ફૂટ, છાપરવાડીમાં 6.30 ફૂટ, વેરીમાં 3.25 ફૂટ, ન્યારી-1માં 1.48 ફૂટ, ન્યારી-2 ડેમમાં 1.48 ફૂટ, મોતીસરમાં 1.31 ફૂટમાં ફાડદંગ બેટીમાં 3.12 ફૂટ, ખોડાપીપરમાં 0.66 ફૂટ, લાલપરીમાં 4.92 ફૂટ, છાપરવાડી-1માં 0.98 ફૂટ, છાપરવાડી-2માં 1.97 ફૂટ, ઇશ્ર્વરીયામાં 4.59 ફૂટ, કરમાળમાં 2.30 ફૂટ અને કર્ણુકામાં 3.61 ફૂટ નવા નીરની આવક થવા પામી છે. રાજકોટ જિલ્લાના 27 જળાશયોમાં 53.49 ટકા પાણી ભરેલું છે.

મોરબી જિલ્લાના મચ્છુ-1 ડેમમાં 2.33 ફૂટ, મચ્છુ-2માં 1.05 ફૂટ, ડેમી-1માં 1.12 ફૂટ, ડેમી-2માં 3.28 ફૂટ, ધોડાધ્રોઇમાં 6.73 ફૂટ, બંગવડીમાં 2.62 ફૂટ, બ્રાહ્મણીમાં 0.92 ફૂટ, મચ્છુ-3માં 4 ફૂટ અને ડેમી-3માં 4.27 ફૂટ નવા નીરની આવક થવા પામી છે. જિલ્લાના 10 જળાશયોમાં 32.38 ટકા પાણી સંગ્રહિત છે. જામનગર જિલ્લાના સસોઇ ડેમમાં 1.02 ફૂટ, પન્નામાં 1.12 ફૂટ, ફૂલઝરમાં 0.69 ફૂટ, સપડામાં 3.77 ફૂટ, ફુલઝર-2માં 9.84 ફૂટ, વિજરખીમાં 1.80 ફૂટ, ડાઇમીણસરમાં 0.46 ફૂટ, આજી-4માં 5.25 ફૂટ, રંગમતીમાં 1.80 ફૂટ, ઊંડ-1માં 4.20 ફૂટ, કંકાવટીમાં 4.10 ફૂટ, ઊંડ-2માં 4.44 ફૂટ, વાડીસંગમાં 2.62 ફૂટ, ફૂલઝર કોબામાં 1.21 ફૂટ, રૂપારેલમાં 1.97 ફૂટ, સસોઇ-2માં 8.53 ફૂટ અને વઘડીયામાં 2.85 ફૂટ નવા નીરની આવક થવા પામી છે. જામનગર જિલ્લાના 22 જળાશયોમાં હાલ 50.38 ટકા પાણી સંગ્રહિત છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘી ડેમમાં 0.49 ફૂટ, વર્તુ-1 ડેમમાં 0.49 ફૂટ, વર્તુ-2માં 0.33 ફૂટ, સોનમતીમાં 1.15 ફૂટ, શેઢાભાડથરીમાં 0.49 ફૂટ, વેરાડી-1માં 0.33 ફૂટ, કાબરકામાં 1.97 ફૂટ, વેરાડી-2માં 1.31 ફૂટ અને મીણસારમાં 1.48 ફૂટ પાણીની આવક થવા પામી છે. જિલ્લાની 12 જળાશયોમાં 32.20 ફૂટ પાણી આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના એકમાત્ર ત્રિવેદી ઠાંગા ડેમમાં 3.28 ફૂટ પાણી આવ્યું છે. પોરબંદરના સોરઠી ડેમમાં 0.75 અને અમરેલી જિલ્લાના સાકરોલી ડેમમાં 0.59 ફૂટ પાણી આવ્યું છે. ફોફળ, લાલપરી, ફોફળ-2, ઊંડ-3 સહિતના જળાશયો ઓવર ફ્લો થઇ રહ્યા છે. જ્યારે આજી-2, આજી-3, ડોંડી, ન્યારી-2, ભાદર-2, મચ્છુ-3, આજી-4 અને ઉમિયા સાગર ડેમના ખોલી વધારાના પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.