બ્રાહ્મણી-2માં 1.31 ફૂટ, ત્રિવેણી ઠાંગામાં 3.28 ફૂટ, વેરાડી-2માં 0.98 ફૂટ નવુ પાણી આવ્યું

 

અબતક,રાજકોટ

સૌરાષ્ટ્રમાં ગૂરૂવારે પણ મેઘ મહેર યથાવત રહેતા સતત બીજા દિવસે નવા નીરની આવક થવા પામી હતી. ભાદર સહિતના 15 જળાશયોમાં પાણીની આવક થવા પામી છે. ડેમમાં નવા નીરની આવક થવાના કારણે થોડાઘણા અંશે જળકટોકટી હલ થવા પામી છે.

રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમ હસ્તકના 15 જળાશયોમાં છેલ્લા 24 કલાક દરમિયાન નવાનીરની આવક થવા પામી છે. ભાદર ડેમમાં નવુ 0.10 ફૂટ પાણી આવ્યું છે. 34 ફૂટે ઓવર ફલો થતા ભાદરની સપાટી 20.50 ફૂટે પહોચી જવા પામી છે અને ડેમમાં 2033 એમસીએફટી પાણી સંગ્રહિત છે.

આ ઉપરાંત આજી -2ડેમમાં 0.33 ફૂટ, લાલપરીમાં 0.16 ફૂટ, છાપરવાડી-2માં 0.33 ફૂટ, મોરબી જિલ્લાના મચ્છુ-1 ડેમમાં 0.36 ફૂટ, બ્રાહ્મણી-2 ડેમમાં 1.31 ફૂટ, મચ્છુ-3 ડેમમાં 0.07 ફૂટ, જામનગર જિલ્લાના આજી-4 ડેમમાં 0.13 ફૂટ, ફુલઝર (કોબા)માં 0.30 ફૂટ, દેવભૂમી દ્વારકા જિલ્લામાં કાબરકામાં 0.33 ફૂટ, વેરાડી-2માં 0.98 ફૂટ, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગાવો-2માં 0.39 ફૂટ, લીંબડી ભોગાવો-1માં 0.39 ફૂટ, ફલકુમાં 0.16 ફૂટ, ત્રિવેણી ઠાંગામાં 3.28 ફૂટપાણીની આવક થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.