જળ સંકટમાં કચ્છના ઉદ્યોગોને દરરોજ ૪૫ એમએલડી પાણી મળે તેવી વિનંતી કરાઈ
રાજય પર તોળાતું જળ સંકટ લોકો માટે ચિંતાનો વિષય બની ગયો છે. તાજેતરમાં સરકારે ખેડતોને સિંચાઈ માટે અને ઉદ્યોગોને વપરાશ માટે અપાતા પાણી ઉપર કાપ મુકવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ હવે કચ્છના ઈન્ડસ્ટ્રીયલ યુનિટો નર્મદા ડેમમાંી ૫૦ ટકા પાણી તો અપાય તેવી આજીજી કરી રહયાં છે.
આ મામલે કચ્છ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના મેનેજીંગ ડિરેકટર નીમીષ ફાડકેએ જણાવ્યું હતું કે, અમે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખ્યો છે અને કચ્છના ઉદ્યોગોને ૫૦ ટકા પાણી આપવાનું જાળવી રાખવા વિનંતી કરી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સો બેઠકની તૈયારી ઈ હોવાનું પણ જાણવા મળે છે. સૂત્રો પાસેી મળતી વિગતો મુજબ કચ્છના ઉદ્યોગોને દરરોજ ૯૦ મીલીયન લીટર પાણી ગુજરાત સરકાર તરફી આપવામાં આવે છે. સામાન્ય દિવસોમાં પણ પાણીમાં ૨૫ થી ૩૫ ટકાનો કાપ જોવા મળે છે. જો જળ સંકટ સર્જાય તો સરકાર ૪૫ મીલીયન લીટર પર ડે પાણી આપે તેવી ઈચ્છા ઉદ્યોગોની છે. અહીં ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં ૨૫૦ મહાકાય તેમજ ૩૦૦૦ નાના તા મધ્યમ ઉદ્યોગો સ્પાયેલા છે. કુલ પાણીની જરૂરીયાત ૩૦૦ મીલીયન લીટર દરરોજની છે. સરકાર તરફી ૯૦ મીલીયન લીટર પાણી આપવામાં આવે છે. બાકીનું પાણી મેળવવા અન્ય ોતનો ઉપયોગ ઈ રહ્યો છે.