વૈકલ્પિક વ્યવસ્થા ન હોય સત્વરે લાઇન રીપેર કરી પાણી વિતરણ કરવા માંગ
જૂનાગઢ શહેરમાં ઉનાળા જેવી પરિસ્થિતિ વચ્ચે મોટાભાગના વિસ્તારોની પાણી જરૂરિયાતો જ્યાંથી પૂરી કરવામાં આવે છે તેવા એકમાત્ર હસનાપુર ડેમની પાઇપ લાઇન તા. ૨૦ના રોજ તૂટી જતાં શનિવારથી જ પાણીની વિતરણ વ્યવસ્થા ઠપ્પ થઇ જવા પામી છે. અત્યારે ઉનાળા જેવી પરિસ્થિતિમાં શહેરીજનો માટે પાણીનો વપરાશ અને જરૂરિયાતો સવિશેષ હોય ત્યારે જ હસનાપુર ડેમની પાઈપ લાઈન તૂટી જતા મુશ્કેલીઓ વધી જવા પામી છે, આ પરિસ્થિતિમાં હસનાપુર ડેમની પાઈપ લાઈન તાત્કાલિક રીપેર કરવા વિપક્ષના નેતા અદ્રેમાનભાઈ પંજા, વિજયભાઈ વોરા, સેનીલાબેન થઈમ અને ઝેબુંનનિશાબેન કાદરીએ માંગ કરી જૂનાગઢના શહેરીજનોને નિયમિત પાણી મળી રહે તેવી વ્યવસ્થાની માંગ કરી છે.