નાવા- ધોવાની વાત તો દુર પીવાનું પાણી પુરતુ પાણી મળતુ નથી
છેલ્લા એક સપ્તાહથી રણની પરિસ્થિતિ બેકાબૂ બહાર બની છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી 51 ડિગ્રી સુધીનું તાપમાન આ વિસ્તારમાં પહોંચી ગયું છે અત્યારે હાલમાં અગરિયાઓ રણમાં કપડામાં બાંધીને વસવાટ કરી રહ્યા છે અને મીઠું પકવી રહ્યા છે ત્યારે તેમને પાણીની પરિસ્થિતિ નો મોટો સામનો કરવો પડી રહ્યો છે.
ત્યારે અગરિયા પરિવારો જણાવી રહ્યા છે કે નાવા ધોવા ની વાત તો એક બાજુ રહી પરંતુ પીવાના પાણીના પણ તારે મુસીબત પડી છે 20 દિવસે પાટડી થી ટેન્કર મોકલે છે અને પાણી માટે મુસીબત સર્જાઈ છે ત્યારે નવા થવાની પરિસ્થિતિ સહિત સમસ્યાઓ ભારે રણમાં વકરી છે ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પૂરતું પાણી પણ પીવા ન મળતું હાલમાં જાણવા મળી રહ્યું છે, જોકે હજુ આગામી 3 દિવસ સુધી ગરમીનો પારો ઉંચો જવાની હવામાન વિભાગે આગાહી પણ કરી છે, ત્યારે હજારો અગરીયાઓને રણમાં ઉંચા તાપમાન વચ્ચે રહેવાનો વારો આવશે. આ સાથે જ વહીવટી તંત્રએ જિલ્લામાં યર્લો એલર્ટ જાહેર કર્યું છે.
વધુમાં રણમાં ગરીબ અગરિયા પરિવારો પાસે 20 દિવસે એક વખત મળતા પીવાના પાણીના સંગ્રહની કોઇ વ્યવસ્થા ન હોવાથી એમને ખાટલામાં પ્લાસ્ટિક બાંધી પીવાના પાણીનો સંગ્રહ કરવો પડે છે એ પણ નરી વાસ્તવિકતા છે. બીજી બાજુ વેરાન રણમાં દર વર્ષે શિયાળામાં 5 ડીગ્રી અને આકરા ઉનાળામાં ગરમીનો પારો 50 ડીગ્રી સુધી પહોંચી જાય છે. આથી રણમાંથી ઘરે આવતા સમયે રણનો અગરિયો ચાર મહિના પીવાનું પાણી જમીનમાં દાટીને ઘેર આવે છે. જેથી એને નવી સીઝનમાં મીઠું પકવવા જાય ત્યારે પીવાના પાણીની તકલીફ ના પડે.