૨૪મી ઓગસ્ટે પણ ૮ વોર્ડમાં પાણી વિતરણ બંધ
ભરચોમાસે મહાપાલિકા દ્વારા રાજકોટવાસીઓ પર પાણીકાપના કોરડા વિંઝવામાં આવી રહ્યા છે. સ્કાડા ફેઈસ-૩ અંતર્ગત ફલોમીટર ઈનસ્ટોલ કરવાની કામગીરી સબબ આવતીકાલે વેસ્ટ ઝોનના પાંચ વોર્ડમાં જયારે ૨૪મી ઓગસ્ટના રોજ આઠ વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.
કોર્પોરેશનની વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઈજનેરની અખબારી યાદીના જણાવ્યા અનુસાર ન્યારી-૧ ડેમ સાઈટ પર આગામી ૧૯મીના રોજ ૭૦૦ એમએમ ડાયાની પાઈપલાઈન પર સ્કાડા ફેઈસ-૩ અંતર્ગત ફલોમીટર ઈનસ્ટોલ કરવાની કામગીરી હાથ ધરવાની હોય કાલે રવિવારના રોજ ન્યારી ફિલ્ટર ઈએસઆર તથા સોજીત્રાનગર ઈએસઆર આધારીત વોર્ડ નં.૮ (પાર્ટ), વોર્ડ નં.૧૦ (પાર્ટ), વોર્ડ નં.૧૧ (પાર્ટ), વોર્ડ નં.૨ (પાર્ટ) અને વોર્ડ નં.૭ (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.
જયારે ૨૪મી ઓગસ્ટના રોજ ૧૫૦ ફુટ રીંગ રોડ પમ્પીંગ સ્ટેશન પર રૈયાધારથી ચંદ્રેશનગર પમ્પીંગ સ્ટેશન પર પાણી ટ્રાન્સફર કરવાની ૬૦૦ એમએમ ડાયાની પાઈપલાઈન તથા રૈયાધારથી ૧૫૦ ફુટ રીંગ રોડ, ટ્રાન્સફર માટેની ૬૦૦ મીમીની પાઈપલાઈન પર સ્કાડા ફેઈસ-૩ અંતર્ગત ફલોમીટર ઈનસ્ટોલ કરવાની કામગીરી હાથ ધરવાની હોય ૨૪મીના રોજ રૈયા ફિલ્ટર આધારીત ગાંધીગ્રામ તથા ૧૫૦ ફુટ રીંગ રોડના વોર્ડ નં.૧ (પાર્ટ), વોર્ડ નં.૨ (પાર્ટ), વોર્ડ નં.૯ (પાર્ટ), વોર્ડ નં.૧૦ (પાર્ટ), ચંદ્રેશનગર હેડ વર્કસ આધારીત વિસ્તાર વોર્ડ નં.૧૧ (પાર્ટ), વોર્ડ નં.૧૩ (પાર્ટ) તથા મવડી (પુનિતનગર) હેડ વર્કસ આધારીત વોર્ડ નં.૮ (પાર્ટ) વોર્ડ નં.૧૦ (પાર્ટ) અને વોર્ડ નં.૧૧ (પાર્ટ)ના એવા વિસ્તારો કે જયાં બપોર પછી પાણી વિતરણ કરવામાં આવે છે ત્યાં ૨૪મીના રોજ પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.