ન્યારા ઓફ ટેક પર સમ્પ સાફ કરવાની કામગીરી હાથ ધરવાની હોય રૈયાધાર આધારિત ચંદ્રેશનગર હેડવર્કસ હેઠળના વોર્ડ નં.11 (પાર્ટ), 13 (પાર્ટ)માં સોમવારે અને રેલનગર-બજરંગવાડી હેડ વર્કસ આધારિત વોર્ડ નં.2 (પાર્ટ) અને 3 (પાર્ટ)માં મંગળવારે પાણી વિતરણમાં રજા
નવલા નોરતાના પાવનકારી દિવસોમાં પણ મહાપાલિકાના નિંભર તંત્ર દ્વારા રાજકોટવાસીઓ પર પાણીકાંપના કોરડા વિંઝવામાં આવી રહ્યાં છે. સમ્પ સફાઈની કામગીરીના બહાના તળે આગામી સોમવાર અને મંગળવારે શહેરના ચાર વોર્ડમાં વસવાટ કરતા લાખો લોકોને તરસ્યા રાખવામાં આવશે.
એક તરફ મેઘરાજાની મહેર ઉતરતા છેલ્લા એક મહિનાથી રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા તમામ જળાશયો સતત ઓવરફલો થઈ રહ્યાં છે.આવા સુખકારી દિવસોમાં પણ રાજકોટવાસીઓને નિયમીત નળ વાંટે 20 મિનિટ પાણી પૂરું પાડવામાં તંત્ર નાકામ્યાબ પુરવાર થઈ રહ્યું છે.
આ અંગે વોટર વર્કસ શાખાના એડી. સિટી એન્જીનીયરના જણાવ્યાનુસાર ન્યારા ઓફ ટેક સમ્પ સાફ કરવાનો હોવાના કારણે વેસ્ટ ઝોન વિસ્તારમાં તા.11ને સોમવારના રોજ ચંદ્રેશનગર હેડવર્કસ હેઠળ આવતા વોર્ડ નં.11 પાર્ટના કોટીયાડ એપાર્ટમેન્ટ, સત્યજીત, સોપાન એપાર્ટ., શ્રીજી, એકઝોટીકા એપાર્ટમેન્ટ, લક્ષ્મી સોસાયટી, કસ્તુરી એપાર્ટમેન્ટ, અર્પણ એપાર્ટમેન્ટ, એપલવુડ એપાર્ટમેન્ટ, સાધ્યા એપાર્ટમેન્ટ, ગોલ નેક્સટ એપાર્ટમેન્ટ, વસંત વાટીકા, અમી રેસીડેન્સી, કોપર સેન્ડ, શ્રીનાથજી પાર્ક, ભારત નગર, સાનિધ્ય, આર્યલેન્ડ રેસીડેન્સી, શાંતિવન, શ્યામલ સ્કાય લાઈન, શ્રીજી પેલેસ, બ્લુ બર્ડ, તુલ્સી હાઈટ, કોસ્મોસ ટાવર, ફ્રેન્ડ હાઈટસ, આસપાસના વિસ્તારો, પરમ હાઈટસ, આઈશ્રી સોસાયટી, કેવલ પાર્ક, શ્યામલકુંજ એપાર્ટમેન્ટ તથા મોદી સ્કૂલ એપાર્ટમેન્ટના આસપાસના વિસ્તારો ઉપરાંત વોર્ડ નં.13ના ચંદ્રેશનગર ઈએસઆર હેઠળના વિશ્ર્વનગર, મહાદેવવાડી, અલ્કા સોસાયટી, ચંદ્રેશનગર, અમરનગર, મવડી પ્લોટ, માયાણી નગર, આસોપાલવ પાર્ક, રામેશ્ર્વર પાર્ક, પરમેશ્ર્વર પાર્ક, ઉમાકાંત ઉદ્યોગનગર અને નવરંગપુરા વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.
જ્યારે તા.12ને મંગળવારના રોજ રેલનગર અને બજરંગવાડી હેડ વર્કસ હેઠળ આવતા વોર્ડ નં.2 પાર્ટના ગાયત્રીધામ સોસાયટી,. સંજયનગર, મોમીન સોસાયટી, રાજીવનગર, બજરંગવાડી, પૂજા પાર્ક, પુનિતનગર, પાવન પાર્ક, અવંતીકા પાર્ક, મોચીનગર-1 અને 2, શિતલ પાર્ક, ભોમેશ્ર્વર પ્લોટ, જાગૃતિ સોસાયટી, ગોકુલીયા પરા અને વસુધા સોસાયટી જ્યારે વોર્ડ નં.3 (પાર્ટ)ના શિવ દ્રષ્ટિ સોસા., શક્તિ સોસા., સંતોષીનગર, સૂર્ય પાર્ક, ગંગોત્રી પાર્ક, અર્પણા પાર્ક, રામેશ્ર્વર પાર્ક, હેડગેવાર આવાસ, છત્રપતિ શિવાજી આવાસ, ઝાંસી કી રાની આવાસ, રેલનગર-1, 2 પોપટરા સોસા. રઘુનંદન સોસા., કૃષ્ણપરા સોસા., 53- ક્વાર્ટર, અમૃતધારા સોસા., અવધ પાર્ક, ઘનશ્યામ રેસિડેન્સી, ઘનશ્યામ વાટીકા, નાથદ્વારા સોસા., ભક્તિપાર્ક સોસા., ઋષિકેસ સોસા., પરમેશ્ર્વર પાર્ક, શિવમ પાર્ક, દ્વારકેશ પાર્ક, લોર્ડ-ક્રિષ્ના સોસા., શિવમ પાર્ક, સેન્ટ્રલ જેલ આસપાસ, શંકર ટેકરી સહિતના વિસ્તારોમાં મંગળવારે પાણી કાપ ઝીંકવામાં આવ્યો છે.