જિલ્લા ગાર્ડન હેડ વર્કસ પર પાઈપલાઈનનું જોડાણ તેમજ વાલ્વ બેસાડવાની કામગીરીનાં લીધે અનેક વિસ્તારો પાણી વગરનાં રહેશે
જિલ્લા ગાર્ડન હેડ વર્કસ પર પાઈપલાઈનનું જોડાણ તેમજ વાલ્વ બેસાડવાની કામગીરીનાં લીધે શહેરનાં પાંચ વોર્ડમાં સોમવારે પાણીકાપ મુકાવાનો છે જેથી અનેકવિધ વિસ્તારો પાણી વગરનાં રહેશે.
મહાનગરપાલિકાની ભાદર પાણી પુરવઠા યોજનાની ઢેબર રોડ પર આવેલ મુખ્ય પાઈપલાઈન સાથે નવા બની રહેલ જિલ્લા ગાર્ડન હેડ વર્કસ પર ભાદરનું પાણી લેવા માટે ઈન્કમીંગ પાઈપલાઈનનું જોડાણ કરવાનું હોવાથી તેમજ મેઈન વાલ્વ બેસાડવાની કામગીરી કરવાની હોવાથી તા.૨૨ને સોમવારનાં રોજ સેન્ટ્રલ ઝોનમાં આવતા વિસ્તારોમાં ઢેબર રોડ પર વોર્ડ નં.૭ (પાર્ટ), વોર્ડ નં.૧૪ (પાર્ટ), વોર્ડ નં.૧૭ (પાર્ટ) તેમજ ગોંડલ રોડનાં વોર્ડ નં.૭ (પાર્ટ), વોર્ડ નં.૧૩ (પાર્ટ) ઉપરાંત લાલબહાદુર હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તાર વોર્ડ નં.૧૭ (પાર્ટ) અને વોર્ડ નં.૧૮ (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે તેમ મહાનગરપાલિકાનાં વોટર વર્કસ શાખાનાં એડી સીટી એન્જીનીયર દ્વારા જાહેર કરાયું છે.