નવા ઇએસઆર સાથે પાઇપલાઇનનું જોડાણ કરવાની કામગીરી હાથ ધરવાની હોય, ગુરૂવારે વોર્ડ નં.2, 7, 8, 10 અને 11માં પાણી વિતરણ રહેશે બંધ
રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા તમામ જળાશયો હાલ છલોછલ ભરેલા છે. છતાં શહેરીજનોના નસીબમાં કાયમી પાણી સુખ ન હોય તેવું લાગી રહ્યું છે. નવા ઇએસઆરની કામગીરી પૂર્ણ થઇ ગઇ હોય પાઇપલાઇન જોડાણની કામગીરીના કારણે ગુરૂવારે ન્યારી ફિલ્ટર પ્લાન્ટ અને સોજીત્રાનગર આધારિત વોર્ડ નં.2 (પાર્ટ), વોર્ડ નં.7 (પાર્ટ), વોર્ડ નં.8 (પાર્ટ), વોર્ડ નં.10 (પાર્ટ) અને વોર્ડ નં.11(પાર્ટ)ના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવાની ઘોષણા આજે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. આગામી ગુરૂવારે વોર્ડ નં.2ના મારુતિનગર, રેસકોર્ષ પાર્ક, શ્રીમદ પાર્ક, આદર્શ સોસા., રેસકોર્ષ રીંગ રોડ, બહુમાળી ભવન, સરકારી બંગલો, વિવેકાનંદ નગર, કલ્યાણ પાર્ક, આકાશવાણી રોડ, સર્કિટ હાઉસ, સદરબજાર, ગીરનાર સિનેમા, સામેનો વિસ્તાર, રેસકોર્ષ સંકુલ. વોર્ડ નં.7 (પાર્ટ)ના જાગનાથ પ્લોટ, સર્વોદય સોસા., રામક્રિષ્ના સોસા. ( પૂર્વ અને પશ્ચિમ ), સરદારનગર ( પૂર્વ અને પશ્ચિમ ), પંચનાથ પ્લોટ, કોલેજ્વાડી, ઠક્કરબાપા, વિરમાયા પ્લોટ, ભીલવાસ, સદર બઝાર, રજપૂતપરા, એલ.આઈ.સી., કિશાનપરા, શક્તિ કોલોની વિગેરે. વોર્ડ નં.8 (પાર્ટ)ના મંગલ પાર્ક, વૈશાલીનગર, યોગી નિકેતન સોસા., માધવ વાટિકા, સેતુબંધ સોસા., જાનકી પાર્ક, બંસી પાર્ક, સૂર્યોદય સોસા., સોજીત્રાનગર, રાજહંસ સોસા., નર્મદા પાર્ક, શ્રી કોલોની, ગૌતમનગર, તપોવન સોસા., નુતનનગર, એસ્ટ્રોન સોસા., દેના બેંક સોસા, ભરતવન સોસા., હરિહર સોસા., ચિત્રકુટધામ, ગુ.હાઉ.બોર્ડ. વોર્ડ નં.10 (પાર્ટ)ના સદગુરુનગર, રૂડાનગર-1, રૂડાનગર-2, વૃંદાવન સોસા., પારીજાત સોસા., રાવી પાર્ક, વિષ્ણુવિહાર, શિવધામ સોસા., તોરલ પાર્ક, વિમલનગર, ફૂલવાડી પાર્ક, આલાપ હેરીટેજ, શિવ આરાધના, શગુન રેસી., યોગી પાર્ક, આર.કે.પાર્ક, આર.કે.નગર, સાંઈબાબા પાર્ક, નંદી પાર્ક, જ્યોતિનગર, ઘનશ્યામનગર વિગેરે અને વોર્ડ નં.11 (પાર્ટ)ના વામ્બે આવાસ યોજના, આંબેડકરનગર, ભીમનગર, અર્વન એપા., અર્વન વિષ્ટા, ગોલ પ્લસ એપા., હેવલોક ટાવર્સ, ઓમ રેસી., ગોલ રેસી., રંગનગર, એવરેસ્ટ પાર્ક, કૈલાશ કેવલમ, વૃંદાવન આવાસ, અંબિકા ટાઉનશીપ પાર્ટ વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે નર્મદાનું પાણી આઠ કલાક સુધી ન મળતા અનેક વિસ્તારોમાં લોકો પાણી વિના રહ્યા હતા. શહેરની જળ જરૂરિયાત સંતોષતા તમામ જળાશયો છલોછલ હોવા છતાં શહેરીજનોના નસીબમાં પાણીનું કાયમી સુખ લખાયું ન હોય તેવું લાગી રહ્યું છે. પાણી વેરામાં બમણો વધારો કરવામાં આવ્યો હોવા છતાં કોર્પોરેશનના શાસકો શહેરીજનોને નિયમિત પાણી આપવામાં રિતસર ઉણા ઉતરી રહ્યા છે. એક યા બીજા કારણોસર શહેરીજનો પર પાણીકાપના કોરડા વિંઝવામાં આવી રહ્યા છે. અગાઉ પાણીના ટાંકાની સફાઇના બહાના તળે કાપી કાપ ઝીંકવામાં આવતો હતો. હવે પાઇપલાઇન જોડાણનું નામ આપી ગુરૂવારે પાંચ વોર્ડના લાખો લોકોને તરસ્યા રાખવામાં આવશે.