સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં છેલ્લા ૧૦ દિવસમાં સારા વરસાદી પાણી અને પાકનું ચિત્ર પલ્ટાયુ: સૌરાષ્ટ્રમાં રવિવારે મેઘ વિરામ છતાં છલકાતા નદી-નાળાથી ભાદર સહિતના ૧૯ જળાશયોમાં નવા નીરની આવક
આખો અષાઢ માસ એકંદરે કોરો ધ્રાકોડ પસાર તાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં દુષ્કાળના ડાકલા વાગવા માડયા હતા. જો કે, શ્રાવણના આરંભે જ મેઘરાજા મન મુકીને વરસતા હવે રાજ્ય દુષ્કાળના ઓળામાંથી બહાર નીકળી ગયું છે. આજ સુધીમાં રાજ્યમાં સરેરાશ ૮૩.૯૫ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. વણદેવની કૃપાી જળસંકટ સ્વાહા ઈ ગયું છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જળાશયો સંગ્રહ શક્તિના ૫૦ ટકાી વધુ ભરાઈ ગયા છે. રવિવારે સૌરાષ્ટ્રમાં એકંદરે મેઘવિરામ જેવો માહોલ હોવા છતાં ભાદર સહિતના ૧૯ જળાશયોમાં નવા નીરની આવક વા પામી હતી. છલકાતા નદી-નાળાના કારણે જળાશયોમાં ધીમીધારે સતત પાણીની આવક ચાલુ જ છે. ચોમાસાની સીઝન પૂર્ણ વાના આડે હજુ એક થી દોઢ માસનો સમય બાકી હોય રાજ્યમાં આ વખતે ૧૦૦ ટકાી વધુ વરસાદ પડે તેવા શુભ સંકેતો મળી રહ્યાં છે અને મોટાભાગના જળાશયોમા છલકાઈ જાય તેવા સંતોષકારક અણસાર પ્રાપ્ત ઈ રહ્યાં છે.
આજી ૧૦ દિવસ પહેલાની જ વાત કરવામાં આવે તો કચ્છમાં માત્ર ૩૫ ટકા જ વરસાદ પડયો હતો. રાજ્યમાં દક્ષિણ ગુજરાતને બાદ કરતા એક પણ પ્રદેશમાં જળાશયોમાં માતબર પાણીની આવક વા પામી ન હતી પરંતુ આજે સ્થિતિ કંઈક અલગ જ છે જે કચ્છમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યાં હતા ત્યાં આજે સીઝનનો ૧૦૦ ટકાી વધુ વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રના જળાશયો આજી ૧૦ દિવસ પહેલા ક્રિકેટના મેદાન બન્યા હતા ત્યાં આજે પાણી હિલોળા લઈ ર્હયું છે. સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લાના જળાશયો ૫૦ ટકાી વધુ ભરાઈ ગયા છે. ગુજરાતની જીવાદોરી મનાતો નર્મદા ડેમ પણ સંગ્રહ શક્તિના ૭૫ ટકાી વધુ ભરાઈ ગયો છે. ૧૩૮ મીટરે ઓવરફલો તો નર્મદા ડેમને ૧૩૧ મીટર સુધી ભરવા નર્મદા કંટ્રોલ ઓોરીટીએ મંજૂરી આપી છે. આ લેવલ સુધી ડેમ ચાર દિવસ પહેલા જ ભરાઈ ગયો છે. છેલ્લા ચાર દિવસી પાણીના આવક ચાલુ હોવાના કારણે ડેમના દરવાજા ખોલી લાખો કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
દક્ષિણ ગુજરાતના મોટાભાગના જળાશયો સંગ્રહ શક્તિના ૧૦૦ ટકા જેટલા ભરાઈ ગયા છે તો ગત સપ્તાહે સૌરાષ્ટ્ર-કચ્છમાં પડેલા ભારે વરસાદના કારણે જળાશયોમાં સંતોષકારક અને માતબર પાણીની આવક થવા પામી છે. ઉત્તર ગુજરાતની સ્થિતિ થોડી ચિંતાજનક છે પરંતુ જે રીતે રાજ્યના અન્ય પ્રાંતમાં વરસાદ વરસી રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા મહેર કરશે અને જળસંકટ તણાઈ જશે.
છેલ્લા ૧૦ દિવસમાં મેઘરાજાએ મહેર કરતા રાજ્યમાં પાણી અને પાકનું ચિત્ર રીતસર પલ્ટાઈ ગયું છે. રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ૨૫ જળાશયો ૫૦.૪૬ ટકા ભરાઈ ગયા છે. રાજકોટ જિલ્લાના જળાશયોમાં હાલ ૨૧૩૧૯ એમસીએફટી પાણી સંગ્રહિત છે. જેમાં વેરી, ન્યારી-૨, મોતીસર, ખોડાપીપર, લાલપરી, છાપરવાડી-૨ જળાશયો ઓવરફલો યા છે. જ્યારે આજી-૨ અને ન્યારી-૧ના દરવાજા રુલ લેવલ જાળવવા માટે ખોલી નાખવામાં આવ્યા છે. મોરબી જિલ્લાના ૧૦ જળાશયો પૈકી પાંચ જળાશયો ૧૦૦ ટકા ભરાઈ ગયા છે. જ્યારે અન્ય જળાશયોમાં પણ પાણી હિલોળા લઈ રહ્યું છે. જિલ્લાના જળાશયોમાં હાલ ૧૦૬૩૧ એમસીએફટી પાણી સંગ્રહિત છે જે કુલ સંગ્રહ શક્તિના ૮૬.૪૮ ટકા જેવું વા પામ્યું છે.
જામનગર જિલ્લાના જળાશયો પણ ૫૮.૩૪ ટકા જેટલા ભરેલા છે. જિલ્લાનો ફોફળ-૨ ડેમ, ઉંડ-૩ ડેમ, કંકાવટી ડેમ ૧૦૦ ટકા જેટલા ભરાઈ ગયા છે. જળાશયોમાં ૧૦૧૭૩ એમસીએફટી પાણી સંગ્રહિત છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની હાલત થોડી ચિંતાજનક ચોક્કસ કહી શકાય કારણ કે, જિલ્લાના ૧૨ જળાશયો માત્ર ૪.૧૨ ટકા જ ભરાયા છે. ૨ જળાશયોના હજુ તળીયા પણ ઢંકાયા ની. એકમાત્ર ગઢકી ડેમ ૩૨.૧૩ ટકા ભરાયો છે અને જિલ્લાના જળાશયોમાં ૫૧૩૫ એમસીએફટી પાણી સંગ્રહિત છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ૧૧ જળાશયો પૈકી વાસલ, સુબીર, ત્રિવેણીઠાંગા અને વઢવાણ ભોગાવો-૨ એમ ચાર ડેમ સંગ્રહ શક્તિના ૧૦૦ ટકા ભરાઈ ગયા છે. ડેમમાં કુલ ૩૮૪૪ એમસીએફટી પાણી સંગ્રહિત છે જે ૬૬.૨૧ ટકા જેટલું વા પામે છે. અમરેલી, પોરબંદર, જૂનાગઢ સહિતના સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં જળાશયોમાં સંતોષકારક પાણીની આવક વા પામી છે. એક જ સપ્તાહમાં વરૂણદેવે સૌરાષ્ટ્રનું જળસંકટ સ્વાહા કરી દીધું છે. હજુ ચોમાસાની સીઝનને ૧ થી દોઢ મહિનો બાકી હોય આ વર્ષે સોળ આનીી પણ સવાયુ વર્ષ રહે તેવા સુખદ એંધાણ મળી રહ્યાં છે.
ગુજરાતમાં ૮૩.૯૫ ટકા વરસાદ કચ્છમાં ૧૦૧ ટકા
રાજ્યમાં આજ સુધીમાં મોસમનો કુલ ૮૫.૯૫ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. જે કચ્છ-પ્રદેશમાં આજી ૧૦ દિવસ પહેલા મોસમનો માત્ર ૩૫ ટકા જેટલો વરસાદ વરસ્યો હતો અને અહીં દુષ્કાળના ડાકલા વાગી રહ્યાં હતા ત્યાં એક જ સપ્તાહમાં જળ સંકટ હણાઈ ગયું છે. આજ સુધીમાં કચ્છમાં મોસમનો ૧૦૧ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. સૌથી ચિંતાજનક સ્થિતિ ઉત્તર ગુજરાતની છે. અહીં મોસમનો માત્ર ૫૬.૫૬ ટકા જ વરસાદ પડયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં ૭૯.૯૧ ટકા તો સૌરાષ્ટ્રમાં ૭૫.૦૯ ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ૧૦૧.૨૭ ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યનો એકપણ તાલુકો એવો નથી કે જ્યાં ૧૫૦ મીમીથી ઓછો વરસાદ પડયો હોય. એટલે કે, રાજ્ય સંપૂર્ણપર્ણે અછતગ્રસ્તમાંથી બહાર નીકળી ગયું છે. ૧૧ તાલુકાઓ એવા છે કે જ્યાં ૧૨૬થી લઈ ૨૫૦ મીમી સુધી વરસાદ પડયો છે. ૧૦૦ તાલુકાઓ એવા છે કે જ્યાં ૨૫૧ થી લઈ ૫૦૦ મીમી, ૯૩ તાલુકામાં ૫૦૧ મીમીથી લઈ ૧૦૦૦ મીમી સુધી, ૪૭ તાલુકાઓમાં ૧૦૦૦ મીમીથી વધુ વરસાદ વરસી ગયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લાના વઘઈમાં ૩૦૩૨ મીમી એટલે કે ૧૨૧ ઈંચ જેટલો વરસ્યો છે.