જય…જય…ગરવી ગુજરાત…
જળસંચય અભિયાનમાં ૨૪૦૦ કરોડનાં ભ્રષ્ટાચારનાં આરોપોનું ખંડન કરતા મુખ્યમંત્રી યોજના જ ૨૦૦ કરોડની તો…૨૪૦૦ કરોડનો ભ્રષ્ટાચાર કયાંથી થાય !
સુજલામ-સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત જોરશોરથી ચાલી રહેલી કામગીરીમાં લોકભાગીદારીથી ગામડે-ગામડે લોકોએ ઝુંબેશપે અભિયાનને ઉપાડી લઈ ચેકડેમ-તળાવો ઉંડા ઉતારવાનું ભગીરથ કાર્ય પૂર્ણ કરવા તરફ આગળ પધી રહ્યા છે ત્યારે ગઈકાલે બોટાદ જિલ્લામાં ૨૪ વિઘા તળાવ ઉંડુ ઉતારવાની કામગીરીમાં શ્રમદાન કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, જળસંચય અભિયાન લક્ષ્યાંક કરતા ૧૨૦ ટકા વધુ કામ થયું છે જેનો સરકારને સંતોષ છે.
બોટાદ ખાતે આયોજીત જળસંચય કાર્યક્રમ પ્રસંગે પોતાના વકતવ્યમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજય સ્થાપના દિનથી પ્રારંભ થયેલ સુજલામ-સુફલામ યોજનામાં લોકભાગીદારીથી લોકોએ પોતાનું અભિયાન સમજી કામગીરી ઉપાડી લેતા હાલ રાજયમાં ૪૬૦૦ જેસીબી મશીન દ્વારા દિવસ-રાત ચેકડેમ અને તળાવો ઉંડા ઉતારવામાં આવી રહ્યા છે અને સરકારનાં લક્ષ્યાંક કરતા પણ વધુ એટલે કે ૧૨૦ ટકા કામગીરી થઈ છે જે લોકોની જાગૃતતાને આભારી છે.
આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉમેર્યું હતું કે, પીવાના પાણીની સમસ્યાને તિલાંજલી આપવામાં જળસંચય અભિયાન આશીર્વાદપ સાબિત થશે. રાજયનાં ૧૩૦૦૦ જળાશયોમાં ૧૧૦૦૦ લાખ ઘન ફુટ વધારે જળ સંગ્રહ થશે અને ૩૨ નદીઓને પુન: જીવીત કરી માલધારીઓથી લઈ ખેડુતો અને આમ જનતાને આ જળ અભિયાનથી આવનાર દિવસોમાં ફાયદો થશે.
દરમિયાન પીવાનાં પાણીની સમસ્યા દુર કરવા આવનાર દિવસોમાં સરકાર દરિયાનાં પાણીને મીઠા બનાવવા ૧૦ ડીએલીનેશન પ્લાન્ટ સ્થાપવા નિર્ધાર કર્યો હોવાનું જણાવી તેમણે ઉમેર્યું હતું કે, ભુગર્ભજળને પ્રદુષિત થતા રોકવા ગટરનાં પાણીને રીસાઈકલીંગ કરવાની નીતિ જાહેર કરી ગુજરાત સરકાર આવનાર પેઢીને સમૃદ્ધ જળ આપશે.
ઉલ્લેખનીય છે કે સરકાર વિરોધીઓ દ્વારા સુજલામ-સુફલામ જળ અભિયાનમાં ૨૪૦૦ કરોડનાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો હોય મુખ્યમંત્રીએ સભા મંચ પરથી વિરોધીઓને સ્પષ્ટ જવાબ આપતા જણાવ્યું હતું કે, સમગ્ર અભિયાન ૨૦૦ કરોડ પિયાનું છે તો ૨૪૦૦ કરોડનો ભ્રષ્ટાચાર કેવી રીતે શકય ?
આ પ્રસંગે બોટાદ જિલ્લાનાં પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલે ખેડુતને ડ્રીપ ઈરીગેશન પઘ્ધતિ અપનાવવા પર ભાર મુકયો હતો તો સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટનાં પ્રમુખ પદમશ્રી મયુરભાઈ સવાણીએ મુખ્યમંત્રીને જળસંચય અભિયાન હાથ ધરવા બદલ આભાર વ્યકત કર્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com