ગારીયાધારના નાની વાવડી ગામે મુખ્યમંત્રીએ સુજલામ સુફલામનો કરાવ્યો પ્રારંભ
ગુજરાત સરકાર દ્વારા પાણીના સંગ્રહ વધારવા માટે થઇને સમગ્ર રાજ્યમાં તળાવો ઊંડા કરવા માટે થઈને સુજલામ સુફલામ યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે. સુજલામ સુફલામ અભિયાન સર્વત્ર વેગ પકડી રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગારિયાધારના નાની વાવડી પહોંચ્યા હતા અને જ્યાં જળાશય ઉંડુ ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. બાદમાં સભામાં જણાવ્યું હતું કે, જળ અભિયાન એ દેશનું સૌથી મોટુ અભિયાન થવાનું છે.
ગુજરાત સરકાર દ્વારા જળસંગ્રહ હેતુ આડબંધ જળાશયોમાં માટી તથા કાંપ કાઢી જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે સુજલામ સુફલામ અભિયાન હાથ ધરાયું છે. ત્યારે આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગારીયાધારના નાનીવાવડી ખાતે આડબંધોની શ્રેણીમાંથી આ કામનો પ્રારંભ કરાવ્યો હતો તથા ગારિયાધાર નજીક પાંચટોબરા માર્ગ પર ટોળપાણા જળાશય ઉંડુ ઉતારવા કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે અહી મુખ્યમંત્રી વિજયભાઈ સહિત જીતુભાઇ વાઘાણી, વિભાવરીબેન દવે, મનસુખભાઇ માંડવીયા, ગોરધનભાઈ ઝડફિયા, કેશુભાઈ નાકરાણી સહિતનાં નેતાઓ પદાધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com