મુંબઈમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે મકાન ધરાશાઈ થવાની ઘટનામાં 25 લોકોના મોત નિપજયા હતા. આ ઉપરાંત મુશળધાર વરસાદ વરસતા પાણી ભરાવાના કારણે લોકલ ટ્રેન સેવા અને ટ્રાફિકને પણ અસર થઈ છે.
ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખી હવામાન વિભાગને મુંબઈ અને કોંકણ વિસ્તારોને રેડએલર્ટ આપવામાં આવ્યું છે. અને લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદ સાથે તિવ્ર પવન ફૂંકાશે અને તેમની ગતિ પ્રતિ કલાક 65 કિ.મી.ની હશે. છેલ્લા એક અઠવાડિયાથી મુંબઈમાં પડેલા અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.
અત્યાર સુધીમાં મુંબઈમાં લગભગ 32 લોકોએ જીવ ગુમાવ્યો છે અને આશરે 100થી વધુ લોકોનું રેસ્કયું કર્યું છે. સોમવારે થયેલા અનરાધાર વરસાદને કારણે અનેક સ્થળે પાણી ભરાયા હતા જેના કારણે ભારે ટ્રાફિકજામની સ્થિતિ ઉભી થઈ હતી. રેલવે ટ્રેક અને બસ સ્ટેશનમાં પણ વરસાદી પાણી ફરી વળતા મોટાભાગના રૂટો રદ કરવામાં આવ્યા છે.